ધોરણ ૧૨ (સાયન્સ / આર્ટસ) પછી Anthropologist – (એન્થ્રોપોલોજીસ્ટ / માનવશાસ્ત્રી / ન્રુવંશ વિજ્ઞાની) તરીકેની કારકિર્દી

માનવશાસ્ત્રી એ માનવના વિકાસના વિવિધ તબ્બકાઓનો મુખ્યત: બે સિધ્ધાંતો  1. માનવ ઉત્ક્રાંતિ અને 2. શારીરિક અને સાંસ્ક્રુતિક ફેરફારોની અસર પર લક્ષ કેન્દ્રીત કરી અભ્યાસ કરે છે.

કામગીરીનું પાર્શ્વદર્શન (Job Profile):-

માનવશાસ્ત્ર (ન્રુવંશ વિજ્ઞાન ) એ માનવજાત માટે એક પ્રમાણભૂત સૈધાંતિક માહિતી તૈયાર કરવાનાં હેતુથી આપણને અલગ-અલગ દ્રસ્ટીકોણથી માનવનાં આચરણ / વર્તન અંગે જાણકારી આપે છે. માનવ અસ્તિત્વ અને તેનાં આચરણનાં વિવિધ આયામો (પરિમાણો)નો અભ્યાસ કરવા માનવશાસ્ત્રી આ વિષય સબંધી વિશિષ્ટ શાખાઓમાં આગળ વધે છે.

અમૂક પ્રાથમિક શાખાઓ આ પ્રકારે છે :-

શારીરિક (ભૌતિક) માનવશાસ્ત્ર ( Physical Anthropology ) :-

શારીરિક માનવશાસ્ત્રી  એ મનુષ્યને શરીર ધરાવતા સજીવ તરીકે જૂએ છે જેની જૈવિક ઉત્ક્રાંતિમાં પોતાની ચોક્કસ જગ્યા છે.

તેઓ માનવનાં અગાઉનાં પ્રાચિન સ્વરૂપોનો અભ્યાસ કરે છે.

તેઓ માનવની જાતો, માનવ જનનશાસ્ત્ર, શારીરિક અનુકૂલન, પર્યાવરણમાં ફેરફારો અન્વયે થતાં પ્રત્યાઘાતો વગેરેનો અભ્યાસ કરે છે.

પુરાતત્વ વિષયક માનવશાસ્ત્રી ( Archaeological Anthropologists )  :-

તેઓ અગાઉનાં (પ્રાચીન) માનવનાં કાર્યો અને પ્રવુતિનાં વિવિધ અવશેષો (પુરાવશેષ) અંગે સંશોધન અને વિશ્લેષણ કરે છે. આ અવશેષો હાડકાઓ અથવા જે તે સમયે લોકો દ્વારા ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓનાં હોય છે.

પ્રાગેતિહાસિક પુરાતત્વવિદો દ્વારા ખોદકામ કરી, ઓળખી આ પુરાવષેશોનું વર્ગીકરણ કરવામાં આવે છે.

આ પુરાવષેશોને અન્ય ક્ષેત્રોમાંથી મળેલ વસ્તુઓ સાથે સરખાવવામાં આવે છે.

તેઓ દ્વારા આ તમામને તેમની વય ( પુરાવષેશોની અંદાજીત ઉમર- પ્રુથવી પર તેમની ઉત્પતી સમય ) નક્કી કરી કાલાનુક્રમિક ગોઠવવામાં આવે છે. આ એક એવા ઇતિહાસની રચના છે જે બિનસાહિત્યિક પુરાવાઓનાં આધારે રચવામાં આવે છે.

સાંસ્ક્રુતિક-સામાજિક માનવશાસ્ત્રી ( Socio-cultural Anthropologists ) :-

સાંસ્ક્રુતિક-સામાજિક માનવશાસ્ત્રી એ મંડળો, સંગઠનો, આદિવાસીઓ, સમાજ અથવા તો એવા લોકો જેઓ સાથે મળીને સમૂદાયો બનાવે છે તેના ઉપર કાર્ય કરે છે .

લોકો અને તેમની રહેવાની જીવનશૈલી પર અધ્યયન કરે છે.

ભાષાકિય માનવશાસ્ત્રી  (Linguistic Anthropologist) :-

ભાષાકિય  માનવશાસ્ત્રી  એ બંને લેખિત અને મૌખિક ભાષાઓનો અભ્યાસ કરે છે.

પ્રયોજિત માનવશાસ્ત્રી (Applied Anthropologist) :-

પ્રયોજિત માનવશાસ્ત્રી  એ સરકારી સંસ્થાઓ સાથે સંતતિ-નિયમન, કુપોષણ, વ્રુધ્ધી-વિકાસ, ઔષધો-દવાઓ, બાળ-ગુનાખોરી, ક્રુષિ-ખેતી વિષયક રીતો અને પધ્ધતીઓ, આદિવાસી કલ્યાણ અને પુન: સ્થાપન  અને મજૂરોનાં ઉધોગો વગેરે સબંધી પ્રશ્નો બાબતે કાર્ય કરે છે.

અપેક્ષીત કુશળતા (Skills Required):-

 • આદિવાસી જાતિઓ/સમૂદાયોની વિવિધ સંસ્ક્રુતિઓ, રિવાજો અને તેનાં ઇતિહાસમાં રૂચી હોવી જોઇએ.
 • સારી યાદદાસ્ત અને તાર્કિક બુધ્ધી.
 • સંશોધનમાં રૂચી.
 • સારી ભાષાકિય ક્ષમતાં .
 • લાંબા સમય સુધી દૂરના અને જંગલ વિસ્તારોમાં રૂચી સહિત કાર્ય કરવાની ક્ષમતાં.
 • સારી દસ્તાવેજી રજૂઆતની કળા

રોજગારની તકો :-

અંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમકે વ્હુ (WHO), યુનિસેફ (UNICEF), સયુંકત રાષ્ટ્ર સ્વયંસેવક યોજના (UN Volunteer Program), બિન સરકારી સંસ્થાઓ જે આદિવાસી વિસ્તારો / પછાત વિસ્તારોમાં કાર્ય કરે છે, ચિકિત્સા સંશોધન સંસ્થાઓ જે પોષણ/ દવાઓ, મોટી કંપનીઓનાં માનવ સંશાધન વિભાગો જે મેનેજરોને અંતર સાંસ્સ્ક્રુતિક આદાન-પ્રાદાનની તાલિમ આપે છે તેમાં નોકરી ઉપલબ્ધ થાય છે. વિશ્વવિધાલયો અને મ્યુજીયમો જે પુરાતાત્વિક સર્વે અને સંશોધન, જૈવિક સંશોધન માટે પુરાતત્વવિદો, વ્હુ (WHO), યુનિસેફ (UNICEF), યુનેસ્કો (UNESCO), સંશોધન માટે માનવશાસ્ત્રીઓની ભરતી કરે છે. આર્ટ ગેલેરી, પબ્લીશીંગ હાઉસ, અને એનજીઓ પણ પુરાતત્વવિદોની ભરતી કરે છે.

વળતર :-

સરેરાશ પગાર વાર્ષિક રૂ! 2 થી 4 લાખ વચ્ચે મળી શકે છે.

ભરતી કરનાર કંપનીઓ :-

કન્સલ્ટીંગ પેઢીઓ, સંશોધન સંસ્થાઓ, મિડિયા, નગરપાલિકાઓ, અને સરકારી સંસ્થાઓમાં નોકરી મળી શકે છે.

કેવી રીતે પહુંચવું (યોગ્યતા) :-

પથ 1 :-    ધોરણ બાર –વિજ્ઞાન પ્રવાહ – (પી.સી.એમ), સ્નાતક :- બીએસસી – એન્થ્રોપોલોજી, પોસ્ટ ગ્રેજ્યુએટ –એમએસસી – એન્થ્રોપોલોજી, લક્ષ્ય :- એન્થ્રોપોલોજીસ્ટ

પથ 2 :- ધોરણ બાર – માનવ-શાસ્ત્ર , સ્નાતક :- બીએ – એન્થ્રોપોલોજી, પોસ્ટ ગ્રેજ્યુએટ – એમએ – એન્થ્રોપોલોજી, લક્ષ્ય :- એન્થ્રોપોલોજીસ્ટ

એન્થ્રોપોલોજીસ્ટ વિજ્ઞાન અથવા માનવશાસ્ત્ર સબંધી પશ્ચાદભૂમાંથી આવતા હોય છે.

ક્યાં અભ્યાસ કરવો ?  (ભારતમાં ખ્યાતનામ સંસ્થાઓ) :-

પંજાબ યુનિવર્સિટી

યુનિવર્સિટી ઓફ અલાહાબાદ

યુનિવર્સિટી ઓફ પુના

વિશ્વ ભારતી

એન્થ્રોપોલોજી કોર્સ (અભ્યાસ ક્રમ) પ્રદાન કરતી સંસ્થાઓ :-

 • પંડિત રવિશંકર શુકલ યુનિવર્સિટી
 • યુનિવર્સિટી ઓફ રાજસ્થાન
 • યુનિવર્સિટી ઓફ મૈસુર
 • યુનિવર્સિટી ઓફ હૈદ્રાબાદ

અન્ય સંસ્થાઓ :-

 • હેમવતી નંદન બહુગુણા, ગરવાલ યુનિવર્સિટી
 • કર્નાટક યુનિવર્સિટી
 • કાનપુર યુનિવર્સિટી
 • નોર્થ-ઇસ્ટર્ન (ઉતર-પુર્વી) હિલ યુનિવર્સિટી
 • પંજાબ યુનિવર્સિટી
 • રાંચી યુનિવર્સિટી
 • શ્રી વેંકટેશ્વરા યુનિવર્સિટી, તિરુપતી
 • યુનિવર્સિટી ઓફ મદ્રાસ
 • યુનિવર્સિટી ઓફ પુના
 • વિનોબા ભાવે યુનિવર્સિટી, જારખંડ