“ધોરણ ૧૨” પછી નો મેનેજમેન્ટ ક્ષેત્ર નો આજ સુધી નો સૌથી શ્રેષ્ઠ કોર્સ એટલે “B.Voc” (Banking & Finance)

“ભારત સરકાર” ના “માનવ સંસાધન વિકાસ મંત્રાલય” (MHRD) ની દેખરેખ હેઠળ,

“ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન” (AICTE) ની ગ્રાન્ટ સહાય થી,

“તાતા ઇન્સ્ટીટયુટ ઓફ સોશ્યલ સાયન્સ” ની “સ્કુલ ઓફ વોકેશનલ એજ્યુકેશન” દ્વારા શરુ કરાયેલ

“નેશનલ એમ્પ્લોયેબીલીટી એન્હાંસમેન્ટ મિશન” (NEEM) સ્કીમ અંતર્ગત જોડાણ સાથે,

અને માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના “સ્કીલ ઇન્ડિયા” કેમ્પેન ને સમર્થન આપતો

ધોરણ ૧૨ પછી નોમેનેજમેન્ટ ક્ષેત્ર નો

આજ સુધી નો સૌથી શ્રેષ્ઠ કોર્સ એટલે

bvoc

(બેચલર ઓફ વોકેશનલ એજ્યુકેશન)

 • Education – ઉચ્ચ કક્ષા ની ગવર્નમેન્ટ યુનિવર્સીટી માંથી મળતી બેચલર ડીગ્રી

 • Experience – ભણતર સાથે જ પ્રેક્ટીકલ / અનુભવ માટે ઓન ધ જોબ ટ્રેઈનીંગ

 • Earning – ટ્રેઈનીંગ સાથે સ્ટાઇપેંડ કમાઈ ફી ભરવાની તક

ઘણા સમય થી આપડી એજ્યુકેશન સિસ્ટમ ની એક ખુબ મોટી ખામી ઉડી ને આખે વળગે એવી હતી અને એ એટલે આપણા “ભણતર ની સાથે ગણતર (અનુભવ) નો અભાવ”. વિદ્યાર્થીઓ ચોપડીયું જ્ઞાન મેળવી ને એન્જિનિયર કે MBA તો બની જાય છે પરંતુ એ પછી જયારે નોકરી ની વાત આવે તો લોકો તેને ફ્રેશર કહી અને BBA/B.Com પછી નોકરી નથી આપતા અને વિદ્યાર્થીઓ બેરોજગાર રહે છે. જે વિદ્યાર્થીઓ ને રોજગારી મળે છે એ પણ MBA/Engineering કરી ને પણ ૮૦૦૦ થી ૧૦૦૦૦ માંડ મેળવી શકે છે જયારે તે કોર્સ માટે ની ફી માં-બાપ એ લાખો રૂપિયા માં ભરી હોય છે.

આ જ કારણે આપ જોઈ શકશો કે ફક્ત જુજ IIM/IIT જેવી કોલેજો (જ્યાં અનુભવી વિદ્યાર્થી જ આવે છે અથવા ભણતર સાથે જ અનુભવ મેળવે છે) અને મેડીકલ જેવા કોર્સ (જ્યાં વિદ્યાર્થી ને થીયરી કરતા ઓન ધ જોબ ટ્રેનીંગ વધુ અપાય છે) સિવાય ની બધી કોલેજ અને કોર્સ ના પ્લેસમેન્ટ ઝીરો અથવા તો ખુબ જ ઓછા થઇ ગયા છે. અને માસ મોટી ફી ભરી કોલેજ માંથી મોટી ડીગ્રી લઇ ને પછી પણ વિદ્યાર્થી રોજગારી માટે ફાફા મારતો હોય છે.

આ પ્રોબ્લેમ પાછળ હાથ કોનો?

વિદ્યાર્થીઓ નો પ્રોબ્લેમ એ છે કે કોઈ એને પેહલો અનુભવ લેવા નોકરી આપે તો એ બીજે અનુભવી થઇ ને જઈ શકે જયારે સામે ઇન્ડસ્ટ્રીઝ નું એમ માનવું છે કે અમારે જો શિખવાડવાનું પણ હોય, ટ્રેનીંગ પણ આપવાની હોય અને ઉપર થી સેલેરી પણ આપવાની? એ તો કેમ પોસાય? વાત તો એ પણ સાચી છે. તો સામે પ્રોફેસર્સ, ટીચર્સ અને એકેડેમિક માં રહેલા લોકો એવું માને છે કે અમે થીયરી શીખવાડી શકીએ પણ પ્રેક્ટીકલ ટ્રેનીંગ તો વિદ્યાર્થી ને અનુભવ થી ઇન્ડસ્ટ્રીઝ માં જ મળે.

આ વાત પણ એમ તો સાચી જ છે કારણ કે કોઈ ને તરતા (સ્વીમીંગ) શીખવું હોય તો કઈ ક્લાસ રૂમ માં 5 કલાક નો લેકચર લઇ ને ના શીખવાડી સકાય અને એજ રીતે કોઈ ને બેન્કિગ, માર્કેટિંગ, મેનેજમેન્ટ કે એન્જીનીયરીંગ પણ ફક્ત ક્લાસ રૂમ માં ના જ શીખવાડી શકાય. એના માટે જરૂરી છે કે વિદ્યાર્થી ભણતા ભણતા જ અનુભવ મેળવે.

સોલ્યુશન રૂપે B.Voc જેવા કોર્સ ની જરૂરિયાત

આ બધા એજ્યુકેશન ના પ્રોબ્લેમ ના સોલ્યુશન માં એક જ વસ્તુ છે અને એ “ભણતર સાથે જ અનુભવ”. વિધાર્થી ને જો ભણતા ની સાથે જ ઓન ધ જોબ ટ્રેનીંગ આપવા માં આવે તો એ ભણતર પછી સરળતા થી નોકરી કે ધંધો કઈ પણ કરી શકે.

આ જ સોલ્યુશન ના ભાગ રૂપે કેન્દ્ર સરકાર ની સંસ્થા UGC (યુનિવર્સીટી ગ્રાન્ટ્સ કમીશન) દ્વારા વર્ષ ૨૦૧૦ પછી એક નવા કોર્સ વિશે ની રૂપરેખા અને ગાઈડલાઈન્સ આપવા માં આવી કે જે કોર્સ આ બધા પ્રોબ્લેમ નું નિવારણ બની શકે અને એ કોર્સ એટલે B.Voc (બેચલર ઓફ વોકેશન). આ કોર્સ માં વિદ્યાર્થી ને ફક્ત થીયરી જ નહિ પરંતુ તેની સાથે સાથે દરરોજ પ્રેક્ટીકલ ઓન ધ જોબ ટ્રેનીંગ પણ લેવાની હોય છે.

B.Voc: અનુભવ સાથે મળતી ડીગ્રી

તાતા ઇન્સ્ટીટયુટ ઓફ સોશ્યલ સાયન્સ (TISS) ની સ્કુલ ઓફ વોકેશનલ એજ્યુકેશન (SVE) દ્વારા જે કન્સેપ્ટ થી B.Voc ની શરૂઆત કરવામાં આવી છે એ એપ્રોચ ને “વર્ક ઇન્ટીગ્રેટેડ ટ્રેઈનીંગ પ્રોગ્રામ (WITP)” તરીકે ઓળખવામાં આવે છે કે જેનો સાદો અર્થ થાય છે ભણવા ની મોટી મોટી થીયરી ની વાતો કરવા ને બદલે “ભણતર સાથે ગણતર”. આ કન્સેપ્ટ ને ભારત માં પેહલી વાર એપ્લાય કરનાર TISS જ છે. આ પધ્ધતિ નો મુખ્ય ધ્યેય એ જ છે કે વિદ્યાર્થી ફક્ત ચોપડી માં માથું નાખી ભણવા ને બદલે જે ભણે છે તેનો વાસ્તવિક અનુભવ એ જ ક્ષેત્ર માં કામ કરી ને મેળવે અને એ પણ ભણતા ભણતા જ.

અર્ન વાહ્યીલ યુ લર્ન : “ભણતર સાથે જ કમાણી”

B.Voc માં વિદ્યાર્થી જે ઓન ધ જોબ ટ્રેનીંગ મેળવે છે એ ટ્રેઈનીંગ દરમ્યાન જો સારું કામ કરે તો સ્ટાઇપેંડ પણ મેળવે છે. હાલ રાજકોટ ખાતે B.Voc કરનારા વિદ્યાર્થીઓ માંથી ૯૮% વિદ્યાર્થીઓ દર મહીને એવરેજ ૫૦૦૦ થી ૬૦૦૦ સ્ટાઇપેંડ મેળવી રહ્યા છે. આનો મુખ્ય ફાયદો એ થાય કે આ કોર્સ ની ફી સરકાર દ્વારા નહીવત જ રાખવા માં આવી હોવા છતાં એટલી ફી પણ વિદ્યાર્થી પોતાના સ્ટાઇપેંડ માંથી જ કાઢી અને ભણી શકે. આ મુજબ ખરાબ આર્થિક પરિસ્થિતિ માંથી પસાર થતા વિદ્યાર્થીઓ પણ આ કોર્સ માં આરામ થી વિના સંકોચે જોડાય શકે છે.

BBA/B.Com જેવા અન્ય કોઈ પણ કોર્સ કરતા ચડિયાતો કોર્સ

આ કોર્સ ની શરૂઆત ભારત સરકાર ની મીનીસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ (MHRD) ની ગ્રાન્ટ દ્વારા રજુ થયેલ હોવાથી અને આ કોર્સ ની ડીગ્રી ખુદ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન (AICTE) અને TISS એનાયત કરે છે તેથી આ કોર્સ સૌથી ચડિયાતો છે. ઉપરાંત આમાં અઢળક પ્રેક્ટીકલ નોલેજ અને અનુભવ મળે છે અને સાથે સાથે ભણતા ભણતા જ કમાણી કરી ફી ભરવાની તક પણ મળતી હોવા થી અન્ય કોઈ પણ કોર્સ સાથે સરખામણી પણ કરવી એ નકામી છે.

                કોર્સ સ્ટ્રક્ચર

થીયરી: TISS દ્વારા થીયરી કોર્સ ડીઝાઇન કરવા માટે સેન્ટર ફોર એક્સેલેન્સ ની સ્થાપના કરવામાં આવી છે જેમાં દરરેક ક્ષેત્ર ના ઇન્ડસ્ટ્રીઝ એક્સપર્ટ થીયરી કરીક્યુલમ તૈયાર કરવા માં મદદ કરે છે. આ ઉપરાંત TISS એ દરરેક ક્ષેત્ર ના કોર્સ સ્પેશ્યલાઇઝેશન મુજબ વર્ટીકલ એન્કર ની પણ નિમણુંક કરેલી છે કે જે તે કોર્સ નો થીયરી કરીક્યુંલમ બનાવવા ના નિષ્ણાત છે.

વિદ્યાર્થીઓ રોજ ના ૨ કલાક એમ અઠવાડિયા ના ૧૨ કલાક થીયરી નોલેજ મેળવે છે જે સામાન્ય રીતે દરરોજ સવારે ૭.૩૦ થી લઇ ૯.3૦ વાગ્યા સુધી ના થીયરી ક્લાસ દ્વારા અપાય છે.

વિદ્યાર્થીઓ રોજ ના ૪ થી ૭ કલાક અને વર્ષ ના ઓછા માં ઓછા ૭૨૦ કલાક આવી ઓન ધ જોબ ટ્રેઈનીંગ કોઈ પણ કંપની કે સંસ્થા સાથે મેળવે છે.

પ્રેક્ટીકલ ઓન ધ જોબ ટ્રેઈનીંગ: TISS દ્વારા વિદ્યાર્થીઓ ને પ્રેક્ટીકલ નોલેજ આપવા માટે “સ્કીલ નોલેજ પાર્ટનર (SKP)” ની સાથે જોડાણ કરવામાં આવે છે. સામાન્ય રીતે SKP એ જે તે ક્ષત્રે કામ કરતી મોટી કે નાની કંપનીઓ કે સસ્ન્થાઓ હોય છે જેમ કે ટેલીકોમ ક્ષેત્રે વોડાફોન, બેન્કિગ ક્ષેત્રે HDFC, રેઈટેલ ક્ષેત્રે બીગ બાઝાર વગેરે. વિદ્યાર્થી પ્રેક્ટીકલ નોલેજ મેળવવા માટે દરરોજ આ SKP / કંપની માં પોતે શીખેલી થીયરી નો એક્ચ્યુઅલ યુઝ કઈ રીતે થાય છે એ જાણવા માટે ઓન ધ જોબ ટ્રેઈનીંગ મેળવે છે.

B.Voc ના મેનેજમેન્ટ ક્ષેત્ર ના સ્પેશ્યલાઇઝેશન

B.Voc માં રાજકોટ ખાતે હાલ બે અલગ અલગ મેનેજમેન્ટ ક્ષેત્ર ના સ્પેશ્યલાઇઝેશન મળી શકે એમ છે.

1. બેન્કિગ એન્ડ ફાયનાન્સીયલ સર્વિસીસ (BFSI): વિદ્યાર્થીઓ અને વાલીઓ ની ખુબ જ ડીમાન્ડ ને કારણે રાજકોટ ખાતે આ વર્ષ થી નવું સ્પેશ્યલાઇઝેશન શરુ થવા જઈ રહ્યું છે કે જે ડેડીકેટેડ બેન્કિગ અને ફાયનાન્સ ના પ્રોફેશનલ્સ ને તૈયાર કરવા માટે કટીબદ્ધ છે.

બેન્કિગ અને ફાયનાન્સ એ હાલ ભારત માં સૌથી વધુ સ્કોપ ધરાવતું ક્ષેત્ર છે. ઘણી નવી પ્રાઇવેટ અને ઇન્ટરનેશનલ બેન્કસ તેમજ અઢળક ફાયનાન્સ સર્વિસ આપતી કંપનીઓ ને કારણે આ ક્ષેત્ર નું ફલક દિવસે ને દિવસે વધતું જ જાય છે. ઉપરાંત ગુજરાત ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના સ્વપ્ન સમાન “ગુજરાત ફાયનાન્સ એન્ડ ટેક સીટી” (GIFT CITY) તૈયાર થઇ રહ્યું છે જેથી આવતા 3 વર્ષ માં ગુજરાત માં આખા ભારત કરતા સૌથી વધુ ફાયનાન્સ પ્રોફેશનલ્સ ની ડિમાન્ડ હશે.

સ્કોપ: વિદ્યાર્થી આ સ્પેશ્યલાઇઝેશન માં B.Voc કર્યા બાદ અલગ અલગ ક્ષેત્રો જેવા કે બેન્ક, ફાયનાન્સ કંપની, ફાયનાન્સ ડાયરેક્ટ સેલ્સ એસોસિએટ્સ, ઈન્સ્યોરન્સ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક બ્રોકર્સ, સ્ટોક માર્કેટ્સ, ક્રેડીટ રેટિંગ કંપનીઓ, નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ, ફાયનાન્સ કો-ઓપરેટીવ, માઈક્રો ફાયનાન્સ કંપનીઓ, લેન્ડીગ એજન્સીઓ, ક્રેડીટ કાર્ડ કંપનીઓ, ગોલ્ડ ફાયનાન્સ કંપનીઓ, ફાયનાન્સ સોફ્ટવેર કંપનીઓ વગેરે ક્ષેત્રે અલગ અલગ અઢળક પોઝીશન પર જોબ મેળવી શકે છે.

2. માર્કેટિંગ એન્ડ સેલ્સ: હાલ ૭૦ વિદ્યાર્થીઓ રાજકોટ ખાતે આ સ્પેશ્યલાઇઝેશન સાથે B.Voc કરી રહ્યા છે. માર્કેટિંગ અને સેલ્સ એ દરરેક કંપની માટે ખુબ જ જરૂરી હોવા થી ખુબ જ સ્કોપ વાળો વિષય બની રહે છે. વધુ માં વિદ્યાર્થી આ સ્પેશ્યલાઇઝેશન સાથે કોઈ પણ કંપની માં જોડાય શકે છે કારણ કે બધી જ કંપની અને બધા જ ક્ષેત્રો માં આ લોકો ની ખુબ જ ડીમાંડ હોય છે.

સ્કોપ: વિદ્યાર્થી આ સ્પેશ્યલાઇઝેશન માં B.Voc કર્યા બાદ ટેલીકોમ, રિટેલ, બેન્કિગ, ફાયનાન્સ, FMCG, મેન્યુફેક્ચરિંગ, એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટિકલ, મીડિયા, ઇવેન્ટ વગેરે જેવા ક્ષત્રો માં મેનેજમેન્ટ ટ્રેઈની, માર્કેટ રિસર્ચર, એક્ઝીક્યુટીવ, સેલ્સ મેનેજર, માર્કેટિંગ મેનેજર, સોશ્યલ મીડિયા મેનેજર, બ્રાંડ ડેવલપર, PR કન્સલ્ટન્ટ તથા અન્ય ઘણી અલગ અલગ પોઝીશન પર જોબ મેળવી શકે છે.

B.Voc કોર્સ કરવા માટે ની લાયકાત

વિદ્યાર્થી આ કોર્સ માં જોડવા માટે ધોરણ ૧૨ માં ઓછા માં ઓછા ૪૦% સાથે પાસ હોવો જરૂરી છે અથવા ધોરણ ૧૦ પછી ૨ વર્ષ સરકાર માન્ય ITI અથવા HSC સમક્ષ નો કોર્સ કરેલ હોવો જરૂરી છે.

સીટ અવેલેબીલીટી અને એડમીશન પ્રોસીજર

B.Voc માં રાજકોટ ખાતે એડમીશન માટે હાલ નીચે મુજબ સીટ અવેલેબલ છે.

સ્પેશ્યલાઇઝેશન સીટ ની સંખ્યા
B.Voc in Marketing and Sales (M&S) 75
B.Voc in Banking and Financial Services (BFSI) 75
કુલ સીટ ની સંખ્યા ૧૫૦

એડમીશન ધોરણ ૧૨ ના પર્સન્ટેજ અને ઈન્ટરવ્યું ના આધારે મેરીટ બનાવી અને આગળ આવતા વિદ્યાર્થીઓ ને આપવા માં આવે છે. છતાં પાર્ટ ટાઇમ કે ફૂલ ટાઇમ જોબ કરતા અથવા જે તે ક્ષેત્ર નો અનુભવ ધરાવતા વિદ્યાર્થીઓ ને અગ્રીમતા આપવા માં આવે છે.

મલ્ટીપલ એન્ટ્રી

વિદ્યાર્થીઓ આ કોર્સ માં પેહલા વર્ષ અને બીજા વર્ષ એમ બે એન્ટ્રી લેવેલ થી જોડાઈ શકે છે જે નીચે મુજબ છે.

એન્ટ્રી લેવેલ ક્યાં વર્ષ માં પ્રવેશ ક્વોલિફિકેશન
ફર્સ્ટ યર B.Voc ધોરણ ૧૨ પાસ ૪૦% સાથે
સેકંડ યર B.Voc ગ્રેજ્યુએશન / કોલેજ નું પ્રથમ વર્ષ પૂર્ણ કરેલ હોવું જોઈએ.

તાતા ઇન્સ્ટીટયુટ ઓફ સોશ્યલ સાયન્સ – એક ઓળખ

તાતા ઇન્સ્ટીટયુટ ઓફ સોશ્યલ સાયન્સ (TISS) ની સ્થાપના આજ થી ૮૦ વર્ષ પેહલા શ્રી દોરાબજી તાતા દ્વારા ૧૯૩૬ માં થયા બાદ ૧૯૬૪ માં તેને યુનિવર્સીટી ગ્રાન્ટ્સ કમીશન (UGC) દ્વારા ભારત સરકાર ની ડીમ્ડ યુનિવર્સીટી તરીકે માન્યતા આપવામાં આવી. આપણા દેશ ની અન્ય ડીમ્ડ યુનિવર્સીટીઓ જેમકે IIT, IIM, AIIMS, EDI વગેરે ની હરોળ માં આવતા આ ઇન્સ્ટીટયુટ ને ભારત સરકાર ની ઘણી મીનીસ્ટ્રી તથા યુનાઇટેડ નેશન્સ જેવી ઇન્ટરનેશનલ સંસ્થા એ “An Institute of Repute” તરીકે ઓળખાવી છે.

ભારત ના પ્રીમિયર ઇન્સ્ટીટયુટ ગણાતા TISS ને NAAC દ્વારા 5 સ્ટાર રેટિંગ આપી ૨૦૦૨ માં ગ્રેડ A ઇન્સ્ટીટયુટ તરીકે જાહેર કરેલ છે. ઉપરાંત ૨૦૧૦ માં NAAC એ 4 માંથી 3.88 નો સ્કોર આપી ફરીથી TISS ની રેપ્યુટેશન માં વધારો કર્યો.

મુંબઈ, ગુવાહાટી, તુલજાપુર, હૈદરાબાદ વગેરે જગ્યાએ કેમ્પસ ધરાવતા TISS માંથી હવે ગુજરાત ના વિદ્યાર્થીઓ પણ ડીગ્રી મેળવી શકે એ હેતુ થી TISS – SVE (સ્કુલ ઓફ વોકેશનલ એજ્યુકેશન) એ Drona Foundation સાથે મળી ને રાજકોટ ખાતે પણ ધોરણ ૧૨ પછી ના B.Voc નામના કોર્સ ની શરૂઆત કરી છે.

ધોરણ ૧૨ પછી B.Voc કરવાના મુખ્ય ફાયદાઓ

૧. ધોરણ ૧૨ (કોમર્સ) પછી વિદ્યાર્થી જ્યાં B.Com, BBA કરી નહીવત અનુભવ અને ફક્ત ચોપડીયું જ્ઞાન મેળવે છે ત્યાં તેમને B.Voc માં દરરોજ પ્રેક્ટીકલ એક્સપીરીયન્સ મેળવવા ની તક મળે છે.

૨. રોજ ની ૨ કલાક થીયરી અને ૪ કલાક જેટલું પ્રેક્ટીકલ જ્ઞાન કે જે બીજા કોઈ કોર્સ માં ઉપલબ્ધ નથી.

3. ત્રણ વર્ષ પછી વિદ્યાર્થી ને ફક્ત ડીગ્રી જ નહિ પરંતુ ડીગ્રી સાથે 3 વર્ષ નો અનુભવ પણ મળે છે જેથી અન્ય કોર્સના “ફ્રેશર” ગણાતા વિદ્યાર્થીઓ સામે આ વિદ્યાર્થીઓ ના પ્લેસમેન્ટ ઘણા સારા થાય છે.

૪. પ્રેક્ટીકલ ટ્રેઈનીંગ દરમ્યાન વિદ્યાર્થી સ્ટાઇપેંડ પણ કમાઈ પોતાની ફી તથા અન્ય ખર્ચ ને પોહચી વળવા મદદ મેળવી શકે છે. (હાલ રાજકોટ ખાતે ના B.Voc કરી રહેલ ૭૦ જેટલા વિદ્યાર્થીઓ રૂ. 3૦૦૦ થી લઇ રૂ. ૧૫૦૦૦ જેટલું માસિક સ્ટાઇપેંડ મેળવે છે.)

૫. બેચલર ઓફ વોકેશન (B.Voc) માં રાજકોટ ના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ, એન્ટરપ્રેન્યોર્શીપ તથા પ્રોફેશનલ સ્કીલ વર્ટીકલ અંતર્ગત  “બેન્કિંગ એન્ડ ફાયનાન્સ” તેમજ “માર્કેટિંગ એન્ડ સેલ્સ ” ક્ષેત્રે સ્પેશ્યલાઇઝેશન મેળવી શકશે.

7 thoughts on ““ધોરણ ૧૨” પછી નો મેનેજમેન્ટ ક્ષેત્ર નો આજ સુધી નો સૌથી શ્રેષ્ઠ કોર્સ એટલે “B.Voc” (Banking & Finance)

 1. hello sir,
  I’M BHARAT
  SIR I STUDY IN 11 Commerce

  SIR MARE 12 MA PACHI COMPUTER LEVALE KHUB J AAGAL JAVU CHHE
  SO PLS SIR
  GIVE ME ADVISE
  PLEASE

  THANK YOU

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s