શિક્ષક બનતા પહેલા ધ્યાનમાં રાખવાના 5 મુખ્ય મુદ્દા

અધ્યાપન એ ખુબ ઉમદા વ્યવસાય છે. તે ખૂબ સમય અને નિષ્ઠા પણ માંગી લે છે. અધ્યાપન એક  પડકારજનક તેમજ સારું વળતર આપનાર વ્યવસાય છે. અહી એવી 5 બાબતો દર્શાવી છે જે શિક્ષક બનતા પહેલા ધ્યાનમાં રાખવી આવશ્યક છે.

  1. સમય પ્રતિબદ્ધતા:

એક અસરકારક શિક્ષક બનવા માટે એ ખૂબ જરૂરી છે કે તમે જે સાત કે આઠ કલાક શાળામાં હો,  તે બધો જ સમય બાળકો માટે ફાળવો. એનો અર્થ એ થયો કે પાઠ આયોજન તેમજ અસાઇનમેંટ તૈયાર કરવા માટે તમે અલગથી સમય કાઢશો.  શિક્ષક તરીકે સતત વિકસતા રહેવા માટે શિક્ષકોએ વ્યાવસાયિક વિકાસ માટે પણ સમય કાઢવો પડે છે. આ ઉપરાંત તમે તમારા વિદ્યાર્થીઓની બધીજ શાળાકીય પ્રવૃત્તિઓમાં જેવી કે રમત ગમત, નાટકો, કોઈ ક્લબ કે ક્લાસ ની જવાબદારી લેવી, વિવિધ કારણોસર વિદ્યાર્થીઓએ સાથે પ્રવાસ પર જવું વગેરેમાં તમારી જાતને સામેલ કરો.

  1. પગાર

શિક્ષકોના પગાર વિષે લોકોમાં મોટી ચર્ચાઓ થાય છે. એ સાચું છે કે શિક્ષકોને અન્ય વ્યવસાયિકો જેટલા આકર્ષક પગાર નથી મળતા ખાસ કરીને વધારાના સમયના કામ બાબતે. . જો કે દરેક રાજ્ય અને જિલ્લો શિક્ષકોના પગારની બાબતમાં એક બીજાથી જુદો હોય શકે છે. ઉપરાંત જ્યારે તમે પગારની સમીક્ષા કરો ત્યારે તમે કેટલા મહિના કામ કર્યું તે પણ જોવું જરૂરી છે. તમે 25000 ના માસિક પગારથી નોકરી શરૂ કરી પણ તમને સાથોસાથ ઉનાળાનું વેકેશન મળે છે તે ધ્યાનમાં લેવું જરૂરી છે. ઘણા લોકો પોતાની વાર્ષિક આવક વધારવા માટે ઉનાળાના વેકેશનમાં પણ અધ્યાપન કાર્ય કરે છે.

  1. આદર કે અવગણના

અધ્યાપન એ એવો વિશિષ્ટ વ્યવસાય છે જેમાં તમને આદર પણ મળે છે તેમજ દયાના પાત્ર પણ બનાવવામાં આવે છે. ઘણીવાર એવું પણ બને છે કે જ્યારે તમે લોકોને કહો છો કે તમે શિક્ષક છો તો તેઓ તમને આશ્વાસન આપે છે! તેઓ એવું પણ કહેશે કે તેઓ તમારું કાર્ય ક્યારેય ના કરી શક્યા હોત. તેઓ તમને તેમના પોતાના બાળપણના અથવા પોતાના બાળકના શાળા ના અને શિક્ષકોના ખરાબ અનુભવો પણ કહેશે. આવી મૂંઝવણભરી પરિસ્થિતિનો સામનો તમારે આંખો અને મન ખુલ્લુ રાખી કરવો પડશે.

  1. સમુદાયની અપેક્ષાઓ

એક શિક્ષકે શું કરવું જોઈએ એ વિષે બધાને પોતપોતાના અભિપ્રાયો હોય છે. લોકો તમને વિવિધ અલગ અલગ દિશાઓમાં દોરી જવા પ્રયત્નો કરશે. આજના આધુનિક શિક્ષક ની ભૂમિકા બહુઆયામી હોય છે. તે એક શિક્ષક હોવાની સાથોસાથ માર્ગદર્શક, પરિચારક, કારકિર્દી સલાહકાર, પ્રવૃતીઓના ભાગીદાર, વાલી, મિત્ર અને નવીન બાબતોના પ્રેરક એમ વિવિધ ભૂમિકાઓ ભજવે છે. શિક્ષક તરીકે તમારી પાસે અલગ અલગ કક્ષા અને ક્ષમતા ધરાવતા બાળકોનો સમૂહ હશે અને એ વિવિધતામાં કઈ રીતે તમે દરેકની વ્યક્તિગત જરૂરિયાત ઓળખીને શિક્ષણ આપો છો તેમાં તમારું શિક્ષક તરીકેનું મૂલ્યાંકન થાય છે. આ કામ પડકારજનક છે તેમજ ખૂબ સારો બદલો આપનારું પણ છે.

  1. સંવેદનાત્મક પ્રતિબદ્ધતા (ઇમોશનલ કમિટમેંટ)

અધ્યાપન એ કોઈ ટેબલ વર્ક નથી. આ કાર્યમાં પ્રતિદિન તમે તમારું શ્રેષ્ઠ યોગદાન આપો એ જરૂરી છે. મહાન શિક્ષકો પોતાના વિષયવસ્તુ તેમજ વિદ્યાર્થીઓએ સાથે લાગણીથી જોડાયેલા હોય છે. વિદ્યાર્થીઓએ શિક્ષકોને પોતાના સમજે છે. તેઓ માને છે કે તમે ત્યાં તેમના માટે જ છો. તેઓ એવું ધારે છે કે તમારું જીવન એમની આસપાસ કેન્દ્રિત થયેલું છે. તમને એ આદર્શ માને છે. સમાજમાં તમને એક સામાન્ય વ્યક્તિની જેમ વર્તન કરતાં જીવતા જોઈને વિદ્યાર્થીને નવાઈ લાગે છે. તમે ગમે ત્યાં જાઓ તમને તમારા વિદ્યાર્થીઓનો ભેટો થઈ જાય એ ખૂબ સ્વાભાવિક બાબત છે. આથી સમાજમાં તમારી બહોળી ઓળખ હોવાની એ બાબત વિષે માનસિક રીતે તૈયાર રહેવું અપેક્ષિત છે.