ધોરણ ૧૨ પછી એનિમેશન ક્ષેત્રે કારકિર્દી

એનિમેટર્સ એ કાર્ટુન અને ચિત્રો દોરતા કલાકારો હોય છે જેનો ઉપયોગ મલ્ટીમિડિયા પ્રોડકશન, મનોરંજન, શિક્ષણ, અને લોકોને અમુક વિષયો બાબતે જાણકારી તેમજ સમજ આપવા જેવા વિગેરે ક્ષેત્રોમાં થતો હોય છે. એનિમેટર્સએ ઇમેઝીસ ( છબી) બનાવવા, રંગો પુરવા, અને ફિલ્મ બનાવવામાં સ્પેશિયલ ઇફેકટ આપવામાં કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરતા હોય છે. તેઓ પ્રાય: ગેમ્સ (રમત), ફિલ્મ બનાવવા, અને શિક્ષણ માટેના એનિમેશન બનાવવામાં નિપુણ હોય છે.

કામગીરીનું પાર્શ્વદર્શન ( Job Profile ) :-

 • તેઓ એક દ્રષ્યમાન ( Visual ) પટકથા બનાવે છે જેમાં એનિમેશન માટે ઘણા બધા ચિત્રો ક્રમબધ્ધ રીતે કાગળ ઉપર દોરવામાં આવે છે. આ ચિત્રોમાં મુખ્ય દ્રષ્યો અને પાત્રો સમાવિષ્ટ હોય છે.
 • તેઓ દ્વારા એનિમેશન ચિત્રોને અનુરૂપ વાર્તા લખવામાં આવે છે અને ત્યારબાદ વાર્તાને મુખ્ય થિમ તરીકે એનિમેશનમાં રજુ કરવામાં આવે છે.
 • તેઓ એનિમેટેડ વસ્તુઓને ડિઝીટલી સ્કેન કરે છે, જૂએ છે અને તેને થ્રીડાયમેન્શનમાં (ત્રીપરિમાણિય)  રુપાંતરીત કરે છે.
 • ગ્રાફિક ઇમેઝીસ અને એનીમેશન બનાવવા માટે કોમ્પ્યુટર પ્રોગ્રામનો ઉપયોગ કરે છે.
 • કારણકે હલનચલનની શક્તિ એ એનિમેશન હોય એ ગતી( હિલચાલ)નો ભ્રમ ઉત્પન્ન કરે છે.
 • પ્રકાશ, રંગ, સરંચના, પડછાયો, અને પારદર્શિતા દર્શાવે છે.
 • ફિલ્મો, ગેમ્સ, અને જાહેરાતો વગેરે માટે વિઝુઅલ ઇફેકટ બનાવે છે
 • લોકો પાસેથી અભિપ્રાયો મેળવી તે મુજબ યોગ્ય જરૂરી સુધારા વધારા કરે છે.

અપેક્ષિત કુશળતા :-

 • આર્ટિસ્ટિક કળા / આવડત
 • કેડ (CAD)નું જ્ઞાન
 • કળા બાબતે જાણકારી અને પ્રોત્સાહક
 • સર્જનાત્મક હોવા જોઇએ.
 • પોતાના વિચારોને ચિત્રો દ્વારા વ્યકત કરી શકવાની ક્ષમતાં હોવી જોઇએ
 • અસામાન્ય કલાકો સુધી કાર્ય કરવાની ક્ષમતાં હોવી જોઇએ
 • ટીમમાં કાર્ય કરી શકવાની ક્ષમતા હોવી જોઇએ
 • વિગતોસહ કાર્ય કરવું
 • રંગોની સારી સમજ હોવી જોઇએ
 • સારી કલ્પનાશક્તિ હોવી જોઇએ
 • કોમ્પ્યુટરમાં નિપુણતા હોવી જોઇએ

રોજગારની તકો :-

એનિમેટર્સ લોકો પ્રાય: નીચે જણાવેલ જગ્યાઓએ કાર્ય કરતા હોય છે :-

 • એનિમેશન સ્ટુડિયો
 • વાર્તા લેખક તરીકે
 • એનિમેશન કેરેકટર આર્ટિસ્ટ તરીકે
 • એ-આઉટ આર્ટિસ્ટ તરીકે
 • 2D/3D એનિમેટર્સ તરીકે
 • કમ્પોસિટીંગ આર્ટિસ્ટ
 • મલ્ટીમિડિયામાં
 • ઓડિયો અને વિડિયો સ્પેશિયાલિસ્ટ તરીકે
 • વિઝુલાઇઝીંગ, ટેક્ષચર, લાઇટીંગ આર્ટિસ્ટ
 • ફિલ્મ લેબોરેટરીમાં એડિટર તરીકે

ભરતી કરનાર કંપનીઓ :-

ભારતમાં અનેક વિઝુઅલ કોમ્યુનિકેશન ફિલ્મ કંપનીઓ એનિમેશન આર્ટિસ્ટોને નોકરી પર રાખે છે.

 • કેવી રીતે પહુંચવું ? :-

પથ 1 :-

 • ધોરણ બાર –

કોઇ પણ પ્રવાહ

 • સ્નાતક :

બી.એફ.એ / એપ્લાઇડ આર્ટસ

 • લક્ષ્ય:-

એનિમેટર / ગ્રાફિક ડિઝાઇનર

પથ 2 :-

 • ધોરણ બાર –

કોઇ પણ પ્રવાહ

 • સ્નાતક :

બી.એફ.એ / એપ્લાઇડ આર્ટસ

ડિઝાઇન / આર્કિટેક

મિડિયા / ફિલ્મ એન્ડ ટીવી

 • લક્ષ્ય:-

એનિમેટર

પથ 3 :-

 • ધોરણ બાર –

કોઇ પણ પ્રવાહ

 • ડિપ્લોમાં :

એનિમેશનમાં વોકેશનલ કોર્ષ

 • લક્ષ્ય:-

એનિમેટર

*NID માં પ્રવેશ એ સિલેકશન ટેસ્ટ દ્વારા આપવામાં આવે છે.

* પ્રવેશ પરિક્ષા લેવલ -1  – નેશનલ એન્ટ્રેન્સ એકઝામ ફોર ડિઝાઇન સ્ટડિઝ (NEED) એ ભોપાલ, ચેન્નાઇ, ગૌહાટી, કાનપુર, હૈદ્રાબાદ, કોચી, અમદાવાદ, બેંગ્લોર, મુંબઇ, કોલકતા, નવી દિલ્હી અને ઓમાન ખાતે લેવામાં આવતી હોય છે.

* લેવલ – 2 – એપ્રિલ / મે માસમાં વન ડે ( એક દિવસીય ) વર્કશોપ અને ઇન્ટર્વ્યુ

*  NEED કન્સોર્ટિયમના સભ્યો સાથે NEEDમાં મેળવેલ ગુણોની વહેંચણી કરવામાં આવે છે – ડિજે એકેડમી ઓફ ડિઝાઇન (DAD), કોઇમ્બતુર, આઇઆઇએલએમ (IILM) સ્કુલ ઓફ ડિઝાઇન, ગુરગૌન, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ક્રાફ્ટ એંડ ડિઝાઇન (IICD), જયપુર, વિગાન એન્ડ લેહ (Wigan & Leigh ) કોલેજ નવી દિલ્હી, સ્રિસ્ટી સ્કુલ ઓફ આર્ટસ ડિઝાઇન એંડ ટેકનોલોજી (SSADT), બેંગલોર, પર્લ એકેડમી ઓફ ફેશન(PAF), નવી દિલ્હી.

** બેચલર ઓફ ફાઇન આર્ટ્સ / એપ્લાઇડ આર્ટ્સ અભ્યાસક્રમો એ ગ્રાફિક ડિઝાઇન શિખવે છે.

*** અનેક સ્પેશિયાલિસ્ટ સંસ્થાઓ અને ખાનગી તાલીમી સંસ્થાઓ એનિમેશન કોર્સ કરાવતા હોય છે જે વિવિધ મોડ્યુલમાં સર્ટિફિકેટ, ડિપ્લોમાં, ડિગ્રી અને પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી અભ્યાસક્રમો ચલાવતા હોય છે.

ક્યાં અભ્યાસ કરવો ? :- ભારતમાં ખ્યાતનામ સંસ્થાઓ :-

 • સેન્ટર ફોર ઇલેકટ્રોનિકસ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ઓફ ઇન્ડિયા
 • એસ્કોતુનુઝ (Escotoonz)
 • ગવર્ન્મેંટ ઓફ તામિલનાડુ, ડિપાર્ટમેન્ટ ઓફ આર્ટસ એન્ડ કલ્ચર
 • શ્રિકોટમ તુલસી રેડ્ડી મેમોરિયલ કોલેજ ઓફ એન્જીનિયરીંગ
 • હર્ટ (Heart) એનિમેશન એકેડમી
 • ઇન્ટરનેશનલ એકેડમી ઓફ ડિઝાઇન
 • ઝેડ (ZED) ઇન્સ્ટીટ્યુટ ઓફ ક્રિએટિવ આર્ટ્સ
 • ચૌધરી દેવીલાલ યુનિવર્સિટી