ધોરણ ૧૨ પછી એરો-સ્પેસ એન્જીનીયર તરીકેની કારકિર્દી

વ્યાવસાયિક અથવા મીલટ્રીનાં ઉપયોગ માટે એરોપ્લેન બનાવવું એ એક ખુબ જ ટેકનીકલ કૌશલ્ય માંગી લેતુ ક્ષેત્ર છે. એરોપ્લેનને બનતાં પહેલા તેને અનેક રીસર્ચ અને ડેવલપમેન્ટ (સંશોધન અને વિકાસ) સંબંધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અવકાશ ક્ષેત્ર સંબંધી સંશોધન અને અભ્યાસ અનેક પડકારો આપે છે,અને એથી જ વિધાર્થીઓને હજુ તે સંબંધીત એન્જીનીયરીંગની શાખાઓ અને વિષયો લેવા પ્રોસાહિત કરે છે.

એરોસ્પેસ એન્જીનીયરીંગ એ હવાનાં દબાણની અસર હેઠળ પદાર્થનાં બંધારણ અને ગુણધર્મોમાં થતાં ફેરફારનું વિજ્ઞાન છે. એરોપ્લેન ઉત્પાદનનાં રીસર્ચ અને ડેવલપમેન્ટ (સંશોધન અને વિકાસ) વિભાગમાં એરો સ્પેસ, એરોનોટીકસ, ઇલેકટ્રોનીકસ, કોમ્પ્યુટર સાયન્સ, રોબોટીકસ, બાયો મેડીસીન, એકોસ્ટીકસ, કેમેસ્ટ્રી, ફિજીકસ, મીટીઓરોલોજી જેવાં વિવિધ ક્ષેત્રોમાં નિપુણ, પ્રશિક્ષીત એન્જીનીયરો, વૈજ્ઞાનિકો, અને ટેકનીશિયનો હોય છે. આ ઉત્પાદન વિભાગમાં પેરાશુટ, સ્કાય ડાઇવીંગનાં સાધનો વિગેરે નો સમાવેશ થાય છે.

કામગીરીનું પાર્શ્વદર્શન (જોબ પ્રોફાઇલ):-

 • એરો-સ્પેસ એન્જીનીયરીંગ એ એરોનોટીકલ અને એસ્ટ્રોનોટીકલ (અવકાશયાન) એન્જીનીયરીંગને આવરી લે છે.
 • એરો-સ્પેસ એન્જીનીયરો એરોપ્લેનનાં અને અવકાશયાનોની ડિઝાઇન, અસેમ્બલીંગ, અને ટેસ્ટીંગમાં એક ટીમ તરીક કાર્ય કરે છે. એરો-સ્પેસ એન્જીનીયરોએ એરોપ્લેનની સંપુર્ણ ડિઝાઇન પર કામ કરવાનું હોય છે અથવા તો તેઓ મિસાઇલ ગાઇડન્સ સિસ્ટમ, પ્રોપલ્શન અને ગાઇડન્સ કંટ્રોલ સિસ્ટમ જેવા ખાસ ક્ષેત્રોમાં નિષ્ણાંત હોય છે.
 • એરોનોટીકલ એન્જીનીયરો ખાસ કરીને એરોપ્લેનની માટેની સિસ્ટમ ઉપર કાર્ય કરે છે જ્યારે એસ્ટ્રોનોટીકલ એન્જીનીયરો અવકાશયાન સબંધી સિસ્ટમ ઉપર કાર્ય કરે છે.
 • એરો-સ્પેસ એન્જીનીયરો એરો ડાયનેમિક્સ, પ્રોપલ્શન, થર્મોડાયનેમિક્સ, ફ્લુડ મીકેનિક્સ, ફલાઇટ મીકેનિક્સ અને સ્ટ્રક્ચરલ એનાલીસીસનું વિજ્ઞાન શીખી અને તેનો ઉપયોગ કરે છે.
 • તેઓ કોસ્ટ એનાલીસીસ, ઓપરેશન રીસર્ચમાં પણ ભાગ લે છે અને રીસર્ચ, વિષેશ અભ્યાસ, મેઇનટેનન્સ ( નિભાવ-મરામત) કાર્યની સમીક્ષા કરી પોતાની કામગીરીને અપડેટ રાખે છે.
 • એરો-સ્પેસ એન્જીનીયરો કે જેઓ એરોપ્લેનની ડિઝાઇન પર કાર્ય કરે છે તેઓ આંકડાઓ અને ટેકનીકલ ડિટેઇલ સાથે એરો ડાયનેમિક્સ, એસ્ટ્રોડાયનેમિક્સ અને સ્ટ્રક્ચરલ એન્જીનીયરીંગનાં નિષ્ણાંત એન્જીનીયરો સાથે મળીને એન્જીનીયરીંગનાં સિધ્ધાંતોનો ઉપયોગ કરીને કાર્ય કરે છે.
 • તેઓ હવાનાં દબાણની અસર અને વાતાવરણની અલગ-અલગ પરિસ્થીતીઓમાં કેવી રીતે વજન અને ભાર વર્તન કરે છે, તેમાં શું ફેરફાર થાય છે, તેનો અભ્યાસ કરે છે.
 • ફ્લુડ ડાયનેમિક્સનાં અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવતા મોડલને બનાવવા કોમ્પ્યુટેશનલ ફ્લુડ ડાયનેમિક્સ એન્જીનીયરો આધુનીક હાઇ સ્પીડ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે.
 • ઉત્પાદનની પ્રક્રિયામાં એરોપ્લેનનાં તમામ પુર્જાઓ (પાર્ટસ) અને અવકાશયાનને બનાવવાનો સમાવેશ થાય છે. આ ડિઝાઇન ટીમ સાથે સામંજસ્ય રાખવાથી શક્ય બને છે.
 • એરો-સ્પેસ એન્જીનીયર(મટીરીયલ) એ એરોપ્લેન અને અવકાશયાનનાં ઉત્પાદનમાં વપરાયેલ વસ્તુઓની ચકાસણી/સમીક્ષા કરે છે.
 • એન્જીનીયરો દ્વારા ક્વોલીટી કંટ્રોલ (ગુણવતા નિયંત્રણ) સબંધી ચકાસણી એવં સમીક્ષા કરવામાં આવે છે.
 • એરો-સ્પેસ એન્જીનીયરો દ્વારા માર્કેટીંગ અને સેલ્સ (વેચાણ) કાર્ય પણ કરવામાં આવે છે. તેઓનાં કાર્યક્ષેત્ર અંર્તગત ઉત્પાદીત વસ્તુનાં ધોરણો નિયત કરવા તેમજ તે યોજના મુજબ કાર્ય કરે છે કે કેમ? અને તે વિષય સંબંધી ટેકનીકલ ટીમ અને ગ્રાહકો વચ્ચે સંકલનનું કાર્ય પણ કરવાનુ હોય છે.

અપેક્ષીત કુશળતા :-

 • સરેરાશથી ઉપર બુધ્ધીમતાં
 • તેજસ્વી શૈક્ષણીક પશ્ર્ચાદભૂમી ( બેક ગ્રાઉન્ડ )
 • જવાબદારીપુર્વકનો અભિગમ
 • અગત્યની કામગીરી દરમ્યાન લાંબા સમય સુધી સતત કાર્ય કરવાની ક્ષમતા
 • વિશ્લેષણની સારી ક્ષમતા
 • વૈજ્ઞાનીક વિચારસરણી/ નિર્ણય શક્તી
 • શારીરીક સજ્જતા
 • પડકારરૂપ કામગીરી હાથ પર લેવાની ક્ષમતા

રોજગારની તકો :-

એરોપ્લેન ઉત્પાદક, સરંક્ષણ સેવા, સરકારી સંશોધન સંસ્થાઓ, અવકાશ વૈજ્ઞાનીકો દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનોનાં ઉત્પાદકો, પેરાશુટ, સ્કાય ડાઇવીંગનાં સાધનોનાં ઉત્પાદકો વગેરે…

વળતર :-

વાર્ષિકરૂ! 1.4 લાખ થી 14.85 લાખ

(પગાર માહીતી સ્ત્રોત – પે સ્કેલ ડોટ કોમ)

ભરતી કરનાર કંપનીઓ :-

હિન્દુસ્તાન એરોનોટીકસ લેમીટેડ

નેશનલ એરોસ્પેસ લેબોરેટરીસ

કેવી રીતે પહોચવું (યોગ્યતા) :-

પથ 1:-

ધોરણ બાર – વિજ્ઞાન પ્રવાહ (પી.સી.એમ)

બી.ઇ – એરોનોટીકલ એન્જીનીયરીંગ

પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી – એરોસ્પેસ સાયન્સ

લક્ષ્ય:- એરોસ્પેસ એન્જીનીયર

એરોસ્પેસ સાયન્સ એ ફિઝીકસ (ભૌતીક વિજ્ઞાન), મેથેમેટીકસ (ગણિત), અર્થ સાયન્સ (પ્રુથ્વી વિજ્ઞાન), એરોડાયનેમીક (પવનની ગતિશીલતા) અને બાયોલોજીકલ સાયન્સ (જીવ વિજ્ઞાન) ની પશ્ર્ચાદભૂમી (બેક ગ્રાઉન્ડ)  ધરાવતા લોકો ને પસંદ કરે છે. એરોસ્પેસ એન્જીનીયરો મીકેનીકલ/ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ પશ્ર્ચાદભૂમી (બેક ગ્રાઉન્ડ) ધરાવતા હોય છે.

એરોસ્પેસ એન્જીનીયરીંગ માટે ધોરણ બારની કક્ષાએ ગણિત, ભૌતીક વિજ્ઞાન, અંગ્રેજીમાં સારૂ પ્રદર્શન તેમજ  મીકેનીકલ ડ્રોઇંગ અને કોમ્પ્યુટરમાં કુશળતા માંગે છે. ત્યારબાદ એરોનોટીકલ એન્જીનીયરીંગ/ એરોસ્પેસ એન્જીનીયરીંગમાં ડિગ્રી મેળવેલ હોવી જોઇએ. ભારતમાં જે લોકો એ ઉત્પાદન ઉધોગ (મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રી)માં પોસ્ટ ગ્રેજુએશન કર્યુ હોય છે તેઓ ઉત્પાદન (મેન્યુફેક્ચરીંગ) ક્ષેત્રમાં પ્રવેશ મેળવે છે (હિન્દુસ્તાન એરોનોટીકસ લેમીટેડ/ નેશનલ એરોનોટીકસ લેમીટેડ).

નાસા (NASA) વિવિધ વિષયોમાં ડિગ્રી મેળવવાની તરફેણ કરે છે, જેમકે બાયો-મેડિકલ એન્જીનીયરીંગ, સિરામીક (માટીકામ) એન્જીનીયરીંગ, કેમેસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ એન્જીનીયરીંગ, મટીરીયલ એન્જીનીયરીંગ, મેટલર્જી, ઓપ્ટીકલ એન્જીનીયરીંગ અને ઓશનોગ્રાફી. સામાન્ય રીતે એરોસ્પેસ એન્જીનીયર આ ક્ષેત્રોમાં માસ્ટર્સ કક્ષાએ સ્પેશીયાલાયઝન કરતા હોય છે અને નાસા દ્વારા નિમણુક પામતા પહેલા પી.એચ.ડી  પણ કરતા હોય છે.

ક્યાં અભ્યાસ કરવો ? ભારતમાં ખ્યાતનામ સંસ્થાઓ:-

આઇ.આઇ.ટી

મદ્રાસ ઇન્સટીટ્યુટ ઓફ ટેકનોલોજી

યુનિવર્સિટી ઓફ મદ્રાસ

એરોસ્પેસ એન્જીનીયરીંગ કોર્સ (અભ્યાસ ક્રમ) પ્રદાન કરતી સંસ્થાઓ :-

ઇન્ડીયન ઇન્સટીટ્યુટ ઓફ ટેકનોલોજી મદ્રાસ (આઇ.આઇ.ટી મદ્રાસ)

ઇન્ડીયન ઇન્સટીટ્યુટ ઓફ ટેકનોલોજી બોમ્બે

ઇન્ડીયન ઇન્સટીટ્યુટ ઓફ ટેકનોલોજી કાનપુર (આઇ.આઇ.ટી કાનપુર)

ઇન્ડીયન ઇન્સટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખરકપુર (આઇ.આઇ.ટી કેજીપી)

ઇન્સટીટ્યુટ ઓફ એરોનોટીકલ એન્જીનીયરીંગ

હિન્દુસ્તાન કોલેજ ઓફ એન્જીનીયરીંગ

મદ્રાસ ઇન્સટીટ્યુટ ઓફ ટેકનોલોજી

મોહમ્મદ સાથક એન્જીનીયરીંગ કોલેજ

પંજાબ એન્જીનીયરીંગ કોલેજ

યુનિવર્સિટી ઓફ મદ્રાસ