જ્યારે તમારે શું કરવું છે એ વિશે તમને કોઇ ખ્યાલ નાં હોય, ત્યારે કારર્કિર્દીની પસંદગી કેવી રીતે કરશો?

કારર્કિર્દી માટેનાં વિકલ્પો અનેકો છે. જ્યારે તમે શું કરવાં ઇચ્છો છો એ ખરેખર તમને ખબર નાં હોય ત્યારે કારર્કિર્દીની પસંદગી કેવી રીતે કરશો ? શું આ એક દુષ્કર કાર્ય લાગે છે ? ના નથી. તમારે નિર્ણય કરવાં માટે બસ તમારો થોડોક સમય અને શક્તિ આપવાનાં છે, તમારો પ્રયત્ન અંતમાં ફળદાયી જ રહેશે.

એક સારી કારર્કિર્દીની પસંદગી કરવા નીચે જણાવ્યા મુજબનાં પગલાં (સ્ટેપસ) અનુસરો.

સ્વની સમિક્ષા કરો :-

તમે કારર્કિર્દીની પસંદગી કરો એ પહેલા તમો એ સ્વયંને જાણવાં અને ઓળખવાં પડશે. તમારા મુલ્યો, રૂચી, અને કોશલ્ય તમારી વ્યકતિગત લાક્ષણિકતાઓનાં સંયોજનને ધ્યાને લેતાં ખાસ કરીને અમુક કારકિર્દી તમારા માટે અનુકુળ રહેશે જ્યારે અમુક પ્રતિકુળ. તમે સ્વ આકારણી સાધનોનો(સેલ્ફ એસેસમેન્ટ ટૂલ્સ) ઉપયોગ કરી શકો છો જેને કારકિર્દી પરિક્ષણો કહેવાય છે.. માહિતી એકઠી કરો જે પછીથી તમારાં માટે યોગ્ય અને અનુકુળ વ્યાવસાયોની યાદી બનશે.અમુક લોકો કારકિર્દી સલાહકારોની સેવા લેવાનું પસંદ કરે છે અથવા અમુક સલાહકારો આ પ્રકારનાં પરિક્ષણોની તરફેણ કરે છે પણ ઘણાં લોકો ઇન્ટરનેટ અને વેબ સાઇટ પર વિનામૂલ્યે ઉપલબ્ધ કારકિર્દી પરિક્ષણોનો વિકલ્પ પસંદ કરે છે.

કરવા યોગ્ય વ્યાવસાયોની યાદી કરો :-

સ્વ આકારણી સાધનોનો ઉપયોગ કરીને બનાવેલ વ્યાવસાયોની યાદી ઉપર નજર કરો. કદાચ તે યાદી લાંબી બને. તમે એને 5 થી 10 વ્યાવસાય ધરાવતી ટુંકી યાદીમાં ફેરવી શકો. એક થી વધારે યાદીમાં આવતાં વ્યાવસાયો ઉપર વર્તુળ કરો. જેને તમે અગાઉ લક્ષમાં લીધેલ હોય અને આકર્ષક લાગતાં હોય તેવાં વ્યાવસાયો પર વર્તુળ કરો. આ વ્યાવસાયોની અલગ યાદી બનાવો અને એને “કરવા યોગ્ય વ્યાવસાયોએવું શિર્ષક આપો.

તમારી યાદીમાંનાં વ્યાવસાયોની વિગતઓ મેળવો :-

યાદીમાંનાં દરેક વ્યાવસાયોની કામગીરીનું વર્ણન, શૈક્ષણિક યોગ્યતાં અને અન્ય જરૂરિયાતો, કામગીરીનો અંદાજ, વિકાસની તકો, અને આવક પર નજર કરો.

માહિતીવર્ધક ઇન્ટર્વ્યુ લો :-

આ તબ્બકે હવે તમારી યાદીમાં અમુક જ વ્યાવસાયો એ જ રહેતાં હોવા જોઇએ. હવે તમારે વધુ વિસ્તાર અને ઉંડાણ થી માહિતી મેળવવી આવશ્યક રહેશે. તમને જે વ્યાવસાયમાં રૂચી છે તેમાં જે લોકોને તેનું પ્રાથમિક જ્ઞાન છે એ આ પ્રકારની માહિતી માટે તમારા માટે ઉતમ સ્ત્રોત બની રહેશે. તેવાં લોકોને શોધો અને ઓળખો એમની સાથે માહિતીવર્ધક ઇન્ટર્વ્યુ કરો. વાચકો દ્વારા મોકલાવામં આવેલ “કારકિર્દીની સત્ય વાર્તાઓ”  પણ તમે વાંચી શકો છો.

તમારી યાદીને ટુંકી કરતાં જાઓ :-

તમારા સંશોધનનાં આધારે તમે જે શિખ્યા તેનાં પરથી તમારી યાદીને ધીમે-ધીમે ઘટાડતાં જાવ. દા.ત તમે એવાં વ્યાવસાયમાં સમય અને શકિત વ્યય કરવાં ઇચ્છશો નહિ જેમાં તમારે હજુ વિશેષ ડિગ્રી મેળવવાની જરૂરીયાત રહેતી હોય અથવા જે કોઇ વ્યાવસાયની આવક તમને અપુરતી લાગતી હોય.

તમારૂ લક્ષ્ય નક્કી કરો :-

હવે તમારે જેમાં આગળ વધવું છે એવાં એક વ્યાવસાય પર નિર્ણય કરી લેવાનો રહે છે. હવે સમય છે એક યોજનાં અમલમાં મુકવાનો જે તમને છેવટે આ ક્ષેત્રમાં નોકરી શોધી આપે, પણ એ પહેલાં તમારે અમુક લક્ષ્યો નક્કી કરવાં પડશે.

કારકિર્દી સંબંધી કાર્યલક્ષી કાર્યક્રમ લખો :-

લક્ષ્ય નક્કી કર્યા બાદ ત્યાં સુધી કેમ પહોંચવું એ તમારે નક્કી કરવાનું થશે. તમારા ટુંકા અને લાંબા ગાળાનાં લક્ષ્યોને મેળવાવાંમાં કારકિર્દી સંબંધી કાર્યલક્ષી કાર્યક્રમ તમારૂ માર્ગદર્શન કરશે.

નવી કારર્કિર્દી માટેની તાલીમ :-

તમારી નવી કારકિર્દી સંબંધી તમારે તાલીમ લેવાની થશે. જે નવી ડિગ્રી મેળવવી, ફરજિયાત મુકામી/ મુદ્તી સેવા (ઇન્ટર્નશિપ) કરવી અથવાં નવું કૌશલ્ય શિખવાં માટે નવો અભ્યાસ કરવાનાં રૂપમાં હોઇ શકે છે.