ધોરણ ૧૨ પછી એક્ચ્યુરી (Actuary/ વીમાવિજ્ઞાની/ વીમા નિષ્ણાંત) તરીકેની કારકિર્દી.

વીમા નિષ્ણાંત વીમા પોલીસીઓની ડિઝાઇન અને તેનું આકલન કરે છે, આપવાપાત્ર નાણાંકિય વાયદાઓ / લાભો  મુજબ ફંડની દેખરેખ રાખે છે, યોગ્ય બોનસરેટની ભલામણ કરે છે, વીમા વ્યાવસાયનું વિશ્લેષણ કરે છે, સોલવન્સી માર્જિન અને કાયદાકિય જવાબદારીઓને સુનિશ્ચિત કરે છે,નફા નુકશાન વગેરે જુએ છે. તેઓ વૈજ્ઞાનિક ઢબે જોખમો અને પ્રિમિયમની ગણતરી કરે છે.

કામગીરીનું પાર્શ્વદર્શન ( જોબ પ્રોફાઇલ ) :

 • તેઓ જન્મ, મરણ, લગ્ન, વાલિપણું, રોજગાર વગેરે સબંધી આંકડાકિય વિગતોનું સંકલન કરે છે અને ક્રમાનુસાર ગોઠવે છે. તેમજ વિશ્લેષણ માટે જરૂરી સબંધીત માહિતીઓ એકઠી કરે છે.
 • તેઓ શક્યતાઓને ચકાશે છે અને જે તે ઘટનાનું આર્થિક મુલ્યાંકન કરે છે જેમકે મરણ, વિકલાંગતા, નિવ્રુતી, અકસ્માત કે કુદરતી આપતિ વગેરે..
 • તેઓ કંપનીએ કેવા પ્રકારની પોલીસી વેંચવી જોઇએ અને ક્યાં દર (રેઇટ) હોવા જોઇએ જેથી સંભવિત નુકશાનને સરભર કરી શકાય તે નક્કી કરે છે.
 • તેઓ નફાને ઉચ્ચતમ સ્તરે લઇ જવા અને નુકશાનીને ઘટાડવા માટે રોકાણ, યોજનાઓ, વ્યાવસાયિક વ્યુહરચનાઓની ડિઝાઇન કરે છે, તેનું પરિક્ષણ કરે છે અને તે સબંધી માર્ગદર્શન આપે છે.
 • તેઓ તેમનું વિશ્લેષણ, ગણતરી અને અર્થઘટનોને સમજાવવા માટે દસ્તાવેજો તૈયાર કરે છે અને પોતાની દરખાસ્ત સમજાવવા નિરૂપણ / પ્રસ્તુતીકરણ પણ કરે છે.
 • તેઓ વીમા કંપનીના અનેક વિભાગોમાં કાર્યરત હોઇ શકે છે જેમકે સેલ્સ, સર્વિસ, અંડરરાઇટીંગ, ગ્રુપ ઇન્સ્યોરન્સ, પેન્સન પ્લાન વગેરે..
 • તેઓ સ્વાસ્થય વીમો (હેલ્થ ઇન્સ્યોરન્સ), જીવનવીમો (લાઇફ ઇન્સ્યોરન્સ), મિલકત અને અકસ્માત વીમો (પ્રોપર્ટી અને કેજ્યુલ્ટી ઇન્સ્યોરન્સ), રોકાણ ક્ષેત્ર, કંપની માટે નવી વ્યુહરચનાઓ કે નીતિઓ બનાવવી જે વ્યાવસાયના તમામ પાસાઓના જોખમ વિશે ચકાસણી કરવામાં નિપુણ હોય છે.

અપેક્ષિત કુશળતા :-

 • ગાણિતિક બૌધિક કુશાગ્રતા
 • કોમ્પ્યુટર કુશળતા
 • વ્યાપાર સબંધી જાગ્રુતી
 • ટીમમાં કાર્ય કરવાની ક્ષમતાં
 • વિશ્લેષણ કરવાની વૈચારીક શકતિ
 • સમસ્યાનો હલ શોધવાની ક્ષમતાં
 • લેખન અને વક્રુત્વ કળા
 • ઉતરદાયી (જવાબદાર)

રોજગારની તકો :-

 • સ્વાસ્થય વીમો (હેલ્થ ઇન્સ્યોરન્સ),
 • જનરલ ઇન્સ્યોરન્સ
 • જીવનવીમો (લાઇફ ઇન્સ્યોરન્સ)
 • રી એસ્યોરન્સ કંપનીઓ
 • કન્સલટીંગ પેઢીઓ
 • સરકારી વિભાગોમાં
 • ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ
 • રિસ્ક મેનેજમેન્ટ ( જોખમ વ્યવસ્થાપન)
 • બેંક અને ફાયનાન્સ સંસ્થાઓ

ભરતી કરનાર કંપનીઓ :-

 • લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ( એલઆઇસી )
 • યુનાઇટેડ ઇંડિયા ઇન્સ્યોરન્સ લી.
 • ન્યુ ઇંડિયા ઇન્સ્યોરન્સ લી.
 • સ્ટાર હેલ્થ એંડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લી.
 • આઇડીબીઆઇ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સ
 • ટાટા એઆઇજી લી.
 • મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ લી.
 • આઇસીઆઇસીઆઇ પ્રુડેંસિયલ લી.
 • એગોન રેલીગેર લી.
 • ઇફકો ટોકિયો ઇન્સ્યોરન્સ લી.
 • એપોલો મ્યુનિચ હેલ્થ ઇન્સ્યોરન્સ લી
 • ભારતી એક્સા લી
 • બિરલા સન લાઇફ લી.
 • મેટ લાઇફ ઇન્સ્યોરન્સ લી.
 • મીલમેન ઇંડિયા પ્રા. લી.
 • જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇંડિયા
 • અમર એલાયન્સ કન્સલ્ટન્ટ પ્રા. લી

કેવી રીતે પહુંચવું (યોગ્યતા) :-

પથ 1 :-

 • ધોરણ બાર –

ગણિત વિષય સાથે – વિજ્ઞાન પ્રવાહ

 • સ્નાતક :

ગણિત – આંકડાશાસ્ત્ર

 • મેમ્બરશિપ :

ઇંસ્ટીટ્યુટ ઓફ એકચ્યુરિસ ઓફ ઇંડિયા

 • લક્ષ્ય:-

એકચ્યુરિ (વીમા નિષ્ણાંત)

પથ 2 :-

 • ધોરણ બાર –

ગણિત વિષય સાથે – વિજ્ઞાન પ્રવાહ

 • સ્નાતક :

બેચલર ઇન ગણિત / આંકડાશાસ્ત્ર

 • મેમ્બરશિપ પરિક્ષા :

ઇંસ્ટીટ્યુટ ઓફ એકચ્યુરીસ ઓફ ઇંડિયા

 • લક્ષ્ય:-

એકચ્યુરી (વીમા નિષ્ણાંત)

પથ 3 :-

 • ધોરણ બાર –

ગણિત વિષય સાથે – વિજ્ઞાન પ્રવાહ

 • સ્નાતક :

બેચલર ઇન ગણિત / આંકડાશાસ્ત્ર

 • પોસ્ટ ગ્રેજ્યુએટ ( માસ્ટર્સ ) :

માસ્ટર્સ ઇન મેથ્સ / સ્ટેટેસ્ટિક્સ

 • લક્ષ્ય:-

એકચ્યુરી (વીમા નિષ્ણાંત)

પથ 4 :-

 • ધોરણ બાર –

ગણિત વિષય સાથે – વિજ્ઞાન પ્રવાહ

 • સ્નાતક :

બેચલર ઇન એંજીનિયરીંગ / ટેક.

 • મેમ્બરશિપ પરિક્ષા :

ઇન્સ્ટીટ્યુટ ઓફ એકચ્યુરીસ ઓફ ઇંડિયા

 • લક્ષ્ય:-

એકચ્યુરી (વીમા નિષ્ણાંત)

પથ 5 :-

 • ધોરણ બાર –

ગણિત વિષય સાથે – વિજ્ઞાન પ્રવાહ

 • સ્નાતક :

બેચલર ઇન ગણિત / આંકડાશાસ્ત્ર

 • પ્રોફેશનલ કોર્ષ :

એમ.બી.એ / સી.એ / આઇસીડબલ્યુએ

 • લક્ષ્ય:-

એકચ્યુરી (વીમા નિષ્ણાંત)

શિક્ષણ આપતી સંસ્થા:

ઇન્સ્ટીટ્યુટ ઓફ એકચ્યુરીસ ઓફ ઇંડિયા actuariesindia.org