વાંક કોનો? પોરબંદર ની ઠંડી જનતા ની સહનશીલતા નો કે સત્તાધીશો ની બેદરકારી નો?

ફ્લાયઓવર મુવમેન્ટ કહે છે: જાગ પોરબંદર, હવે તો જાગ!!!

જે ગામ ના એક સીધા સાદા વાણીયા વેપારી શેઠ ના છોકરા એ જીદ કરી ને આખી દુનિયા ને હચમચાવી નાખી એવા “ગાંધી” ના ગામ ના લોકો આટલા ઠંડા જોઈ ને આપણને ક્યારેક આપણા પોતાના પોરબંદર વાસી હોવા પર શંકા નથી જાગતી?

“ગાંધી” ને આફ્રિકા જેવી પારકી ભૂમિ માં કોઈ એ ફર્સ્ટ ક્લાસ માં ના બેસવા દેતા થયેલા અપમાન નો જવાબ એણે આફ્રિકા માંથી અંગ્રેજો ને હાકી કાઢી ને આપ્યો, અને એના જ ગામ પોરબંદર માં કેટલા વાસી પ્રશ્નો ની ગંધ માં આપણે સડીએ છીએ પણ આપણું લોહી તો પણ આટલું ઠંડુ?

અહિયાં પ્રશ્ન ખાલી રેલ્વે ફાટક કે ફ્લાયઓવર નો નથી, પ્રશ્ન છે આપની પોતાની પરિસ્થિતિ પ્રત્યે આપણી ખુદ ની બેદરકારી નો. અને જો આપણને જ આપણી પડી ના હોય તો બીજા કોને પડી હોય.

ફ્લાયઓવર નીચે ના રેલ્વે ફાટક ના ૬૨ પગથીયા ચડી ને ઉતરી બીજી બાજુ ના જઈ શકાય તો આપણે ઘરે બેસી રેવા માટે તૈયાર છીએ પરંતુ પોરબંદર ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એ જયારે આ પ્રશ્ન કલેકટર અને પ્રધાનમંત્રી સુધી રજુ કર્યો ત્યારે તેમની સાથે પ્રજા માંથી કેટલા લોકો એ સાથ આપ્યો?

ખેર, એ વખતે ચલાવેલી મુવમેન્ટ ના અગ્રણીઓ ગજરા સાહેબ, બરાઈ સાહેબ અને જાની સાહેબ જેવા સીનીયર સિટીઝન લોકો ના પ્રયાસ થકી એ પ્રશ્ન નું ટેમ્પરરી સોલ્યુશન તો આવી ગયું પણ એ સમયે આપણે યુવાનો શું કરતા તા??? ઊંઘતા હતા કે WhatsApp અને Facebook પર મસ મોટા દેશભક્તિ ના મેસેજ ફોરવર્ડ કરતા હતા??

અને પાછી જો દેશભક્તિ જાગી ઉઠે તો આપણે કરીએ છીએ શું? રોડ ઉપર ઉતરી ને તોફાન? દંગા? મારા મારી? તોડ ફોડ? હો હો ને દેકારો? પોલીસ સાથે જગડા? આ સિવાય આપણને બીજું કઈ આવડે છે?

એટલે, હવે શું “ગાંધી” ના ગામ માં પણ “સત્ય અને અહિંસા” થી લડત કેમ ચલાવી શકાય એના ક્લાસ ચાલુ કરવા પડશે?? સવિનય કાનુન ભંગ, સત્યાગ્રહ, આમરણાંત ઉપવાસ, અસહકાર ની લડત જેવા ગાંધી ના શબ્દો ની સાચી વ્યાખ્યા ના વિડીઓ બનાવી You Tube પર વાઈરલ થશે તો જ આપણને ભાન પડશે કે દેશ હિત માટે ની લડત કેમ લડાય?

શરમ આવવી જોઈએ આપણને પોતાને આપણા વજૂદ ઉપર જો “ગાંધી” નું ગામ એ જયારે જેમ મૂકી ને ગયા હતા ત્યાર નું ૬૦ વર્ષ થી એમ નું એમ જ હોય.

બિસ્તરા પોટલા બાંધી ને બીજા ગામ માં રહેવા જતું રેહવું જોઈએ જો આપણા માં આપણા ગામ નો વિકાસ કરવા ની ત્રેવડ ના હોય તો. આ ગામ ના રહી ને એટ લીસ્ટ “ગાંધી” નું નામ તો ના લાજાવીએ!!!

જેને આ આર્ટીકલ પણ પૂરો વાચવાની ફુરસદ નહિ હોય એટલા બીઝી લોકો પાન ના ગલ્લે, ફાકી ચોળતા ચોળતા બોલતા હશે કે ભાઈ આપણા ગામ નું કઈ ના થાય. આ રાજકારણીઓ અને સરકાર જ એવી છે. આવા “પ્રતિક જોશી” કઈક પ્રોફેસરો નીકળી પડે છે પોતાની પબ્લીસીટી કરવા, એના થી કઈ નહિ થાય. ઠીક જોયા હવે.

ભાઈ! તારું કઈ નહિ થાય. સરકાર અને સત્તાધીશો પર આંગળી ચીંધતા પેહલા તું તારું પાન વાળું મોઢું સાફ કરતા એટલું તો વિચાર કે તે આ દેશ માટે વાતો ના વડા કર્યા સિવાય તે કર્યું શું?

કોઈ પણ સરકાર કે વિરોધ પક્ષ ક્યારેય પ્રજા નું સારું ના કરી શકે જો પ્રજા માં પોતાની માંગણીઓ સરકાર સુધી કે લઇ જવાની પણ ત્રેવડ ના હોય. જો આપણે આપણું સુખ મેળવવા થોડા પણ આગળ ના આવી શકીએ તો આપણને કોઈ હક નથી કે રાજકારણીઓ પર આંગળી ચીંધી શકીએ.

કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ નેતા હોય, કોઈ પણ સરકાર હોય જો પ્રજામાં તેમને તેમની ફરજો યાદ કરાવા ની ત્રેવડ ના હોય તો પ્રજા એ એવી આપેક્ષા ના રાખવી જોઈએ કે આ કલિયુગ માં પણ કોઈ રામ આવશે અને આપણે કઈ નહિ બોલીએ તો પણ સુખે થી રાજ્ય ચલાવશે.

જ્યાં સુધી રાજ્ય ચલાવા સતયુગ ના રામ ના આવે ત્યાં સુધી આ કલિયુગ માં, પ્રજા માંથી જ કોઈ ને તો કૃષ્ણ, અર્જુન કે ગાંધી બનવું જ પડશે.

પોરબંદર ફ્લાયઓવર મુવમેન્ટ તો એક બહાનું છે આપણી જાત ને જગાડવાનું અને આપણા માં કૃષ્ણ, અર્જુન અને ગાંધી ગોતવાનું. અને જો આ સફળતા મળી ગઈ અને આપણે આપણી વર્ષો ની ઊંઘ માંથી જાગી ગયા તો આપણા ગામ પોરબંદર નો વિકાસ, આપણો પોતાનો વિકાસ, ધંધા-રોજગારી ને વધતા કોઈ રોકી નહિ જ શકે.

સરકારી સત્તાધીશો પણ આપણા વિકાસ માટે જ વિચારશે જો એમણે સત્તા પર રેહવું હોય તો અને વિરોધ પક્ષ કે અન્ય કોઇપણ રાજકીય પક્ષ અને રાજકારણીઓ પણ આપણા વિકાસ માટે જ વિચારશે જો એમણે સત્તા માં આવવું હશે તો.

પ્રજા જ પોતાની તારણહાર છે.

તો ચાલો સાથે મળી આપણા વિકાસ ને આપણા ધંધા ને, રોજગારી ને આગળ વધારવા એક થઇ આ મુવમેન્ટ ચલાવીએ અને ફક્ત ફ્લાયઓવર, રેલ્વે ફાટક પુરતી નહિ લાઈફ ટાઇમ જાગૃતતા લાવવાની લડત ચલાવીએ, કાનુન ના દાયરા માં રહી ને લડત લડીએ.

દુનિયા ને દેખાડી દઈએ કે આ ગામ માંથી વર્ષો પેહલા એક “ગાંધી” થયો અને સવિનય કાનુન ભંગ કરી મીઠા નો સત્યાગ્રહ કર્યો એમ નથી. આ ગાંધી નું ગામ છે, અહિયાં હજારો લોકો “ગાંધી” બની જાણે છે અને સત્યાગ્રહ કરી જાણે છે. પોતાનું કામ સરકાર પાસે થી કરાવી જાણે છે.

મુવમેન્ટ સાથે જોડાઓ: ખાલી આ આર્ટીકલ વાચી, સોશ્યલ મીડિયા માં કોઈ ને ફોરવર્ડ કરો એટલું જ નહિ પણ અમારો ૯૭૨૫૯૭૯૯૪૭ પર સંપર્ક કરી આપણી પોતાની જ આ ફ્લાયઓવર અને રેલ્વે ક્રોસિંગ માટે ની મુવમેન્ટ માં પણ જોડાઓ. કોર કમિટી ના મેમ્બર બનો તેમજ લોકો ને જાગૃત કરો એવી વિનંતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s