ધોરણ ૧૨ પછી એકસેસરી ડિઝાઇનર – (Accessory Designer) તરીકેની કારકિર્દી

એકસેસરીની ડિઝાઇનમાં ચામડાની (લેધરની) વસ્તુઓ, ઘરેણાંઓ (જવેલરી), વાળને લગતી એકસેસરી વગેરે.. જે વસ્ત્રોની સાથે ફેશનને અનુરૂપ એક પુર્ણ પ્રતિક્રુતિ બનાવે છે તેનો સમાવેશ થાય છે.

કામગીરીનું પાર્શ્વદર્શન (Job Profile) :-

એકસેસરી ડિઝાઇનર એ ફેશન ડિઝાઇનરની જેમજ કાર્ય કરે છે. કોઇ પણ એકસેસરીની ડિઝાઇન ફાઇનલ કરતા પહેલાં તેઓ જે એકસેસરી પર કાર્ય કરવાનું છે તેનાં વિશે વિસ્તુત સંશોધન અને માહિતી એકઠી કરે છે.

 • તેઓ પોતાની સર્જનાત્મક્તાનો એકસેસરીઝની ડિઝાઇન અને સેમ્પલ પિસ બનાવાવામાં ઉપયોગ કરે છે. સમકાલીન (વર્તમાન) એકસેસરી ડિઝાઇનરો તેઓનાં ફેશન પરસ્ત / જાગ્રુત ગ્રાહકો માટે નવી અને આકર્ષક ડિઝાઇનો બનાવવા હેતું પરંપરાગત હસ્તકળા ઉપર કાર્ય કરતા હોય છે.
 • તેઓ પોતાના ડિઝાઇન કરેલી ચીજો માર્કેટીંગ માટે મૂકે છે.
 • જવેલરી ડિઝાઇનર એ સોના, ચાંદી અને કિંમતી ધાતુઓમાંથી બનતાં ઘરેણાં માટેની નવી ડિઝાઇનો બનાવે છે.
 • જેમોલોજીસ્ટ (રત્ન શાસ્ત્રી) એ ઘરેણાં બનાવવા માટે રત્નોનો ઉપયોગ, ગુણવતાં અને કિંમત નક્કી કરનાર નિષ્ણાંત હોય છે. વિવિધ ધાતુઓમાં રત્નો ફિટ કરવા, તેને ઘાટ અને આકાર આપવામાં તેઓ નિપુણ હોય છે.
 • આ કાર્યમાં બિબું બનાવવું, તેને ઢાળવુંથી લઇને અલગ-અલગ રત્નો અને ઘરેણાંને ઓળખી તેનાં પર પ્રયોગ કરવાનું આવે છે.
 • એકસેસરીઝ ઘણાં પ્રકારની હોય છે. કામ કરવાનું વાતાવરણ એ જવેલરી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં કાચા માલની પ્રકુતિથી પ્રભાવિત થતું હોય છે.
 • પગરખાં અને ચામડાની એકસેસરી ડિઝાઇનર લેધર અને અન્ય કઠોર પદાર્થ સાથે કામ કરતાં હોય છે જ્યારે જવેલરી ડિઝાઇનર કિંમતી ધાતુઓ સાથે કામ કરતાં હોય છે.
 • કામગીરીનાં પ્રકાર મુજબ સ્ટુડિયો અથવાતો વર્કશોપની જગ્યા અને નકશો નક્કી કરવામાં આવે છે.
 • સંશોધન કાર્ય દરમ્યાન નોંધપાત્ર મુસાફરી પણ કરવાની થતી હોય છે.

જરૂરી કુશળતા :-

 • સર્જનાત્મકતા
 • સારી નિરક્ષણ શક્તિ
 • સૂક્ષ્મ અને ચોક્કસાઇ વાળો અભિગમ
 • ચોકક્સાઇ
 • તેજ દ્રષ્ટી
 • ફેશન પ્રતિ જાગ્રુતતા
 • કલ્પના મુજબ ડિજાઇનને કાગળ ઉપર ઉતારી શકવાની ક્ષમતાં

રોજગારની તકો :-

જેમ મોટાભાગનાં સર્જનાત્મક ક્ષેત્રોમાં હોય છે તેમ અહી પણ નવા આગંતૂકો શિખાઉ / તાલિમાર્થી તરીકે જોડાય છે. પાછળથી તેઓ કોઇ જવેલરી પેઢી સાથે અથવા સ્વતંત્ર રીતે કામ કરે છે. મોટા નિકાસકારો (એક્ષ્પોર્ટર) ડિઝાઇનરોને નોકરીએ રાખે છે અથવાતો સ્વતંત્ર રીતે કામ કરનારા કુશળ ડિઝાઇનરો પાસેથી ડિઝાઇન ખરીદે છે.

જેમોલોજીસ્ટ (રત્ન શાસ્ત્રી) એ હિરા અને રત્નોનાં નિકાસકાર, વ્યાપારી, પરિક્ષક, વર્ગીકરણ કરનાર, જ્વેલરીની શોપનાં માલિક, દલાલ અને વિક્રેતા, રત્ન સલાહકાર, વેલ્યુઅર (મૂલ્યાંકન કરનાર), જવેલરી ડિઝાઇનર, જવેલરી ફોટોગ્રાફર, તરીકે કાર્ય કરી શકે છે તેમજ પોલિસ અને કસ્ટમ સાથે , ખાણ-ખનિજનું કાર્ય કરતી કંપનીઓ સાથે પણ કાર્ય કરે છે. ઘણાં રત્નશાસ્ત્રીઓ રત્નથેરાપી પણ આપે છે.

રત્ન પરિક્ષણ લેબોરેટરીમાં રત્ન પરિક્ષક અને રત્ન વર્ગીકારક તરીકે પણ કાર્ય થઇ શકે છે. રત્નોનું નાં વર્ગીકરણ, માર્કેટીંગ, રત્નોને આકાર આપવા વગેરે અન્ય વિકલ્પો છે. જવેલરી નિકાસમાં તેજી થી વ્યાપારની તકોમાં વધારો થયેલ છે. બ્રાન્ડેડ અને ડિઝાઇનર જવેલરો ડિલરશિપની ઓફર કરે છે અને ડિઝાઇનરોને સારા વિકલ્પો પુરા પાડે છે.

લેધર ડિઝાઇનર લેધર ઉધોગ સાથે કામ કરે છે જેમકે પગરખાં બનાવવા, ચામડાનાં પર્સ , થેલાઓ , કમરપટા બનાવવા વગેરે..પરંપરાગત સ્ટુડિયો આધારિત ડિઝાઇન ક્ષેત્રમાં હસ્તકળાનાં કારીગરો દરેક વસ્તુ વ્યકતિગત બનાવે છે. તેઓની બનાવેલી ચીજો સ્થાનિક બજારમાં, પ્રવાસન સ્થળોએ, એમ્પોરિયમમાં અને હસ્તકળા મેળાઓમાં વેચાય છે.

ભરતી કરનાર કંપનીઓ :-

ભોલાસન જવેલર્સ, કાર્બન, ડિ દમાસ, ડિ જીબ, ફ્રેઝર, ગિતાંજલી જવેલર્સ, હાવ્સ, હાઇ ડિઝાઇન, આઇટીસી વિલ્સ લાઇફ સ્ટાઇલ, લી એન્ડ ફૂંગ, ત્રિભોવનદાસ ભિમજી જવેલર્સ, કલ્યાણ જવેલર્સ, જોયાલુક્કાસ જવેલર્સ, તારા જવેલર્સ, પી.સી જવેલર્સ, તનિષ્ક, ટિફની, ટાઇટન, મિખાઇલ આદમ્સ, પેંટાલૂન, રવિસાન્ટ, સ્વારોવસ્કી, મેગપાઇ, વિઆઇપી લગેજ, એરિસ્ટ્રોકેટ, લિબર્ટી શૂ લી., સેમસોનાઇટ, બાટા, લોટ્ટો શૂ, નાઇકી, એકશન શૂ, અડિદાસ, લખાની, ક્રોકોડાઇલ વગેરે

કેવી રીતે પહુંચવું (યોગ્યતા) :-

ધોરણ બાર – કોઇપણ પ્રવાહ

ડિપ્લોમાં :-  એકસેસરી ડિઝાઇનીંગ ( 3 – 4 વર્ષ )

લક્ષ્ય :- એકસેસરી ડિઝાઇનર

મોટાભાગનાં કોર્ષ ધોરણ બાર (કોઇપણ પ્રવાહ) પછી કરી શકાય છે. ત્રણ વર્ષનો કોર્સ ડિઝાઇન અથવા વ્યાવસાયિક કોલેજમાં કરી શકાય છે. કોર્સનો ગાળો અલગ અલગ હોઇ શકે છે. જેમ એન્ડ જવેલરી ( રત્ન અને ઘરેણાં ) નો કોર્સ બંને લાંબા અને ટુંકા ગાળાનાં હોઇ શકે છે. એનઆઇએફટી (NIFT) 4 વર્ષનાં સમયગાળાનાં ફૂલટાઇમ કોર્સ હેઠળ કિંમતી અને પોષાક સબંધી જવેલરીનાં તથા અન્ય એકસેસરીનાં કોર્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરે છે. એડમિશન લિખિત પરિક્ષા, ગ્રૂપ ડિસકશન અને મેરીટ લિસ્ટ પરથી કરવામાં આવે છે.

 • અભ્યાસ ક્યાં કરવો ?

ભારતમાં ખ્યાતનામ રત્નશાસ્ત્ર (જેમોલોજી) નો કોર્સ કરાવતી સંસ્થાઓ :-

 • જેમસ્ટોન આર્ટિસન ટ્રેનિંગ સ્કૂલ
 • ઇન્ડિયન ડાયમન્ડ ઇન્સ્ટિટ્યુટ
 • સેંટ ઝેવિયર કોલેજ
 • જેમોલોજી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇંડિયા
 • જવેરી સેંટર ફોર ડાયમન્ડ ટેકનોલોજી, શ્રી ભગુભાઇ મફતલાલ પોલિટેકનિક
 • સરદાર વલ્લભભાઇ પટેલ સેંટર ઓફ જવેલરી ડિઝાઇન એન્ડ મેન્યુફેકચરીંગ (SVJDM)
 • સિંધાર ઇન્સ્ટિટ્યુટ ઓફ જેમોલોજી
 • સ્મોલ ઇંડસ્ટ્રીઝ સર્વિસ ઇન્સ્ટિટ્યુટ

જવેલરી / એકસેસરી ડિઝાઇનનો કોર્સ કરાવતી સંસ્થાઓ :-

 • જેડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી
 • જવેલરી ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ
 • આલિશા પોલિટેકનિક
 • જેમ એન્ડ જવેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ
 • લિસા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન પ્રાયવેટ લીમીટેડ
 • નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT)
 • શ્રીમતી નાથીબાઇ દામોદર ટ્રેનીંગ (SNDT) વિમેન્સ યુનિવર્સિટી
 • યુનિવર્સિટી ઓફ કોલકતા

વિદેશમાં ખ્યાતનામ સંસ્થાઓ :-

 • જેમોલોજીકલ એસોશિએશન એંડ જેમ ટેસ્ટીંગ લેબોરેટરી
 • આઇડીઆઇ