ધોરણ ૧૨ (સાયન્સ) પછી તબીબી (મેડીકલ) ક્ષેત્રે અઢળક તકો ભરેલ કારકિર્દી

તબીબી (દાકતરી) વ્યાવસાય એ એક લાંબી મજલ છે, પરંતુ કારકિર્દી માટે એક ખૂબજ વળતરદાયક અને આકર્ષક વિકલ્પ છે અને સાથોસાથ એ એક મહાન સમાજ સેવા પણ છે. ડોકટરો (તબીબો)ને સમાજમાં ખૂબજ સન્માનનીય વ્યકતિ તરીકે જોવામાં આવે છે અને તબીબી અભ્યાસ પુર્ણ થયા બાદ કારકિર્દીની વિપુલ તકો રહેલ છે. તબીબી અભ્યાસ પુર્ણ થયા બાદ ટુંકી તાલિમ અથવા અમૂક વિશિષ્ટ કોર્ષ કરીને તમે ઘણાં સબંધીત ક્ષેત્રોમાં પ્રવેશ મેળવી શકો છો.

હાલમાં રહેલ અવકાશ :-

તબીબી સ્નાતકને સ્પેશિયાલાયઝન માટે ઘણાં વિકલ્પો ઉપલબ્ધ હોય છે. એમાનાં અમૂક આ મુજબ છે :-

નેત્રરોગ ચિકિત્સા ( Opthalmology ) :-

નેત્રરોગ ચિકિત્સક આંખની સારવારમાં નિષ્ણાંત હોય છે. તેનું નિદાન કરે છે અને શલ્ય ચિકિત્સા (સર્જરી)  અને દવાનો ઉપયોગ કરી જરૂરી સારવાર કરે છે. મોટાભાગનાં નેત્રરોગ ચિકિત્સક આંખની ચિકિત્સા અને સર્જરી જેવી બંને બાબતો પર કાર્ય કરતા હોય છે. પરંતુ જો તમને સર્જરીનાં ક્ષેત્રમાં રૂચી ન હોય તો ફકત આંખની ચિકિત્સા (મેડિકલ ટ્રીટમેન્ટ)માં પણ નિષ્ણાંત બની શકો છો,

એનેસ્થેટિકસ ( Anaesthatics ) :-

એક અનેસ્થેટિક એ ખૂબજ તાલિમબધ્ધ તબીબી વ્યાવસાયક છે કે જેઓ સર્જરી દરમ્યાન પિડા રહિત અને સરળતાથી સર્જરી કરવા માટે દરદીને બેશુધ્ધ કરવા / સંવેદનહારક સબંધી તબીબી નિર્ણય અને કાર્ય કરતાં હોય છે. તેઓ ઓપરેશન દરમ્યાન દરદીની સલામતી અને ક્ષેમકુશળતા માટે જવાબદાર હોય છે. આ જવાબદારી અંતર્ગત દરદીને નિયંત્રીત રીતે બેશુધ્ધ અવસ્થામાં રાખવાનું, ઓપરેશન દરમ્યાન દરદીને પિડા રહિત રાખવા અને તેની ખૂબજ મહત્વની તમામ શારીરિક ગતિવિધિઓ પર ધ્યાન રાખવું, તેમજ ઓપરેશન બાદ દરદીને બેશુધ્ધ અવસ્થામાંથી પરત સામાન્ય સ્થિતીમાં લાવવા વિગેરેનો શમાવેશ થાય છે.

પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગ ચિકિત્સા ( Obstetrics and Gynaecology ) :-

પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગ ચિકિત્સામાં સ્ત્રીઓનાં પ્રજનન સબંધી સ્વાસ્થય, પ્રસૂતિ પુર્વેની કાળજી, પ્રસવ પીડા અને પ્રસૂતિ અંગેની સારવારનો સમાવેશ થાય છે. તબીબો સામાન્યત: પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગ બંનેની પ્રેકટીસ કરતા હોય છે પણ અમૂક બંનેમાંથી કોઇ એક ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી ફકત એક જ ક્ષેત્રમાં પ્રેકટીસ કરે છે. વિશેષમાં કોઇ ડોકટર પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગ ચિકિત્સા અંતર્ગત કોઇ ચોક્ક્સ વિષયમાં પણ નિપુણતા પ્રાપ્ત કરે છે, જેમકે માતુત્વ ગર્ભ અને પ્રજનનતંત્ર સબંધી દવા અને સારવાર  વગેરે.

મનોરોગ વિજ્ઞાન ( Psychiatry ) :-

મનોરોગવિજ્ઞાન એ પ્રાચિનતમ ચિકિત્સા વિજ્ઞાન  ક્ષેત્રો પૈકીનું એક છે. મનોરોગ વિજ્ઞાની / મનોચિકિત્સક એ માનસિક અસંતુલનની સારવારમાં નિષ્ણાંત હોય છે. મનોચિકિત્સક               (Psychiatry) અને માનસશાસ્ત્રી (Psychologists) એ બંને વચ્ચે ક્યારેક અસમંજસ ઉપસ્થિત થાય છે. વાસ્તવમાં બંને વ્યાવસાયોમાં અમૂક સામ્યતાં છે તેવી રીતે બંને વચ્ચે મહત્વનાં તફાવતો પણ છે. મનોરોગ વિજ્ઞાનમાં ઘણાં અલગ-અલગ વિશિષ્ટ ક્ષેત્રો પણ છે જેમકે વ્યસન મનોરોગ વિજ્ઞાન (Addiction psychiatry), પુખ્તવય મનોરોગ વિજ્ઞાન (Adult psychiatry), બાળકો અને કિશોરોનું મનોરોગ વિજ્ઞાન (Adolescent and Child psychiatry), ફોરેન્સિક મનોરોગ વિજ્ઞાન (Forensic psychiatry), વ્રુધ્ધોનું મનોરોગ વિજ્ઞાન (Geriatric psychiatry), જ્ઞાનતંતુ મનોરોગ વિજ્ઞાન (Neuropsychiatry) વગેરે…

બાળરોગ વિજ્ઞાન (Paediatrics) :-

બાળરોગ વિજ્ઞાની અથવા તો બાળકોનાં ડોકટર એ બાળકોનાં જન્મથી લઇને તેઓ પુખ્તવયનાં થાય ત્યાં સુધી તેની શારીરિક, ભાવનાત્મક અને સામાજિક તંદુરસ્તી  અંગેની કાળજી રાખે છે. તેઓ બાળકોનાં વિકાસ પર જૈવિક, સામાજિક અને પર્યાવરણની અસર અને તેને સબંધીત બિમારીઓ તથા તકલીફો પર કાર્ય કરે છે .

રોગ વિજ્ઞાન ( પેથોલોજી – Pathology )

પેથોલોજી એ માનવ શરીરનાં કોશ, હાડકા, લોહી વગેરેમાં સંભવિત વિક્રુતિઓ ની તપાસ અને વિષ્લેશણ કરે છે. હોસ્પિટલો અને લેબોરેટરીઓમાં પેથોલોજીસ્ટ કંસલ્ટીંગ ફિજિશ્યન તરીકે કાર્ય કરે છે, અને તેઓ દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ / માહિતી એ બિમારી સબંધી ચોક્ક્સ નિદાન માટે ખૂબજ અગત્યની બની રહે છે. તેમજ મરણનાં કિસ્સામાં મ્રુત્યુનું કારણ જાણવામાં પણ ખૂબજ મદદરૂપ થાય છે .

શલ્ય ચિકિત્સા ( Surgery ) :-

શલ્ય ચિકિત્સક (Surgeon) એ એવાં ડોકટર છે જે દરદીને શલ્ય ચિકિત્સાની જરૂરીયાત હોય ત્યારે  ઓપરેશન કરવા માટે ખાસ તાલિમ પામેલા હોય છે. અમૂક ડોકટરો અમૂક ચોક્કસ સર્જરી / શલ્ય ચિકિત્સામાં નિપુણ હોય છે જેમકે મગજની સર્જરી, હ્રદયની સર્જરી વગેરે… જયારે અમૂક સર્જન – ડોકટર જનરલ સર્જન તરીકે કાર્ય કરે છે. જેમનું ક્ષેત્ર વ્યાપ વધુ હોય છે, પણ વિશેષ ઉચ્ચ ક્ષેત્રમાં નહી. અન્ય વિધાશાખાઓ કરતાં સર્જરીની તાલિમનો ગાળો વધુ લાંબો હોય છે.

વિકલાંગ–ચિકિત્સા ( હાડકા સબંધી ચિકિત્સા) ( Orthopaedics) :

વિકલાંગ–ચિકિત્સામાં હાડકાઓ, સ્નાયુઓ, સાંધાઓ, કરોડરજ્જુ અને અસ્થિબંધન વગેરેનું નિદાન, અને સારવાર કરવામાં આવે છે. વિકલાંગ–ચિકિત્સા એ મુખ્યત: સર્જીકલ કુશળતા છે છતાં અમૂક ડોકટરો નોન – સર્જીકલ (બિન શલ્ય ચિકિત્સા) પ્રેકટીસ પણ કરે છે, જેમકે ખેલકૂદ ચિકિત્સા, શારીરિક ચિકિત્સા વગેરે..

હ્રદય – ચિકિત્સા ( Cardiology ) :-

કાર્ડિયોલોજીસ્ટ એ હ્રદય સબંધી બિમારીનું નિદાન અને તેની સારવાર કરે છે. કાર્ડિયોલોજીનું ક્ષેત્ર વિશાળ છે. તે અલગ અલગ અનેક બિમારીઓ અને સારવારને આવરી લેતું હોવાથી, અનેક કાર્ડિયોલોજી પૈકી વ્યકતિ એકને પસંદ કરી શકે છે. અત્રે એ યાદ રાખવું ઘટે કે કાર્ડિયોલોજીસ્ટ એ કાર્ડિયાક સર્જન થી અલગ છે, બંને ભિન્ન છે..

જ્ઞાનતંતુ ચિકિત્સા ( Neurology) :-

ન્યુરોલોજી એ તબીબી ક્ષેત્રની એ શાખા છે જે જ્ઞાનતંતુ સિસ્ટમનાં અસંતુલન ઉપર કાર્ય કરે છે. જેમાં મગજ, કરોડરજ્જુઓ, સ્નાયુઓ, અને જ્ઞાનતંતુઓનો સમાવેશ થાય છે. ન્યુરોલોજીસ્ટનો વ્યાપ ખૂબ જ વિશાળ હોય છે. સામાન્ય વાઇ, માયગ્રૈન થી લઇ જ્ઞાનતંતુઓની તીવ્ર ગંભિર પરિસ્થિતિ જેમકે સ્ટ્રોક, મેનિનઝાઇટીસ, એન્સેફાલિટિસ, સ્કેલોરોસિસ અને પાર્કિંસન્સ બિમારી વગેરે..

ત્વચારોગ ચિકિત્સા ( Dermatology) :-

ડર્મેટોલોજીસ્ટ એ ત્વચાનાં / ચામડીનાં રોગોની સારવારમાં નિષ્ણાંત હોય છે. ડર્મેટોલોજીસ્ટ એ ત્વચાનાં ફંગલ કે બેકટેરિયાનાં ચેપથી લઇ અનેક પ્રકારનાં કેન્સર જેવી બિમારીની સારવાર કરતાં હોય છે. ત્વચાની ચિકિત્સા ઉપરાંત ડર્મેટોલોજીસ્ટ કોસ્મેટીક સારવાર એટલે કે દરદીઓની ત્વચાની સુંદરતા વધારવા, કરચલીઓ દૂર કરવી, ખીલ, મસા દૂર કરવાં વગેરે..કામગીરી પણ કરતાં હોય છે.

તબીબી સ્નાત્કઓ માટે કામની / રોજગારની તકો ;-

એક તબીબી વિધાર્થી તરીકે તમોએ એમબીબીએસ (MBBS) પુર્ણ કરીને તરત કામ શરૂ કરવાનાં બદલે સ્પેશિયાલાઇઝેશન કરી લેવું એ સલાહભર્યુ છે. એમબીબીએસ કર્યા બાદ વિધાર્થીઓએ એક વર્ષની ઇન્ટર્નશિપ કરવી જરૂરી છે.

ડોકટરોને નોકરીની વિપુલ તકો રહેલી છે :- 

 • સરકારી અથવા પ્રાઇવેટ હોસ્પિટલોમાં
 • નર્સિગ હોમ, દવાખાનાઓ, સ્વાસ્થય વિભાગોમાં
 • આર્મી, નેવી, અને એરફોર્સનાં ચિકિત્સા વિભાગોમાં
 • ચેરીટેબલ ટ્ર્સ્ટોમાં
 • મેડિકલ કોલેજો અને ટ્રેનિગ સંસ્થાઓમાં
 • સંશોધન સંસ્થાઓમાં
 • ડોકટર તરીકે પ્રાઇવેટ પ્રેકટીસ

શિક્ષણ / તાલિમ :-

 • તબીબી વ્યાવસાય માટે સ્નાતક કક્ષાએ એમબીબીએસ (બેચલર ઓફ મેડિશીન એન્ડ બેચલર ઓફ સર્જરી) પાસ કરવું જરૂરી હોય છે જે 5.5 વર્ષનો કોર્ષ હોય છે ( જેમાં 1 વર્ષ ઇન્ટર્નશીપ નો સમાવેશ થઇ જાય છે )
 • સ્નાતક પુર્ણ કર્યા બાદ તેઓ અનુસ્નાતક કક્ષાએ એમડી ( MD ) / એમએસ ( MS ) કરી શકે છે જે 3 વર્ષનો કોર્ષ હોય છે.
 • અનુસ્નાતકો (એમડી/એમએસ અથવા એમએસસી–મેડિશીન) પણ આગળ સુપર સ્પેશિયાલાયઝેશન કરી શકે છે એટલે કે તબીબી વ્યાવસાયનાં કોઇ પણ વિશિષ્ટ વિષયમાં પીએચડી ( D ) કરી શકે છે.

તબીબી શિક્ષણ માટે ટોપ કોલેજો :-

 • એઇમ્સ (AIIMS) , નવી દિલ્હી
 • એએફએમસી (AFMC), પુના
 • લેડી હાર્ડીંજ મેડિકલ કોલેજ, નવી દિલ્હી
 • મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, નવી દિલ્હી
 • યુનિવર્સિટિ કોલેજ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હી
 • સીએમસી (CMC) વેલ્લોર, લુધિયાના
 • મહાત્મા ગાંધી ઇંસ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, વર્ધા
 • સેંટ જોન મેડિકલ કોલેજ, બેંગલુરૂ
 • જેઆઇપીએમઇઆર (JIPMER), પોંડીચેરી
 • બીએચયુ (BHU), વારાણસી
 • જવાહરલાલ નેહરૂ મેડિકલ કોલેજ, અલિગઢ

તબીબી / ચિકિત્સા ક્ષેત્રે કારકિર્દી બનાવવા જરૂરી કૌશલ્ય :-

 • વિશ્લ્રેષ્ણાત્મક વિચારસરણી
 • તનાવપુર્ણ સ્થિતિને સાચવતા આવડવું
 • સારી યાદદાસ્ત અને સ્મરણ શક્તિ
 • તીવ્ર એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરી શકવાની ક્ષમતાં
 • સંપુર્ણ જીવન શિખવાની ધગશ હોવી
 • હમદર્દીવાળો સ્વભાવ
 • જવાબદારી / ફરજ પ્રત્યે તીવ્ર સંવેદના

મુખ્ય પ્રવેશ પરિક્ષાઓ :-

AIPMT :-

સને 2013 થી તબીબી ક્ષેત્રમાં જવા ઇચ્છતા લોકો નેશનલ એલિજીબીલીટી કમ એનટ્રેન્સ ટેસ્ટ ( National Eligibility Cum Entrance Test AIPMT ) એક જ પ્રવેશ પરિક્ષા   ( સિંગલ એનટ્રેન્સ એકઝામ ) દ્વારા હવે ભારતની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવી શકે છે.

યોગ્યતાં :-

માન્ય બોર્ડમાં થી વિધાર્થી એ ભૌતિકવિજ્ઞાન (Physics), રસાયણશાસ્ત્ર (Chemistry), અને જીવ વિજ્ઞાન (Biology) માં ઓછામાં ઓછા સરેરાશ 50 % માર્ક્સ સાથે ધોરણ બાર પાસ કરેલ હોવું જોઇએ.

પરિક્ષા પધ્ધતી :-

AIPMTUG એ એક કસોટી હોય છે જેમાં ઓબ્જેકટીવ પ્રકારનાં પ્રશ્નો પુછવામાં આવે છે. પ્રશ્નો Physics , Chemistry, Botany અને Zoology વિષય સબંધી હોય છે. પરિક્ષાનો સમય 3 કલાક નો અને પ્રશ્નોની સંખ્યા 180 ( એક સેશનમાં 45 પ્રશ્નો) હોય છે.

અગત્યની તારીખો :-

અરજી માટે :- ડિસેમ્બર માસનું પ્રથમ અઠવાડિયું

પરિક્ષાની તારિખ :- મે માસનું પ્રથમ અઠવાડિયું