ધોરણ ૧૨ પછી ‘એર ટ્રાફિક કંટ્રોલર’ (ATC) ઓફિસર તરીકેની કારકિર્દી

એર ટ્રાફિક કંટ્રોલર ઓફિસર / અધિકારી એ એરપોર્ટની અંદર અને તેની આસપાસ એર ટ્રાફિકની ગતિવીધી પર નજર રાખે છે તેમજ તેને દિશા સુચન કરે છે અને ચોક્કસ હવાઇ માર્ગો પર એરોપ્લેનને એકબીજાથી સુરક્ષિત અંતર રાખવામાં માર્ગદર્શન આપે છે.

કામગીરીનું પાર્શ્વદર્શન ( Job Profile ) :-

 • તેઓ એરપોર્ટ પરના તમામ એરોપ્લેનનું સુરક્ષિત આગમન અને પ્રસ્થાનનું સંકલન કરે છે.
 • પાયલોટને વિમાનના સુરક્ષિત ઉતરાણ, ઉડયનને માટે જરૂરી માર્ગદર્શન આપવા તેઓ રડાર અને અન્ય હાઇ-ટેક સાધનો કરે છે.
 • પાયલોટને વિમાનના સુરક્ષિત ઉતરાણ, ઉડયનને માટે હવામાન, પવન, દ્રશ્યતા, ગતી સબંધી માહિતી આપે છે.
 • એરપોર્ટના ગ્રાઉન્ડ ઉપર રહેલ એર ટ્રાફિક ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખે છે.
 • ગ્રાઉન્ડ ટ્રાફિક મેનેજમેન્ટની નિયત પ્રકિયા અનુસાર પાયલોટને વિમાનના સુરક્ષિત ઉતરાણ, ઉડયનને માટે સુચના આપે છે.
 • એટીસી ( ATCs – એર ટ્રાફિક કંટ્રોલર ) ને રડાર પર વિમાનની દેખરેખ રાખવા, પાયલોટ સાથે સંદેશા વ્યાવહાર બનાવી રાખવા અને એરપોર્ટના હવાઇક્ષેત્ર બહાર રહેલ વિમાનને માર્ગદર્શન કરવા પ્રશિક્ષિત કરવામાં આવે છે.
 • એટીસી (ATCs) દ્વારા સંચાલિત એન-રૂટ કંટ્રોલ સેંટરથી એર ટ્રાફિકને માર્ગદર્શન અને નિયંત્રિત કરવામાં આવી છે.
 • એટીસી (ATCs) એ એરોપ્લેન સબંધી આપાતકાલિન સ્થિતી સમયે બચાવ ટુકડીને સાવધ / એલર્ટ કરે છે.

અપેક્ષિત કુશળતા :-

 • ટેકનિકલ બૌધ્ધિકતા
 • ટીમ સદસ્ય
 • સમસ્યા હલનાર
 • નિર્ણય કરનાર
 • બહુહેતુક કાર્યશિલ
 • સ્પષ્ટ ઉચ્ચાર અને ભાષા
 • ધૈય / ધિરજ
 • અસામાન્ય કલાકો અને પાળીઓ ( શિફ્ટ ) માં ધ્યાન કેન્દ્રીત કરી કાર્ય કરવાની ક્ષમતાં

રોજગારની તકો :-

 • એરપોર્ટ
 • ભારતીય વાયુસેના (Indian Air Force )
 • ભારતીય નૌસેના ( Indian Nevy )
 • વિમાન ઉત્પાદન

ભરતી કરનાર મુખ્ય કંપની :

 • એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા ( AAI )
 • હિન્દુસ્તાન એરોનોટિક્સ લીમીટેડ ( HAL )
 • ભારતીય વાયુસેના ( Indian Air Force )
 • ભારતીય નૌસેના ( Indian Nevy )

કેવી રીતે પહુંચવું (યોગ્યતા) :-

પથ 1 :-

 • ધોરણ બાર –

પી.સી.એમ સાથે – વિજ્ઞાન પ્રવાહ

 • સ્નાતક :

બી.ટેક ટેલીકોમ / ઇલેકટ્રોનિકસ / રેડિયો એન્જીનીયરીંગ

 • સિલેકશન ટેસ્ટ :

AAI* /  IAF** / Indian Nevy***

 • તાલીમ
 • લક્ષ્ય:-

મેનેજર એર ટ્રાફિક કંટ્રોલ

પથ 2 :-

 • ધોરણ બાર –

પી.સી.એમ સાથે – વિજ્ઞાન પ્રવાહ

 • વ્યાવસાયિક પરિક્ષા :

ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનીયરીંગ : વિભાગ એ અને બી પરિક્ષા

 • સિલેકશન ટેસ્ટ :

AAI /  IAF / Indian Nevy

 • તાલીમ
 • લક્ષ્ય:-

મેનેજર એર ટ્રાફિક કંટ્રોલ

પથ 3 :-

 • ધોરણ બાર –

પી.સી.એમ સાથે – વિજ્ઞાન પ્રવાહ

 • સિલેકશન ટેસ્ટ :

AAI /  IAF / Indian Nevy

 • તાલીમ
 • લક્ષ્ય:-

મેનેજર એર ટ્રાફિક કંટ્રોલ

પથ 4 :-

 • ધોરણ બાર –

પી.સી.એમ સાથે – વિજ્ઞાન પ્રવાહ

 • ડિપ્લોમા :

ઇલેકટ્રોનિકસ એન્જીનીયરીંગ

 • સિલેકશન ટેસ્ટ :

AAI /  IAF / Indian Nevy

 • લક્ષ્ય:-

સુપ્રિટેન્ડેન્ટ એર ટ્રાફિક કંટ્રોલ

*મેનેજર એર ટ્રાફિક કંટ્રોલ ( Manager ATC ) અને સુપ્રિટેન્ડેન્ટ એર ટ્રાફિક કંટ્રોલ ( Superintendent ATC) માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા ( AAI ) લેખિત પરિક્ષા , ઇન્ટર્વ્યુ, મેડિકલ ટેસ્ટ લે છે. મહતમ વય મર્યાદા 28 વર્ષ હોય છે.

** ભારતીય વાયુસેના ( Indian Air Force ) ની વહિવટી શાખા સર્વિસ સિલેકશન બોર્ડ દ્વારા ATC ઓફિસરની પસંદગી કરે છે.

***Indian Nevy એ સર્વિસ સિલેકશન બોર્ડ દ્વારા ATC ઓફિસરની પસંદગી કરે છે.

**** એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા

**** તાલીમ :-

    પસંદગી પુર્ણ થયા બાદ એર ટ્રાફિક કંટ્રોલર્સએ સિવિલ એવિયેશન સેન્ટર ખાતે તાલીમ લેવાની હોય છે. તાલીમ પુર્ણ થયા બાદ તેઓ રેટીંગ બોર્ડ સમક્ષ ઉપસ્થિત થાય છે અને કંટ્રોલ ટાવર/ રડાર/ એરક્રાફટ કંટ્રોલ / વિમાન ઉડયન સબંધી માહિતી કેન્દ્રો પર કાર્ય કરવા નિશ્ચિત થાય છે.

ક્યાં અભ્યાસ કરવો :-

 • આઇઆઇટી ( IIT )
 • NITs
 • રાજ્યની એન્જીનીયરીંગ કોલેજો
 • AICTE માન્યતા પ્રાપ્ત એન્જીનીયરીંગ કોલેજો
 • ઇંસ્ટીટ્યુટ ઓફ ઇલેક્ટ્રોનિકસ એન્ડ ટેલીકોમ્યુનિકેશન એન્જીનીયરીંગ (IETE)
 • એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા asiindia.org