પશુ પ્રશિક્ષકએ પશુઓને ચોક્ક્સ કાર્યો માટે તાલીમ આપે છે જેમકે સુરક્ષા, આજ્ઞાપાલન, મનોરંજન, રેસ (દૌડ), વિકલાંગોને મદદરૂપ થવા, પશુ પ્રશિક્ષક કોઇ એક પ્રાણી / પશુને તાલીમ આપવામાં નિષ્ણાંત હોય છે. સામાન્યત: કુતરાઓ, ઘોડા, હાથી, સીલ, કાકાકૌઆ, વ્હેલ, ડોલ્ફિન, વાઘ, રીંછ અને સિંહોને તાલીમ આપવામાં આવતી હોય છે. તાલીમનું કાર્યએ ઇનામ અને શિક્ષાના સિધ્ધાંતને અનુસરે છે.
કામગીરીનું પાર્શ્વદર્શન ( Job Profile ) :-
- પ્રાણીની તાલીમ આપી શકવાની શકયતા, તેનો અભિગમ, સ્વભાવ, અને ક્ષમતાને ચકાસવામાં આવે છે.
- પ્રાણીને માનવ અવાજથી, સ્પર્શથી, અને સંપર્કથી વાકેફ કરવામાં આવે છે.
- પ્રાણીને આદેશનું પાલન કરવાનું શિખવવામાં આવે છે.
- તાલીમનું લક્ષ્ય નક્કી કરે છે.
- પ્રાણીઓને અમુક ચોક્ક્સ તરકીબોમાં કુશળ કરવા / પ્રશિક્ષિત કરવા પ્લાન / યોજના બનાવે છે.
- ધિરજપુર્વક અને કાળજીથી તેમજ ઇનામ આપી તાલીમ આપવામાં આવે છે .
- પ્રાણીઓની દેખરેખ જેમકે ખોરાક, કસરત, શિસ્તપાલન વગેરીની જવાબદારી લે છે.
- મેળાઓમાં, સર્કસોમાં ખેલ ( શો ) કરાવે છે.
- શો માટેના રિહર્સલ કરાવે છે અને પ્રદર્શન દરમ્યાન સંકેતો / માર્ગદર્શન કરે છે તેમજ સારા પ્રદર્શન માટે શાબાશી પણ આપે છે.
- સુરક્ષા સબંધી પ્રાણીઓને તાલીમ આપનાર પ્રશિક્ષક એ પોલીસ વિભાગના કુતરાઓને, વોચ ડોગને, ગાઇડ ડોગને તાલીમ આપે છે.
- રેસના ઘોડાઓના પ્રશિક્ષક એ સ્પેશિયાલિસ્ટ હોય છે. તેઓ જોકીઓને રેસ દરમ્યાન ઘોડાઓને નિયંત્રણમાં રાખવાનું શિખવે છે.
અપેક્ષિત કુશળતા :-
- પ્રાણીઓમાં વાસ્તવિક રૂચી
- ધિરજ
- શારિરિક અને માનસિક ક્ષમતાં
- ટીમ વર્ક
- ઉત્સાહી
- વિગતવાર જાણકારી મેળવનાર
- પરિસ્થિતીજન્ય સમસ્યાને હલ કરવાની ક્ષમતાં
- આદેશોનું પાલન કરી શકનાર
રોજગારની તકો ;-
- ડોગ ટ્રેનીંગ ફેસેલીટી (કુતરા તાલીમ કેન્દ્રો )
- એક્વાઇન ટ્રેનીંગ સેંટર ( અશ્વ તાલીન શાળા )
- સ્ટડ ફાર્મ ( અશ્વ સવર્ધન કેન્દ્ર )
- આર્મી વેટરનરી કોર્પ, ( સેના પશુ ચિકિત્સાલય )
- સર્કસ કંપનીઓ
- એનિમલ ફન પાર્ક
- મરિન એનિમલ ટ્રેનીંગ સેંટર ( જળચર પ્રાણી તાલીમ કેન્દ્ર )
ભરતી કરનાર કંપનીઓ :-
- ઇન્ડિયન આર્મી
- સર્કસ કંપનીઓ
- અશ્વ શાળાઓ
- પોલીસ ડિપાર્ટમેન્ટ
- સ્ટડ ફાર્મ ( અશ્વ સવર્ધન કેન્દ્ર )
- એનિમલ ફન પાર્ક
Advertisements