ધોરણ ૧૨ પછી હોટેલ મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી

હોટલ સંચાલનની કારકિર્દીમાં રોજગારની પુષ્કળ તકો રહેલી છે અને ખૂબ લાભદાયી પણ છે. આ ઉપરાંત, વૈશ્વિકીકરણનાં કારણે આજે હોટલ સંચાલન ઉધોગ વિદેશમાં કારકિર્દી ઘડવામાં પણ ખૂબજ અવકાશ પુરો પાડે છે.

હાલમાં રહેલ અવકાશ :-

હોટલ સંચાલનની કામગીરીમાં વૈવિધ્ય ખુબજ હોય છે અને તેમાં અનેક કૌશલ્ય જેમ કે સંચાલન, ખાધ અને પીણાં અંગેની સેવા, મિલ્કતની સારસંભાળની સેવા, અગ્ર કચેરી કામગીરી વગેરેનો સમન્વય હોય છે.

ખાધ અને પીંણાં સેવા (ફુડ એન્ડ બેવરેજીસ સર્વિસ) :-

આતિથ્ય ઉધોગનાં વિકાસ અને વ્રુધ્ધિનાં કારણે વ્યાવસાયિક રસોઇયાની માંગમાં વધારો થયેલ છે. એક રસોઇયા તરીકે માત્ર સ્વાદિષ્ટ મસાલેદાર વાનગી બનાવવાની જ તકો મળે છે એવું નથી પરંતુ તેના દ્વારા ભવિષ્ય પણ ઘડાય છે. વ્યાવસાયિક રસોઇયા તરીકે હોટલોમાં, રેસ્ટોરન્ટમાં, એરલાઇન્સ ભોજન વ્યવસ્થામાં, ખાધ સંબંધી પ્રક્રિયા કરતી પેઢીઓ (કંપનીઓ)માં, મિઠાઇઓનાં ઉત્પાદનમાં, મોટી લકઝરી નૌકાઓમાં(ક્રૂઝ) વગેરેમાં નોકરી મળે છે..

અગ્ર કચેરી કામગીરી (ફ્રન્ટ ઓફિસ) :-

કોઇ પણ પેઢી (કંપની) માં અગ્ર કચેરી કામગીરી ખુબજ મહત્વની હોય છે. સામાન્યત: અગ્ર કચેરી કર્મચારી જ ગ્રાહક સાથે સંપર્કમાં રહેનાર પ્રથમ વ્યકતી હોય છે. આથી પેઢી (કંપની)ની પ્રાથમિક છાપ મોટા ભાગે તેનાં/ તેણી ઉપર નિર્ભર હોય છે. અગ્ર કચેરીની કામગીરી વ્યાવસાય / ઉધોગ મુજબ અલગ- અલગ હોઇ શકે છે. સામાન્યત: તમામ અગ્ર કચેરી કર્મચારીઓએ ગ્રાહકો અને અસીલોને આવકારવાનું અને તેમની સહાયતા કરવાની હોય છે. આ માટે તેઓ પાસે સંદેશાવ્યાવહાર અંગેનું ઉતમ કૌશલ્ય, પ્રભાવશાળી વ્યક્તિત્વ, અને ગ્રાહકો સાથે સંપર્ક રાખવાનું પસંદ કરતાં હોવા જોઇએ.

મિલ્કતની સારસંભાળ કરવા અંગેની સેવા (હાઉસકિપીંગ સર્વિસ) :-

આ કામગીરીમાં હોટલની સાફ-સફાઇ અને જગ્યાને સ્વચ્છ – સુઘડ રીતે મહેમાનની સામે પેશ કરવાનું સમાવેશ થાય છે. સારસંભાળ લેનાર પર્યવેક્ષક (હાઉસકિપીંગ સુપરવાઇઝર) તમામ સુવિધાઓ કાર્યરત છે અને ગ્રાહકોની અપેક્ષા મુજબ સ્વચ્છતા અને સેવા પરિપુર્ણ છે એની ખાતરી કરે છે.

સામાન્ય કામગીરી ;-

ઓપરેશન મેનેજર દ્વારા પેઢી (કંપની) નાં નિયત ધારાધોરણોને ધ્યાને રાખી કર્મચારીઓ સાથે સંકલન કેળવી, માર્ગદર્શન આપી અને સંચાલન કરી પેઢીનો નફો, ગ્રાહકોનો સંતોષ, અને કાર્યક્ષમતાં વધારવાનું કાર્ય કરે છે.

ભોજન વ્યવસ્થા (કેટરિંગ) :-

કાર્યકમોનું આયોજન/ સંચાલન કરનાર લોકો ભોજન વ્યવસ્થા સાથે સંકળાયેલ વ્યાવસાયિકોનાં ગ્રાહકો હોય છે અને તેમની સાથે તેઓ કાર્ય કરે છે. જેમકે મિટીંગો, લગ્નપ્રસંગો, જમણવાર વગેરે.. ભોજન વ્યવસ્થાપકને મહદઅંશે ગ્રાહકો સાથે ભોજનની વાનગીઓની યાદી તૈયાર કરવાની, અને તે સંબંધી ભાવ નક્કી કર્યા બાદ પ્રસંગ દરમ્યાન રસોઇ બનાવવાની તેમજ પિરસવાની જવાબદારી હોય છે.

હોટલ સંચાલનનાં સ્નાતકો માટે કામગીરીની તકો :-

હોટલ સંચાલનનાં સ્નાતકો કામગીરી બજાવી શકે એવાં ઘણા ઉધોગો છે. જે પૈકી અમુક નીચે મુજબ છે.

 • હોટલ અને રેસ્ટોરન્ટસ
 • એરલાઇન્સ ભોજન વ્યવસ્થા અને કેબિન સેવા
 • કલબ
 • લકઝરી નૌકાઓમાં (ક્રૂઝ)
 • હોસ્પિટલોમાં (વ્યવસ્થાપન)
 • પર્યટન
 • સંસ્થાકિય સંચાલન
 • ભોજન વ્યવસ્થા સેવા (કેટરિંગ)

શિક્ષણ / તાલિમ :-

 • જે વ્યકતિ હોટલ સંચાલનનાં ક્ષેત્રમાં કારકિર્દી બાનાવવા ઇચ્છતાં હોય તેમણે નીચે જણાવેલ ડિગ્રી અભ્યાસક્રમ કરવાં જોઇએ.:-
 • ધોરણ બાર પછી બી.એસ.સી(બી.એચ.એમ) – બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટનો ત્રણ વર્ષનાં અભ્યાસનો વિકલ્પ લઇ શકાય. વિવિધ સરકારી સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, તેમજ હોટેલોની સાંકળો દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાઓ દ્વારા આ પ્રકારનાં અભ્યાસક્રમો કરાવવામાં આવે છે.
 • સ્નાતક થયા બાદ અનુસ્નાતક ડિપ્લોમાં અથવા એમ.એસ.સી પણ કરી શકાય. બંને કોર્ષનો સમયગાળો બે વર્ષનો હોય છે.
 • ધોરણ દસ પછી તુરંત હોટલ મેનેજમેન્ટમાં ડિપ્લોમાં કરવાનો વિકલ્પ પણ પસંદ કરી શકાય.

મુખ્ય કોલેજો :-

 • ઓએલસિડી, નવી દિલ્હી.
 • આઇએચએમ – મુંબઇ, દિલ્હી, ઔરાંગાબાદ, બેંગલુરૂ, હૈદ્રાબાદ, ચેન્નાઇ, કોલકતા, અમદાવાદ
 • વેલકમ ગ્રુપ, સ્કુલ ઓફ હોટલ એડમિનિસ્ટ્રેશ, મનિપાલ
 • નેશનલ કાઉંસિલ ફોર હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરીંગ ટેકનોલોજી, દિલ્હી
 • ઓરીએન્ટલ સ્કુલ ઓફ હોટલ મેનેજમેન્ટ, કેરાલા

હોટલ મેનેજમેન્ટમાં કારકિર્દી આગળ વધારવાં માટે જરૂરી વ્યકતિગત કૌશલ્ય

 • પ્રભાવશાળી વ્યક્તિત્વ, અને ગ્રાહકો સાથે સંપર્ક રાખવાનું પસંદ
 • સંદેશાવ્યાવહાર અંગેનું ઉતમ કૌશલ્ય
 • ઉતમ તર્ક કૌશલ્ય
 • આંકડાકિય અભિરૂચી
 • કારકિર્દીનાં વિકાસ સંબંધી ધિરજ

મુખ્ય પ્રવેશ પરિક્ષાઓ :-

એનસિએચએમસિટી ( નેશનલ કાઉસિલ ફોર હોટલ મેનેજમેન્ટ કેટરીંગ ટેકનોલોજી)

નેશનલ કાઉંસિલ ફોર હોટલ મેનેજમેન્ટ કેટરીંગ ટેકનોલોજી એ ઇંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનાં સહયોગ સાથે ત્રણ (3) વર્ષનો હોટલ વહિવટ અને આતિથ્યતામાં વિજ્ઞાન-શાખામા બેચલરનો અભ્યાસક્રમ ( બેચલર ઓફ સાયન્સ પ્રોગ્રામ ઇન હોસ્પિટાલિટી અને હોટલ એડમિનિસ્ટ્રેશન) રજુ કરે છે.

 • યોગ્યતાં: ઉમેદવારે અંગ્રેજી વિષય સાથે ધોરણ બાર (10+2) પાસ કરેલ હોવું જોઇએ.
 • પરિક્ષા પધ્ધતી :-
               વિષય    પ્રશ્નોની સંખ્યા સમયગાળો
આંકડાકિય ક્ષમતા અને વૈજ્ઞાનિક અભિગમ 30 3 કલાક
બૌધ્ધિક અને તાર્કિક અનુમાન 30 3 કલાક
સામાન્ય જ્ઞાન અને સાંપ્રત પ્રવાહો 30 3 કલાક
અંગ્રેજી ભાષા 30 3 કલાક
સેવા ક્ષેત્ર પ્રત્યે અભિરૂચી 30         3 કલાક


અગત્યની તારીખો :-

અરજી કરવાની તારીખ – ડિસેમ્બર માસનાં પ્રથમ અઠવાડિયામાં

પરિક્ષાની તારીખ – એપ્રિલ માસનાં છેલ્લાં  અઠવાડિયામાં

ઓએલસિડી ( ઓબેરોય સેંટર ફોર લર્નિગ એન્ડ ડવલપમેન્ટ ) :-

 • યોગ્યતાં: ઉમેદવારે ધોરણ બાર (10+2) પાસ કરેલ હોવું જોઇએ.
 • પરિક્ષા પધ્ધતી :- આ અભ્યાસ ક્રમ માટે કોઇ પ્રવેશ પરિક્ષા નથી. પરંતુ ઉમેદવારે પસંદગી પ્રક્રિયાનાં બે રાઉન્ડમાંથી પસાર થવાનું હોય છે.
 • રાઉન્ડ 1 :- નિરીક્ષકની હાજરીમાં ઉમેદવારે 15 થી 20 સહભાગીઓનાં ગ્રૂપમાં પોતાની ઓળખાણ આપવાની હોય છે. અહી નિરીક્ષક ઉમેદવારનું વ્યક્તિત્વ, સંતુલન, અને વાતચિત કરવાની કળા ચકાસે છે.
 • રાઉન્ડ 2 :- પ્રથમ રાઉન્ડમાં સફળ થયેલ ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટર્વ્યુ માટે ઓએલસિડીનાં સભ્યોની બનેલ કમિટી (પેનલ) સમક્ષ આમંત્રિત કરવામાં આવે છે.
 • અગત્યની તારીખો :-

અરજી કરવાની તારીખ :- ઓએલસિડીનાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં ભરતી માટેની પ્રક્રિયા દર વર્ષનાં ઓક્ટોમ્બર થી ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી હોય છે.