ધોરણ ૧૨ પછી એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જીનીયર (Aircraft Maintenance Engineer) તરીકેની કારકિર્દી

કાર્યક્ષમતા, સુરક્ષા અને ઉપયોગિતા હેતું વિમાનની મરામત અને સર્વિસ નિયમિતપણે થતી રહેવી જોઇએ. વિમાન રખરખાવ એન્જીનીયરએ વિમાનની ફ્રેમ, એન્જીન, ઇલેક્ટ્રીકલ સિસ્ટમ, અને અન્ય ફિટીંગ સબંધી એરોનોટિકલ એન્જીનીયરની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે.

કામગીરીનું પાર્શ્વદર્શન ( Job Profile ) :-

 • કોઇ એક અથવા એક કરતા વધુ પ્રકારના વિમાનો પર મિકેનિક કાર્ય કરતા હોય છે. મહતમ કાર્યક્ષમતા મેળવવા મિકેનિકને પ્રાય: ઇલેકટ્રીકલ સિસ્ટમમાં નિપુણ થવા તાલિમ આપવામાં આવે છે તેઓ ન્યુમેટિક ટેસ્ટર તેમજ એરકંડિશનીંગ મિકેનીક તરીકે પણ કાર્ય કરતા હોય છે.

એરલાઇન્સ ( વિમાન કંપનીઓ ) એરક્રાફ્ટ મેકેનિકને બે પ્રકારના કાર્યો માટે નિયુકત કરે છે :-

 1. લાઇન મેન્ટેનેન્સ મેકેનિક :-
 • * લાઇન મેન્ટેનેન્સ મેકેનિકએ વિમાનના દરેક પુર્જા ( પાર્ટસ) પર કાર્ય કરી શકે છે.
 • એરપોર્ટ પર આપાતકાલિન સમયે અને અન્ય આવશ્યક રીપેરીંગ કામગીરી કરે છે.
 • ફ્લાઇટ એન્જીનીયર ( વિમાન ઇજનેર ) કે જેઓ ઉડયન શરૂ થતા પહેલા વિમાનની સંપુર્ણ ચકાસણી કરે છે તેઓ દ્વારા તેઓનું માર્ગદર્શન કરવામાં આવે છે.
 1. ઓવરહૌલ મેકેનિક :-
 • ઓવરહૌલ મેકેનિકએ વિમાન દ્વારા નિયત સંખ્યામાં ઉડયન પુર્ણ કર્યા બાદ વિમાનની રૂટિન મેન્ટેનેન્સ કામગીરી કરે છે.
 • એરક્રાફ્ટ એરફ્રેમ મેકેનિકએ એરફ્રેમના ઓવરહૌલીંગની જવાબદારી સંભાળે છે.
 • એરક્રાફટ પાવર પ્લાન્ટ મેકેનિક એન્જિન પર કાર્ય કરે છે.

અપેક્ષિત કુશળતા :-

 • ગાણિતિક ક્ષમતાં
 • ટીમ સદસ્ય તરીકે કામ કરવાની ક્ષમતાં
 • ઉતરદાયી
 • અસામાન્ય કલાકોમાં પણ કાર્ય કરી શકવા સક્ષમ
 • શુધ્ધતા
 • વિશ્વાસપાત્ર
 • ચોકસાઇ
 • ઉપરી અધિકારીની આજ્ઞાનું પાલન કરનાર

રોજગારની તકો :-

એરોનોટિક્સમાં ડિપ્લોમાં કરનારએ એન્જીનિયરીંગ વિભાગમાં ટેકનિશિયન તરીકે કાર્ય કરી શકે છે. એરઇન્ડિયા, ઇન્ડિયન એરલાઇન્સ, પવન હંસ, હેલીકોપ્ટર કોર્પોરેશન ઓફઇન્ડિયા, સ્પાઇસ જેટ, કિંગફિશર એરલાઇન્સ, જેટ એરવેયઝ, ઇન્ડિગો, ખાનગી ફ્લાઇંગ ક્લબ, વગેરેમાં નોકરી મળી શકે છે.

એરલાઇન્સ એરોનોટિક્લ મેકેનિકને હિન્દુસ્તાન એરોનોટિક્લ લી. (HAL), સરંક્ષણ સંશોધન અને વિકાસ લેબોરેટરી ( ડિફેન્સ રિસર્ચ એન્ડ ડવલેપમેન્ટ લેબોરેટરી ), નેશનલ એરોનોટિક્લ લેબ, એરોનોટિકલ ડવલેપમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ, સિવીલ એવિયેશન ડિપાર્ટમેન્ટ વગેરેમાં નોકરી મળી શકે છે.

ભરતી કરનાર મુખ્ય કંપનીઓ :-

 • એરઇન્ડિયા
 • ડિફેન્સ રિસર્ચ એન્ડ ડવલેપમેન્ટ લેબોરેટરી
 • હિન્દુસ્તાન એરોનોટિક્લ લી. (HAL)
 • પવન હંસ
 • હેલીકોપ્ટર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
 • સ્પાઇસ જેટ
 • કિંગફિશર એરલાઇન્સ
 • જેટ એરવેયઝ
 • ઇન્ડિગો
 • એરોનોટિકલ ડવલેપમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ
 • સિવીલ એવિયેશન ડિપાર્ટમેન્ટ
 • નેશનલ એરોસ્પેસ લેબોરેટરી (NAL)
 • ખાનગી ફ્લાઇંગ ક્લબ

કેવી રીતે પહુંચવું (યોગ્યતા) :-

પથ 1 :-

 • ધોરણ બાર –

પી.સી.એમ સાથે – વિજ્ઞાન પ્રવાહ

 • ડિપ્લોમાં :

એરક્રાફ્ટ મેન્ટેનેન્સ એન્જી.

 • લક્ષ્ય:-

એરક્રાફ્ટ મેન્ટેનેન્સ એન્જીનીયર

પથ 2 :-

 • ધોરણ બાર –

પી.સી.એમ સાથે – વિજ્ઞાન પ્રવાહ

 • સ્નાતક :

એરક્રાફ્ટ મેન્ટેનેન્સ એન્જી.

 • લક્ષ્ય:-

એરક્રાફ્ટ મેન્ટેનેન્સ એન્જીનીયર

એરક્રાફ્ટ મેન્ટેનેન્સ એન્જીનીયર માટેનો અભ્યાસક્રમ એ પુરૂષ અને મહિલા બંને માટે હોય છે અને તેને ડાયરેકટર જનરલ ઓફ સિવીલ એવિયેશન (DGCA) દ્વારા માન્યતા પ્રાપ્ત થાય છે. આ અભ્યાસક્રમનો સમયગાળો 3 વર્ષથી અને 6 મહિનાનો હોય છે અને મેકેનિકલ મેન્ટેનેન્સ

તથા એવિયોનિક્સમાં તાલિમ આપવામાં આવે છે.

આયુ સીમા  ;- 20 વર્ષ (મહતમ)

ક્યાં અભ્યાસ કરવો ? :- ભારતમાં ખ્યાતનામ સંસ્થાઓ :-

 • હિન્દુસ્તાન ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનીયરીંગ ટેકનોલોજી
 • ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ એરોનોટિક્સ
 • નેહરૂ કોલેજ ઓફ એરોનોટિક્સ એન્ડ અપ્લાઇડ સાયંસ
 • સ્કુલ ઓફ એવિયેશન સાયંસ એન્ડ ટેકનોલોજી
 • અગ્રગામી ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ
 • ઇન્સ્ટીટ્યુટ ઓફ એવિયેશન ટેકનોલોજી, ભદુગર્હ, હરયાણા
 • હિન્દુસ્તાન ઇન્સ્ટીટ્યુટ ઓફ એરોનોટિક્સ
 • પંજાબ એરક્રાફ્ટ મેન્ટેનેન્સ એન્જીનીયરીંગ કોલેજ, સિવીલ એરોડ્રામ, પટિયાલા ( લાયસન્સ અને ડિપ્લોમા કોર્ષ )