ધોરણ ૧૨ પછી કંપની સેક્રેટરી તરીકેની કારકિર્દી

કંપની સેક્રેટરી એ કંપનીનાં સંચાલન પ્રવુતિમાં કાયદાકિય બાબતો જોવે (સંભાળે) છે. તેઓ કંપની સબંધી હેવાલ (નોંધ) રાખે છે, વિવિધ જટિલ ટેકસ રિટર્ન સંભાળે છે, અને બોર્ડ ઓફ ડિરેકટર્સને જરૂરી સલાહ સૂચન કરે છે.

કામગીરીનું પાર્શ્વચિત્ર (જોબ પ્રોફાઇલ) :-

 • કંપની સેક્રેટરી( cs )એ કંપનીનાં પ્રમુખ અધિકારીઓમાંનાં એક હોય છે.
 • csએ પોતાની સેક્રેટેરી તરીકેની ફરજો ઉપરાંત કંપનીનાં નાણાંકિય, હિસાબી, વહિવટી, કાયદાકિય અને કર્મચારી સબંધી કાર્યો માટે પણ જવાબદાર હોય છે. 
 • csનું કાર્ય જયારથી કંપની શરૂ કરવાનો વિચાર મુર્તીમંત થાય ત્યારથી જ શરૂ થઇ જાય છે. તેમછતાં એક કંપની સેક્રેટરી તરીકેનું કાર્ય જૂદી-જૂદી કંપનીઓમાં ભિન્ન હોઇ શકે છે.

મોટી અને મધ્યમ કંપનીઓમાં તેઓની જવાબદારીમાં કંપનીનું સંસ્થાપન, પબ્લિક ઇસ્યુ બહાર પાડવા, તેનું શેર્સ અને ડિબેન્ચર્સનું લિસ્ટીંગ, મેનેજરોની નિમણુંક સબંધી અરજીઓ પરત્વેની કાર્યવાહી, વળતર, ઓધોગિક રોકાણ, લોન, બોર્ડ અને સામાન્ય સભાનું આયોજન કરવું, હેવાલની જાણવણી કરવી, ટેકસ રિટર્નસ ફાઇલ કરવાં, નવા પ્રોજેકટ માટે નાણાંકિય જોગવાઇઓ કરવી, કંપનીનાં આંતરિક કાયદાકિય સલાહકાર અને પ્રતિનીધી તરીકે પણ કાર્ય કરવું વગેરેનો સમાવેશ થાય છે. .

જરૂરી કૌશલ્ય :-

 • સંયોજિત અથવા વ્યવસ્થિત હોવું
 • જટિલ અને ટેકનિકલ બાબતોને સમજી શકવાની ક્ષમતાં હોવી
 • કુનેહબાજ હોવું
 • આંકડાઓ સાથે કામ કરવાનું સહજ હોવું
 • એકસાથે અનેક કાર્ય કરવાની ક્ષમતાં હોવી
 • અંગ્રેજીમાં લેખન અને વક્રુત્વની ફાવટ હોવી
 • કંપની પ્રત્યે વફાદારી હોવી

રોજગારની તકો :-

 • લાયસન્સ લેવું, નોંધણી કરાવવી, લોન લેવી, ટેકસ, પાર્ટનરશિપ ડિડ બનાવવી વગેરે પ્રક્રિયાઓ માટે ગ્રાહકને જરૂરી સલાહ આપવા અને મદદરૂપ થવા કામે સ્વતંત્ર સલાહકાર તરીકે
 • કંપની સેક્રેટરી તરીકે વ્યાવસાયિક પેઢીઓમાં વહિવટકર્તા અથવા સંચાલક તરીકે
 • કંપની સબંધી બાબતોનાં સરકારી મંત્રાલયનાં સેંટ્રલ કંપની લો સર્વિસની એકાઉન્ટ શાખામાં ગ્રેડ 1 થી 4 નાં અધિકારી / કર્મચારી તરીકે નોકરી મળી શકે છે
 • શેર ( સ્ટોક ) બજારમાં લિસ્ટેડ કંપનીઓમાં નાણાંકિય સલાહકાર તરીકે
 • બેંકોમાં ફાયનાન્સ, એકાઉન્ટ, લો, અને મરચન્ટ બેંકિંગનાં નિષ્ણાંત તરીકે
 • એવી સંસ્થાઓમાં જેમાં અનેક પ્રવુતિઓ બોર્ડ, કાઉન્સિલ,અને અન્ય કોર્પોરેટ માળખાથી સંચાલિત હોય જેમકે કંપનીઓ, કોઓપરેટિવ સોસાયટીઓ, ટ્ર્સ્ટ, એશોસિયેશન, ફેડરેશનો, કમિશન, બોર્ડ વગેરે..
 • સ્વતંત્ર પ્રેકટિસ
 • સંશોધન કરવામાં

 

કેવી રીતે પહોચવું?

 • વિધાર્થી ધોરણ બાર પાસ કર્યા પછી ફાઉન્ડેશન કોર્સ કરવા માટે પાત્ર થાય છે. આ પરિક્ષા વર્ષમાં બે વાર, જૂન અને ડિસેમ્બરમાં લેવામાં આવે છે.
 • જે વિધાર્થી ફાઉન્ડેશન કોર્સમાં પાસ થાય છે, તેઓ કંપની સેક્રેટરીશિપ કોર્સ માટે રજીસ્ટર થવા પાત્ર થાય છે.
 • આ કોર્સ પ્રિલિમિનરી, ઇન્ટરમિડિયેટ અને ફાઇનલ પરિક્ષાઓ પાસ કર્યા બાદ પુર્ણ થાય છે.
 • કોર્સમાં એડમિશન મેળવ્યા બાદ જરૂરી મૌખિક અથવા પ્રાઇવેટ કોચિંગ ક્લાસ માં ટ્યુશન (શિક્ષણ) મેળવી 18 મહિના બાદ ફાઇનલ પરિક્ષા આપી શકાય છે. એડમિશન સંપુર્ણ વર્ષ દરમ્યાન ચાલું હોય છે.
 • જૂન માસમાં લેવામાં આવતી પરિક્ષા માટે સપ્ટેમ્બર સુધી અને ડિસેમ્બરમાં લેવામાં આવતી પરિક્ષા માટે માર્ચ મહિનાં સુધી એડમિશન પ્રક્રિયા ચાલું હોય છે.
 • 2 થી 3 વર્ષનો પ્રેકટિકલ અનુભવ અથવા 15 મહિનાનો મેનેજમેન્ટ ટ્રેનિંગ અને ચાર મહિના કંપનીમાં પ્રેકટિકલ ટ્રેનિંગ જે સંસ્થા દ્વારા આયોજિત હોય તે લેવી જરૂરી હોય છે.
 • વિધાર્થી ફાઇનલ પરિક્ષા પાસ કર્યા બાદ અને પ્રેકટિકલ ટ્રેનિંગ પુર્ણ કર્યા બાદ એશોસિએટ મેમ્બર તરીકે દાખલ થઇ શકે છે. સિનિયર એશોસિએટ મેમ્બર ફેલો તરીકે કાર્ય કરી શકે છે.
 • ભારતની કોઇ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પરિક્ષા પાસ કરેલ હોય અથવાતો સમકક્ષ પરિક્ષા પાસ કરેલ હોય અથવા ફાઉન્ડેશન કોર્સ કરેલ હોય તેઓ એડમિશન મેળવી શકે છે.

અભ્યાસ ક્યાંથી કરવો :-

ભારતમાં પ્રસિધ્ધ સંસ્થાઓ :-  

 • આસીએસઆઇ (ICSI)