ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરવા જતા પેહલા જાણવા જેવી બાબતો

ન્યુઝીલેન્ડના ભારત સાથેના શૈક્ષણિક સબંધો હજુ નવા છે તેમ છતાં ખુબ ઝડપથી ન્યુઝીલેન્ડએ ભારતિય વિધાર્થીઓ માટે અભ્યાસનું એક લોકપ્રિય મુકામ બની ગયુ છે. છેલ્લા અમુક વર્ષોમાં ભારતિય વિધાર્થીઓમાં ખાસ કરીને ઉચ્ચતર અભ્યાસ હેતુ ન્યુઝીલેન્ડની પસંદગી કરવાના દરમાં ખુબ જ વધારો થયેલ છે. ન્યુઝીલેન્ડમાં અભ્યાસનો ખર્ચ અન્ય દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, યુ.કે, યુ.એસ.એ, આયરલેન્ડની સાપેક્ષમાં ઘણો ઓછો છે. અધિક્રુત ભારતિય વિશ્વવિધાલયો ( ઇન્ડિયન યુનિવર્સિટી ) માંથી મેળવેલ યોગ્યતા / લાયકાત ન્યુઝીલેન્ડ દ્વારા સ્વિક્રુત હોય છે.

પ્રાથમિકમાધ્યમિક શાળા ( બાલમંદિર અને પ્રાથમિક શિક્ષણ ) :-

અહી ભિન્ન ભિન્ન સંસ્ક્રુતી અને જરૂરીયાતોને અનુલક્ષીને બાળકોના પ્રાથમિક શિક્ષણ માટેની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. મોટાભાગના બાળકો પ્રાથમિક શિક્ષણ લેવાનું 5 વર્ષની ઉમરથી શરૂ કરે છે અને 13 થી 17 અથવા 18 વર્ષની ઉમર દરમ્યાન માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરે છે.

માધ્યમિક શાળા (હાઇ સ્કુલ અથવા કોલેજ ) :-

મોટાભાગની માધ્યમિક શાળાઓ રાજ્યપાત્રિત હોય છે, તેમ છતા અમુક શાળાઓમાં ચોક્કસ ફિલોસોફિકલ અને ધાર્મિક પરંપરાઓને અનુસરે છે. તમામ માધ્યમિક શાળાઓમાં અભ્યાસક્રમ અને શૈક્ષણિક ધોરણ / ગુણવતા એકસમાન હોય છે અને દરેક શાળા એક સમાન રાષ્ટ્રિય યોગ્યતા માટે વિધાર્થીઓને તૈયાર કરે છે, જે દેશભરમાં ( સંપુર્ણ ન્યુઝીલેન્ડમાં ) માન્ય હોય છે.

11 થી 13માં વર્ષ દરમ્યાન, વિધાર્થીઓ નેશનલ સર્ટિફિકેટ ઓફ એજયુકેશનલ અચિવમેન્ટ (NCEA) ની યોગ્યતા પ્રાપ્ત કરવા કાર્યરત હોય છે. 12માં વર્ષમાં ( 16 વર્ષની ઉમર) વિધાર્થી NCEAના લેવલ-2 માં છ  (6) વિષય સુધીનો અભ્યાસ કરે છે, જ્યારે વર્ષ 13માં ( 17 વર્ષની ઉમર) NCEAના લેવલ-3 માં વિધાર્થી પાંચ (5) વિષય સુધીની પસંદગી કરે છે. જે સામાન્ય પણે તેમના ઉચ્ચતર અભ્યાસને સબંધિત હોય છે.

ન્યુઝીલેન્ડની તમામ યુનિવર્સિટી પ્રાય: સરકારની માલિકીની હોય છે. અહી આઠ (8) યુનિવર્સિટી છે જે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ શૈક્ષણિક અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં ડિગ્રી પ્રદાન કરે છે. તમામ યુનિવર્સિટીઓ વાણિજ્ય ( કોમર્સ) , વિજ્ઞાન ( સાયન્સ), અને કલા ( આર્ટસ )માં વિવિધ વિષયોની શ્રેણીમાં ડિગ્રી આપે છે. દરેક યુનિવર્સિટી પોતાના વિશિષ્ટ વિષયમાં નિપુણતા ધરાવતી હોય છે, જેમકે ટેકનોલોજી, એન્જીનિયરીંગ, કમ્પ્યુટર સ્ટડિઝ, મેડિસિન (ચિકિત્સા), એગ્રિકલ્ચર (ક્રુષી) અને એન્વારોન્મેન્ટલ સ્ટડિઝ ( પર્યાવરણ સબંધી ).

અહી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી અને પોલોટેકનિકની વિસ(20) સંસ્થાઓ કાર્યરત છે. દરેક ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી અને પોલોટેકનિક સરકારી માલિકીની છે. આ તમામ ઉચ્ચતર કક્ષાએ પ્રાસ્તાવિક અભ્યાસથી માંડીને પુર્ણ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ સુધીનું શિક્ષણ અને તાલિમ આપવામાં છે. અભ્યાસક્રમો પ્રેકટિકલ તાલિમ અને વાસ્તવિક કાર્ય પરિસ્થિતીને આવરી લેતા હોય છે. યોગ્યતા એ રીતે નિશ્ચિત કરવામાં આવે છે કે જેથી વિધાર્થી તેમના શૈક્ષણિક સ્તર અને અંગ્રેજી ભાષાની ક્ષમતા અનુસાર અલગ અલગ તબ્બકે પ્રવેશ લઇ શકે અને નિષ્કાસિત થઇ શકે.

“સિડી” ( Stair casing )  પ્રકારની વ્યવસ્થા તમને એવા સર્ટિફિકેટ કોર્સમાં એડમિશન (પ્રવેશ) અપાવશે જેમાં અભ્યાસ ચાલુ રાખવાથી પ્રાપ્ત થતી ક્રેડિટથી ડિગ્રી અથવા ડિપ્લોમાં મેળવી શકાય છે. જેમકે એગ્રિકલ્ચર ( ક્રુષિ), આર્ટ (કલા), ડિઝાઇન, બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રકશન (બાંધકામ), બિઝનેશ (વ્યાપાર), એન્જીનિયરીંગ (ઇજનેરી), મરિન સ્ટડિસ (દરિયાઇ અભ્યાસ), ફોરેસ્ટ્રી (વનિકરણ), સાયંસ (વિજ્ઞાન) અને ટેકનોલોજી, મિડિયા અભ્યાસ અને ટુરિઝમ (પ્રવાસન) અને હોસ્પિટાલિટી ક્ષેત્રો સબંધી અભ્યાસક્રમો જે તે ઉધોગો, વ્યાપાર, વ્યાવસાય, અને સમાજના પ્રતિનિધીઓના સમુહોની સલાહ લઇ અને તેમને સાથે રાખી ચલાવવામાં આવે છે. આ સમુહો દ્વારા આ અભ્યાસક્રમો વાસ્તવિક હોય, છેલ્લામાં છેલ્લી માહિતી સભર હોય, તેમજ સંશોધનાત્મક હોય તે નિશ્ચિત કરે છે જેથી માલિકો જેનુ મૂલ્ય કરે તેવી યોગ્યતા / કુશળતા સ્નાતકો પ્રાપ્ત કરી શકે.

આવી સંસ્થામાંથી પ્રાપ્ત કરેલ ડિગ્રી એ યુનિવર્સિટીમાંથી મેળવેલ ડિગ્રીની સમકક્ષ ગણાય છે.

ખાનગી તાલિમી સંસ્થાઓ ( પ્રાયવેટ ટ્રેનિંગ ઇન્સટિટ્યુટ ) :-

અહી અનેક ખાનગી સંસ્થાઓ ઉચ્ચતર શિક્ષા તેમજ તાલિમ પ્રદાન કરે છે. આ તમામ સંસ્થાઓ ન્યુઝીલેન્ડ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અને અનુદાન મેળવતી હોય છે અને શિક્ષણનાં વિશિષ્ટ ક્ષેત્રોમાં તાલિમ આપતી હોય છે જેમકે :- બિઝનેસ, ડિઝાઇન, હોસ્પિટાલિટી, હોટલ મેનેજમેન્ટ, અને ટુરિઝમ માટેના અભ્યાસક્રમો. આ તમામ ઉચ્ચતર કક્ષાએ પ્રાસ્તાવિક અભ્યાસથી માંડીને પુર્ણ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ સુધીનું શિક્ષણ અને તાલિમ આપે છે.

ન્યુઝીલેન્ડમાં વિધાર્થીને અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરાવામાં આવે છે. ન્યુઝીલેન્ડના વતનીઓ સાથે એક જ વર્ગમાં  અભ્યાસ કરવાની તક મળે છે તેમજ અભ્યાસના દરેક પાસાઓ શિખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તમારી યોગ્યતા અન્ય અંગ્રેજી ભાષા બોલતા દેશોમાં પણ માન્ય ગણાશે, જેમકે તમે સ્નાતક કક્ષાનો અભ્યાસ ઔસ્ટ્રેલિયા કે કેનેડામાં કરેલ હોય અને અનુસ્નાતક અભ્યાસ માટે તમે ન્યુઝીલેન્ડ પરત આવીને કરી શકો છો.

ન્યુઝીલેન્ડમાં અભ્યાસ :-

ઉચ્ચતર અભ્યાસ હેતુ અરજી અને પ્રવેશ પ્રક્રિયાની ચોકકસ વિગતો જાણવા માટે તમારી પસંદગીની જે તે સંસ્થાની પત્રિકા ( prospectus ) જોઇ જાઓ.

સેમેસ્ટરની તારીખો ( સત્રાંતની શરૂઆત ) :-

એક શૈક્ષણિક વર્ષમાં બે સેમેસ્ટર હોય છે. ફ્રેબ્રુઆરી થી જુન, અને જુલાઇ  થી નવેમ્બર. અમુક સંસ્થાઓ “સમર સ્કુલ” (ગ્રિષ્મ શાળા ) અભ્યાસક્રમ પણ ચલાવે છે, જે નવેમ્બરથી ફ્રેબ્રુઆરી દરમ્યાન હોય છે. જેથી કોઇ એક ડિગ્રી પુર્ણ કરવા માટે જરૂરી કુલ વર્ષમાં ઘટાડો થઇ શકે છે.

અંગ્રેજી ભાષાની જરૂરીયાત :-

ન્યુઝીલેન્ડમાં વહેવારની (બોલચાલની) ભાષા અંગ્રેજી છે. અંગ્રેજી ભાષામાં કુશળતાએ તમામ શૈક્ષણિક અભ્યાસ માટે આવશ્યક છે. આ માટેનું પસંદગીનું ધોરણ ટોફલ (TOEFL), ઇલ્ટસ (IELTS)ની પરિક્ષા વ્યવસ્થા છે, અથવાતો તમારા ધોરણ બાર (10+2)માં અંગ્રેજી વિષયમાં મેળવેલ માર્ક્સ ગણત્રીમાં લઇ શકાય છે. ( ચોક્કસ સંસ્થામાં માર્ક્સની ગણત્રી કયાં આધારે થાય છે તે ચકાસી લો.) તમારા શિક્ષણ, શાળા અને સંસ્થામાંથી શ્રેષ્ઠતમ પ્રાપ્ત કરવા કઠોર પરિશ્રમ કરો અને તમે તમારા શિખવાના વાતાવરણમાં અને સ્થળમાં અનુકુળતા અનુભવો છો એ નિશ્ચિત કરો.

મોટાભાગની તમામ સંસ્થાઓ નીચે મુજબની સેવા પ્રદાન કરે છે:-

ડોકટર્સ, કાઉન્સેલર્સ( સલાહકારો), દવાઓ, ફિટનેસ સેન્ટર, સ્પોર્ટસ ક્લબ, બાળકોની દેખરેખ, કારકિર્દી સબંધી સલાહ સુચનો,, કેન્ટિન, વિધાર્થીઓનું એશોશિએશન જે સામાજિક, સાંસ્ક્રુતિક અને સ્પોર્ટ્સ સબંધી પ્રવુતીઓમાં અને સંસ્થાના સંચાલનમાં, વિધાર્થી રેડિયો સ્ટેશન, દૈનિક વર્તમાનપત્ર વગેરેમાં સમ્મિલિત થાય છે.

વિધાર્થીનું શિક્ષણ કેન્દ્ર ;-

અભ્યાસ સબંધી વન-ટુ-વન અને ગ્રુપ ટ્યુટોરિયલ ( વ્યકતિગત તેમજ સમુહમાં કાર્ય આપવામાં આવે છે), નિબંધ લેખન, આંકડાશાસ્ત્ર, શબ્દ ભંડોળ, થિસિસનું આયોજન, લાયબ્રેરી, પરિક્ષા પધ્ધતી, વગેરે..સ્ટેશનરી દુકાન, ફોટોકોપીની દુકાન, ઇન્ટરનેટ સુવિધાયુકત કમ્પ્યુટર લેબોરેટરી, વ્યકતિગત ઇ-મેઇલ એકાઉન્ટ, નિષ્ણાંત સ્ટાફ સહિતની સમ્રુધ્ધ લાયબ્રેરી, એટિએમ મશીન, અને ક્યાંક બેંકની શાખા પણ હોય છે.

પરિક્ષા પધ્ધતી જે રીતે તમારુ મુલ્યાંકન કરે છે એ તમારા અભ્યાસને પણ પ્રભાવિત કરતી હોય છે. અહી મુલ્યાંકન બે પ્રકારે કરવામાં આવે છે, એક – પરિક્ષા દ્વારા અને બે – વર્ગકાર્ય દ્વારા. ક્યારેક તમારા કુલ ગુણ બંને પરિક્ષાના ગુણને જોડીને ગણવામાં આવતા હોય છે. આમાં મોટાભાગે નિબંધલેખન, સંક્ષિપ્ત પેરેગ્રાફ લખાણ, મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો વગેરેનો શમાવેશ થાય છે. દરેક સેમેસ્ટરના અંતે પરિક્ષા લેવામાં આવે છે. પરિક્ષા દરમ્યાન વિધાર્થીને પિવાના પાણી સિવાય કોઇ ખાધ કે પેય પદાર્થ આપવામાં આવતા નથી. પરિવેક્ષક (સુપરવાઝર) જે પરિક્ષા ખંડનું સુપરવિઝન કરે છે તેઓ તમામ વિધાર્થીઓના આઇ કાર્ડ ચકાસે છે. દરેક પરિક્ષા માટે ડિકસનરી, કેલ્ક્યુલેટર, અને પુસ્તકો સાથે રાખવા માટે અલગ-અલગ ઉચિત નિયમો હોય છે. એડવાન્સમાં (આગોતરી) પરિક્ષા આપવા કે પછી પરિક્ષાના દિવસે વિધાર્થી બિમાર હોય તો તે સબંધી પણ નિયમો હોય છે.

વર્ગકાર્ય (કલાસવર્ક) :-

વર્ગકાર્યમાં નિબંધો, ગ્રુહકાર્ય, લેબોરેટરી રિપોર્ટસ, તત્કાલ સ્થળ પર કસોટી, ફિલ્ડવર્ક, પ્રેસેન્ટેશન, સ્પેશયલ પ્રોજેકટ, પ્રેકટિકલ વર્ક વગેરેનો સમાવેશ થાય છે. વર્ગમાં સક્રિયતાથી ભાગ લેવાની પણ નોંધ લેવાય છે. ગ્રુહકાર્ય માટેના ધોરણોની નોંધ રાખો. નિબંધ લેખન નિશ્ચિત શબ્દ સંખ્યાની માર્યાદાથી વધવો ન જોઇએ અને નિયત આખરી તારિખ પહેલા સુપ્રત કરવો જોઇએ અન્યથા તમે ગુણ ગુમાવશો અથવા અભ્યાસમાં નાપાસ થશો. સાહિત્યમાં ચોરી કરવી એ તદન અસ્વિકાર્ય હોય છે. જો કોઇ વિધાર્થી અન્ય વિધાર્થીનું કાર્ય પોતાના નામે ચડાવી રજૂ કરતા પકડાયતો તો તેણે શૈક્ષણિક નિયમોના ઉલ્લંઘન સબબ શિસ્તભંગના પગલાનો સામનો કરવાનો થશે. જો તમને ગ્રુહકાર્ય કે અભ્યાસ મુશ્કેલી જણાય કે ન સમજાય તો ટ્યુટર (શિક્ષક)ની અથવાતો સ્ટુડન્ટ લર્નિંગ સેન્ટરની મદદ મેળવો.

તેઓ (સંસ્થા) તમારી સફળતા ઇચ્છે છે અને તમને મદદ કરવામાં ખુશી અનુભવશે. મદદ માંગવી એ કાંઇ શરમજનક નથી – વિધાર્થી જીવનની એ સામાન્ય બાબત છે. ખુદના માટે બોલવું એ શિખવું પણ જરૂરી છે. અમુક અભ્યાસમાં સપ્તાહના અમુક કલાકો ફોર્મલ પાઠના હોય છે. આત્મપ્રેરણા અને સ્વયં શિસ્ત એ ખુબ જ જરૂરી છે. તમારૂ વાંચન ખુબ જ વિશાળ અને ગહન હોય તેવી તમારી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે, જેથી તમે વર્ગમાં થતી સમુહ ચર્ચામાં ભાગ લઇ શકો. તમે મૌલિક વિચારો ધરાવતા હોવા જોઇએ અને વિવાદ કે ચર્ચામાં તેનો બચાવ કરી શકવા સક્ષમ હોવા જોઇએ. આ રીતે તમામ શૈક્ષણિક કાર્યક્રમોમાં ભાગ લઇને આપણે આપણા ગુરૂઓ પ્રતિ સન્માન વ્યકત કરી શકીએ છીએ. અમુક સંસ્ક્રુતીમાં ગુરૂને પડકારવાનું યોગ્ય માનવામાં આવતું નથી. જેમકે બ્રિટિશ શિક્ષણ વ્યવસ્થામાં આ એક મહત્વનો ભાગ છે.

સેતુ અભ્યાસ (Bridging Study) :-

અમુક અંતરરાષ્ટ્રીય વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સેતુ અભ્યાસ (Bridging Study)ની જરૂરીયાત રહે છે. દા.ત તરીકે તમે વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી અને હવે તમારે મેનેજમેન્ટ માં અનુસ્નાતક થવું છે અથવાતો તમે અન્ય શૈક્ષણિક સિસ્ટમમાંથી આવી રહ્યા છો તો તમે સિધો પ્રવેશ મેળવાવા માટેની યોગ્યતા કેળવી નહી શકો. સેતુ અભ્યાસ (Bridging Study)એ તમારી શૈક્ષણિક કુશળતાને વિકસિત અને જ્ઞાનની વ્રુધ્ધી કરવા માટે હોય છે અને સામાન્યત: એક વર્ષની મુદતનો આ અભ્યાસ હોય છે.

ન્યુઝીલેન્ડમાં મોટાભાગે સેતુ અભ્યાસ ( બ્રિઝીંગ સ્ટડી) તરીકે ગ્રેજ્યુએટ ડિપ્લોમાંનો અભ્યાસ કરાવામાં આવતો હોય છે. આ પછી વિધાર્થી પ્રાય: અનુસનાતક અભ્યાસ કરતા હોય છે, જેમકે માસ્ટર્સ ડિગ્રી ( વિશેષ બે વર્ષનો અભ્યાસક્રમ )

ન્યુઝીલેન્ડમાં એમ.બી.:-

સામાન્યત: જે લોકો ન્યુઝીલેન્ડમાં મેનેજમેન્ટમાં અથવા સ્વતંત્ર ઉધોગ / વ્યાવસાયમાં પોતાની કારકિર્દી આગળ ધપાવવા માંગતા હોય છે તેઓ માસ્ટર્સ ઓફ બિજનેસ એડમિનિસટ્રેશન (એમ.બી.એ)ની ડિગ્રી મેળવવા પ્રયત્ન કરતા હોય છે. મોટાભાગના લોકોને જેમને વિશાળ અનુભવ અને થોડોક મેનેજમેન્ટમાંના વિષયમાં અનુભવ હોય તેઓ આ પસંદ કરતા હોય છે, જોકે તેમની સંસ્થાઓ જુદી – જુદી હોય શકે છે. ન્યુઝીલેન્ડમાં માસ્ટર્સ ઓફ બિજનેસ એડમિનિસટ્રેશન (એમ.બી.એ)નો અભ્યાસ કરવાથી સિનિયર કક્ષાના મેનેજમેન્ટ અને ઉધોગ / વ્યાવસાયમાંનાં હોદાઓ સંલગ્ન કામગીરી બાબતે ચાવી રૂપ જાણકારી અને જ્ઞાન પ્રાપ્ત થાય છે.

આમાં એડવાન્સ સ્તરે વિવિધ પ્રકારો આવરી લેવામાં આવતા હોય છે જેમકે અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટ, ફાઇનાન્સ (નાણાકિય), સ્ટ્રેટેજી (પ્રયુકતિઓ), એથિકસ (નિતિમતા), નિર્ણય વિજ્ઞાન (ડિસિશન સાયંસ), હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, અને માર્કેટીંગ. મોટાભાગના અભ્યાસક્રમોમાં થિયરિટિકલ (વાદ) નિયમો / સિધ્ધાંતો વાસ્તવિક વિશ્વમાં કઇ રીતે લાગૂ પડે છે તે નાના – મોટા ઉધોગગ્રુહો, સરકારી સંસ્થાનો વગેરેમાં ઇન્ટર્નશિપ, કેસ સ્ટડી દ્વારા કરાવી સમજાવવામાં આવે છે. વર્ગમાં સક્રિયાતાથી ભાગ લેવા પર આમાં ખુબ મહત્વ આપવામાં આવે છે.

ન્યુઝીલેન્ડમાં મેળવેલ એમ.બી.એની ડિગ્રી એ તેની ગુણવતા માટે અંતરરાષ્ટ્રીય સ્તરે માનયતા ધરાવે છે. એમ.બી.એના અભ્યાસક્રમ કરાવતી ન્યુઝીલેન્ડની અનેક સંસ્થાઓ અંતરરાષ્ટ્રીય સ્તરે અધિક્રુત સંસ્થાઓ જેમકે બ્રિટિશ એશોશિએશન ઓફ એમ.બી.એ (British Association of MBAs) ની માન્યયતા ધરાવતી હોય છે.

ન્યુઝીલેન્ડની સંસ્થાઓ જે એમ.બી.એનો (MBA) અભ્યાસક્રમ કરાવે છે એ આ મુજબ છે :-

ઓકલેન્ડ ઇન્સટીટ્યુટ ઓફ સ્ટડિસ ઓકલેન્ડ યુનિવર્સિટી, ઓકલેન્ડ યુનિવર્સિટી ઓફ કેન્ટબરી, ક્રાઇસ્ટચર્ચ લિંકન યુનિવર્સિટી, ક્રાઇસ્ટચર્ચ મેસી યુનિવર્સિટી, પાલ્મેર્સન નોર્થ, અલ્બેની એન્ડ વેલિગ્નટન યુનિવર્સિટી ઓફ ઓટાગો, ડુનેદિન યુનિવર્સિટી ઓફ વૈકાટો, હેમિલ્ટન વિકટોરિયા યુનિવર્સિટી ઓફ વેલિગ્નટન. અભ્યાસ સબંધી વિગતવાર માહિતી, પ્રવેશ યોગ્યતા લાયકાતઓ, અભ્યાસ પ્રારંભ તારિખો, ટ્યુશન ફી વગેરે માટે જે તે સબંધિત સંસ્થાનું પ્રોસ્પેકટસ જોઇ જવા વિનંતી.

ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા માટે કાયદાની જોગવાઇ અનુસાર તમારે નવી દિલ્હી સ્થિત ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) વિભાગમાં અરજી કરવાની રહે છે. વિઝા મેળવવાના બે તબ્બકાઓ છે. 1. એપ્રુવલ ઇન પ્રિન્સીપલ (AIP)  વિધાર્થી જ્યાં સુધી તેને ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) વિભાગ તરફથી એપ્રુવલ ઇન પ્રિન્સીપલ (AIP)   પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તે ટ્યુશન ફી ભરપાઇ કરવાની થશે નહી. એકવાર એપ્રુવલ ઇન પ્રિન્સીપલ (AIP)  મળી જાય છે પછી જ્યાં તમે અભ્યાસ કરવાના હો ત્યાં ફી ભરપાઇ કરી આપવાની હોય છે. સંસ્થા તમારા એજેન્ટને અને (INZ) ને ફી ભર્યાની રસિદ આપશે, તમારે એજેન્ટ ન હોય તો રસિદ સીધી તમને મોકલી આપવા છે. એકવાર (INZ)ને રસિદ મલ્યા બાદ તમારૂ  (AIP) પુર્ણ સ્ટુડન્ટ વિઝામાં રૂપાંતરિત થશે.

પુર્ણ સ્ટુડન્ટ વિઝા માટેની જરૂરીયાતો :-

અભ્યાસ માટેનું પુર્ણ વિગતો ભરેલ અરજીપત્રક ( જે ઓનલાઇન અથવા (INZ), નવી દિલ્હી ખાતેથી પ્રાપ્ય હોય છે) તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, (INZ) ની નોન-રિફંડેબલ ફીનું ચુકવણું.    “સ્થળની શૈક્ષણિક સંસ્થા તરફથી એડમિશન માટેની અરજી સ્વિકારવામાં આવ્યા અંગેનો પત્ર” ઓફર ઓફ પ્લેસ, અભ્યાસક્રમનું નામ, અભ્યાસક્રમ પુર્ણ કરવા માટે જરૂરી ન્યુનતમ સમયમર્યાદા, અને કોર્સ ફીનું ચુકવણું. ન્યુઝીલેન્ડની જે સંસ્થા તમારૂ એડમિશન નિશ્ચિત કરશે તેઓ“ ઓફર ઓફ પ્લેસ”  પત્ર તમને અથવા તમારા એજેન્ટને આપશે.

ટ્યુશન ફી ભરપાઇ કર્યાની પુરાવો / સાબિતી. તમારા રહેવા માટે ની યોગ્ય વ્યવસ્થા નિશ્ચિત કરવામાં આવેલ છે તે અંગેની ન્યુઝીલેન્ડની શૈક્ષણિક સંસ્થા અથવા વ્યકતિની લેખિત બાહેંધરી. અભ્યાસ દરમ્યાન આર્થિક સક્ષમતાની સાબિતી, દેશ પરત ફરવાની રિટર્ન ટિકિટ અથવા તો તે ખરીદી શકાય તે માટેની આર્થિક સક્ષમતાની સાબિતી. બે વર્ષથી ઓછા સમયના અભ્યાસ માટે તમારે કદાચ હંગામી એન્ટ્રી X – Ray (ક્ષ કિરણો) પ્રમાણપત્ર અને બે વર્ષથી વધુના અભ્યાસ માટે મેડિકલ, X – Ray (ક્ષ કિરણો) પ્રમાણપત્ર  અને પોલિસ પ્રમાણપત્ર ( સારા ચારિત્ર નું પ્રમાણપત્ર  ) રજૂ કરવાનું રહેશે. જો તમારી અરજી મંજુર કરવામાં આવે છે તો તમારા પાસપોર્ટની મુદત ન્યુઝીલેન્ડથી પરત ફરવાની તારિખથી 3 મહિના વધુ સુધીની માન્યતા ધરાવતો હોવો જોઇએ.

NZની સંસ્થાઓ પાસે ચાવિરૂપ શૈક્ષણિક સલાહકારો અને નિષ્ણાંતો હોય છે જે વિધાર્થીને અભ્યાસ માટેની અરજી તેમજ વિઝા અરજીમાં સહાયભુત થાય છે. કાયદાની જોગવાઇ મુજબ દરેક  અંતરરાષ્ટ્રીય વિધાર્થીએ ન્યુઝીલેન્ડમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવતી વખતે ટ્રાવેલ તેમજ મેડિકલ વિમો લેવો ફરજીયાત છે. તેના નિતીનિયમોએ (વિમા પોલીસી)  ચુસ્ત માર્ગદર્શિકાને અનુસરતા હોવા જોઇએ અને અભ્યાસ કરવામાં આવનાર સંસ્થા દ્વારા માન્ય હોવી જોઇએ. સંસ્થામાં પ્રવેશ નોંધાવતી વખતે તેમજ તમારા ઓફર પેકમાં પણ પોલીસી સબંધી સલાહ અને વિમા પોલીસી સબંધી માહિતી આપવામાં આવતી હોય છે.

રોજગારની તકો

2005માં એનટાઇટલમેન્ટ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતાં કરતાં નોકરી કરવા અંગેના નિયમો, અભ્યાસ પછીની નોકરીની તકો વગેરેની શરૂઆત થઈ. વિદ્યાર્થી માટેના નીતિવિષયક નિયમો (સ્ટુડન્ટ પોલિસી) 4 જુલાઇ 2005થી અસરમાં આવી. એલીજીબલ (યોગ્યતા પાત્ર) વિદ્યાર્થી અઠવાડીયાના 20 કલાક સુધી કામ કરવાની મંજૂરી માટે અરજી કરી શકે છે, જે અગાઉ 15 અઠવાડીયા સુધી સીમિત હતું. 12 મહિના અથવા વધુ સમય માટેનો અભ્યાસ કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઉનાળાની રજાઓમાં પૂર્ણ સમય કામ કરવા માટે અરજી કરી શકે છે. 12 અને 13 વર્ષના તેમજ અંગ્રેજી ભાષામાં અભિયોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઑ અઠવાડિયાના 20 કલાક સુધી કામ કરવા માટે અરજી કરી શકે છે. બે કે ત્રણ વર્ષનો ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ વિદ્યાર્થીને પોતાના અભ્યાસ પ્રમાણે નોકરી શોધવા માટે 6 મહિના ની વર્ક પરમિટ મળી શકે છે. એક વખત તેમને જોબ ઓફર મળે પછી ઓફર અનુસાર વર્ક પરમિટ લંબાઈ શકે છે.

નોકરી કરવાની સાથે મોટા ભાગના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પી.આર. (permanent residence) માટે અરજી કરી શકે છે, પરંતુ એ માટે તેઓ INZ ના નિયમો પ્રમાણેની જરૂરી યોગ્યતા કે પાત્રતા તેઓ ધરાવતા હોવા જોઇએ. અમુક ચોક્કસ અભ્યાસક્રમ કે જેમાં Skilled Migrant Category માટે પોઇંટ્સ મળે છે તે પૂર્ણ કરેલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી 6 મહિનાની ઓપન વર્ક પરમીટ માટે અરજી કરી શકે છે. આ વિદ્યાર્થીના પાર્ટનર પણ પોતાના પાર્ટનરના અભ્યાસક્રમના સમયગાળા અનુસાર વર્ક પરમીટ માટે અરજી કરી શકે છે. આ માટેની વધુ માહિતી તેમજ પોલિસી અને યોગ્યતા / પાત્રતા માટેની વિગતો માટે INZની વેબસાઇટ www. immigration.govt.nz/migrant ચેક કરવી અથવા તમારા એજન્ટ, તમારી સંસ્થા અથવા તો INZનો સંપર્ક કરવો. તમે પસંદ કરેલ કારકિર્દીના ક્ષેત્રમાં તમને કેવી નોકરી મળે એ જે તે વખતના જોબ માર્કેટ પર આધાર રાખે છે. તમે કોઈ પણ જોબ પસંદ કરો ત્યારે એ કરવાથી તમને ઘણા નવા વ્યક્તિઓને મળવાનો મોકો મળે છે, અંગ્રેજી ભાષા પર પકડ મજબૂત કરવાની તક મળે છે, ખિસ્સા ખર્ચી નીકળે છે અને કામ કરવાની અમુક મૂળભૂત આવડતો શીખવા મળે છે. ત્યાં કામ કરવાથી તમને ન્યુઝીલેન્ડના વ્યાપારિક વાતાવરણનો પણ ખ્યાલ આવે છે.

ગ્રેજ્યુએશન પછી કાયમી નોકરી મળવાનો આધાર તમારા બેકગ્રાઉંડ તેમજ એ સમયના લેબર માર્કેટ પર રહે છે. હાલમાં ન્યુઝીલેન્ડમાં બેરોજગારીની ટકાવારી 3.6% જેટલી નીચી છે જેથી સમજી શકાય કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અહી નોકરીની તકો ખૂબ ઉજ્જવળ છે. આ તકો બજાર / માર્કેટ આધારિત હોવાથી બની શકે કે તમને તમારા પસંદ કરેલ ક્ષેત્રને બદલે કોઈ બીજા ક્ષેત્રમાં નોકરી મળે પણ તેમાં પણ ઉપર જણાવેલ ફાયદા તો રહેલા જ છે, જેમ કે ઘણા નવા વ્યક્તિઓને મળવાનો મોકો મળે છે, અંગ્રેજી ભાષા પર પકડ મજબૂત કરવાની તક મળે છે, ખિસ્સા ખર્ચી નીકળે છે અને કામ કરવાની અમુક મૂળભૂત આવડતો શીખવા મળે છે.

અમુક તૃતીય શ્રેણીની સંસ્થાઓ ગ્રેજ્યુએટ થવા માટે  “ઇંડસ્ટ્રી પ્લેસમેંટ” અથવા “ઈંટર્નશિપ” નો આગ્રહ રાખે છે. આવી પ્લેસમેંટ ગ્રેજ્યુએટ થતાં પહેલા વાસ્તવિક બિઝનેશ એન્વાયરમેન્ટમાં કામ કરવાનો કિમતી અનુભવ પૂરો પાડે છે.

  • ક્યાં અને ક્યો અભ્યાસક્રમ કરવો:

તાલીમી સંસ્થાઓ ( ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન્સ )

શિક્ષણ પૂરું પાડતી સંસ્થાઓ દરેક સ્તરના અભ્યાસક્રમો ઓફર કરે છે જેમાં સર્ટિફિકેટ, ડિપ્લોમા, ગ્ર્જ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીઑનો સમાવેશ થાય છે. તે તમામનો NZQA ( New Zealand Qualification Framework ) પર ચોક્કસ રેન્ક હોય છે. NZQA ની વેબસાઇટ પર આ તમામ અભ્યાસક્રમો અને તે ફ્રેમવર્કમાં ક્યાં સમાવિષ્ટ થાય છે તેની માહિતી આપેલી છે.

માહિતી મેળવવાનો બીજો એક સારો સ્રોત Careers NZ ની સાઇટ છે. તેની અંદર એક ‘જોબ લાઈબ્રેરી’ છે જેમાં અલગ અલગ જોબ (નોકરી)માં લોકો હકીકતમાં શું કામ કરતાં હોય છે, તે જોબ કરવા માટે કઈ શૈક્ષણિક લાયકાતો અને આવડતની જરૂર છે, પગાર કેટલો મળે છે તેમજ રોજગારની કેવી તકો રહેલી છે તે વિશેની તમામની માહિતી મળે છે.

  • સુનિયોજિત કેમ્પસ:-

ન્યુઝીલેન્ડની વસતી મુજબ અહીની યુનિવર્સિટીના કેમ્પસ સુનિયોજિત હોય છે. માધ્યમિક શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યા 750 થી 1000 સુધી હોય છે અને યુનિવર્સિટીમાં પ્રાય: 10000 થી 20000 વિધાર્થીઓ હોય છે. તમારી જરોરીયાતની તમામ સુવિધા કેમ્પસ ધરાવતું હોય છે અને એટલું નાનું પણ હોય છે કે તમે તેના એક ભાગ હો તેમ ગમે ત્યાં ચાલીને પહુંચી જઇ શકો છો.

અહી આઠ ( 8 ) યુનિવર્સિટીઓ છે. તેના અભ્યાસક્રમો શૈક્ષણિક હોય છે જે વ્યાવસાયિક અભ્યાસક્રમોથી જુદા હોય છે.

ન્યુઝીલેન્ડની તમામ યુનિવર્સિટીઓ કોમર્સ, વિજ્ઞાન અને હ્યુમેનિટિસના ક્ષેત્રોમાં સ્નાતક, અનુસ્નાતક અને ડોકટોરેટ ( PhD )  ડિગ્રી માટેના વિશાળ શ્રેણી ધરાવતા અભ્યાસક્રમો ચલાવે છે. ઘણી યુનિવર્સિટીઓ એક કરતા વધારે કેમ્પસ હોય છે જે પ્રાય: અલગ અલગ શહેરોમાં આવેલ હોય છે, અમુક વિદેશી અભ્યાસક્રમ પણ ચલાવે છે.

ન્યુઝીલેન્ડમાં 18 ટેકનોલોજી અને પોલીટેકનિકની સંસ્થાઓ ( Institute of Technology and Polytechnics – ITPs ) છે. તેઓ પ્રાથમિકથી લઇ પુર્ણ ડિગ્રી અભ્યાસક્રમ સુધીનું વ્યાવસાયિક અને વોકેશનલ સબંધી શિક્ષણ અને તાલિમ આપે છે.  અનેક ITPs અંગ્રેજી ભાષાની તાલિમ અને અનુસ્નાતક અભ્યાસના વિકલ્પો આપે છે, જેમાં ડોકટોરેટ ( PhD )  લેવલ સુધીનો સમાવેશ થાય છે. અભ્યાસક્ર્મો વ્યાવસાયલક્ષી વધુ હોય છે અને પ્રેકટિકલ અનુભવ તથા કાર્યકારી પરિસ્થિતિઓ પર વધુ ભાર આપે છે. આ સંસ્થામાંથી મેળવેલ ડિગ્રી અન્ય યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ ડિગ્રીની સમકક્ષ જ ગણાય છે.

પ્રવેશ માટેની યોગ્યતા / લાયકાતો:-

ન્યુઝીલેન્ડની માધ્યમિક શાળાઓમાંથી આવતા વિધાર્થીઓ જેમને યુનિવર્સિટી અથવા Institute of Technology and Polytechnics – ITPs માંથી ડિગ્રી / ડિપ્લોમાં કરવું છે તેઓએ NCEA લેવલ 3ની યોગ્યતા મેળવવી જરૂરી છે.

વિદેશથી આવતા વિધાર્થીઓએ યુનિવર્સિટી સ્તરનું સમકક્ષ શિક્ષણ મેળવેલ છે તે દર્શાવવું જરૂરી છે જેમકે યુ.કેથી આવતા વિધાર્થીઓ માટે GCSE લેવલ, હોંગકોંગ માટે “A”  લેવલ, STPM / Malaysian Higher School Certificate, Australian Matriculation Year 12 Certificate. વગેરે. તેઓ એ અંગ્રેજી ભાષાની પ્રવિણતા પણ પુરવાર કરવાની રહે છે.

સ્થાનિક વિધાર્થીઓ જેઓ 20 વર્ષથી મોટી ઉમરના છે તેઓએ પ્રવેશ માટે સામાન્ય લાયકાતો પરિપુર્ણ કરવાની જરૂર રહેતી નથી.

અન્ય અભ્યાસક્રમો માટેની પ્રવેશ લાયકાતો અલગ હોય શકે છે. તમારે જે અભ્યાસક્રમ માટે અરજી કરો છો ત્યાં તમારે આ બાબતે વિશેષ તપાસ કરવી.

  • અરજી પ્રક્રિયા : –

ઉચ્ચ અભ્યાસ શૈક્ષણિક વર્ષ :

શૈક્ષણિક વર્ષ માર્ચ થી નવેમ્બર મહિના દરમ્યાન હોય છે. તેમછતાં અમુક અભ્યાસક્રમો માટે જુલાઇ મહિનામાં અભ્યાસ શરૂ થતો હોય છે તેમજ ઉનાળું અભ્યાસક્રમો માટે જાન્યુઆરી થી માર્ચ પણ અભ્યાસ કરાવામાં આવતો હોય છે.

એક વાર તમે અભ્યાસ અને સંસ્થા પસંદ કરી લીધા બાદ તમારે સબંધીત પેપર વર્ક પુરુ કરવાનું રહેશે. તે સ્વિક્રુત થયા બાદ સંસ્થા તમને ઓફર ઓફ પ્લેસ ( Offer Of Place ) પત્ર મોકલશે અને ફી ભરપાઇ કર્યા બાદ સંસ્થા તમને Confirmed Offer Of Place ” પત્ર મોકલશે.

જો તમારો અભ્યાસક્રમ 12 અઠવાડિયાથી ઓછા સમયનો હશે અથવા તો તમારા દેશને ન્યુઝીલેન્ડ સાથે વિઝા-ફ્રી અગ્રીમેંટ કરેલ હશે તો તમારે વિઝાની જરૂર નહી પડે.

અ સિવાયના તમામ કિસ્સાઓમાં તમારે ન્યુઝીલેન્ડ સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવાની રહેશે અને  Confirmed Offer Of Place ” પત્ર રજૂ કરવાનો રહેશે.

  • અંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ :-

અભ્યાસક્રમ, સંસ્થાઓ, અરજીપ્રક્રિયા, વિગતવાર માહીતી માટે “ Education New Zealand Study in New Zealand ” ની વેબસાઇટની મુલાકાત લો.

વિશેષ કરીને ડોકટોરેટ અભ્યાસક્રમો માટે તેઓના અનુસ્નાતક અભ્યાસ વિભાગમાં જુઓ.

  • ફી અને ભથ્થાઓ :-

સ્થાનિક રહેવાસી ( Domestic )  વિધાર્થીઓ માટે સરકાર દ્વારા ઘટાડેલા દરે ફી હોય છે, જોકે તેમછતા તેઓને અભ્યાસક્રમના ખર્ચનાં 30% ના દરે યોગદાન આપવાનું રહે છે. આ ન્યુઝીલેન્ડના નાગરિકો અને નિવાસી વિઝા ધરાવતા લોકોને લાગુ પડે છે. અમુક અન્ય વર્ગના લોકોને પણ સ્થાનિક રહેવાસીનો ( Domestic Status ) પ્રાપ્ત દરરજો થતો હોય છે.આ માટે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની વેબસાઇટ જુઓ.

અન્ય વિધાર્થીઓ અંતરરાષ્ટ્રીય ફી ભરી ન્યુઝીલેન્ડમાં ઉચ્ચ અભ્યાસ કરી શકે છે.

અભ્યાસક્રમો અને સંસ્થા મુજ્બ ફીનું ધોરણ અલગ-અલગ હોઇ શકે છે. તેથી ચોક્ક્સ માહિતી માટે જે તે સંસ્થાની વેબસાઇટ જોઇ લેવી જરૂરી છે.

  • વિધાર્થી લોન અને ભથ્થાઓ : –

નાગરિકો અને કાયમી નિવાસીઓ જેઓ ન્યુઝીલેન્ડમાં ત્રણ વર્ષથી વધુ સમયથી વસવાટ કરે છે તેઓ વિધાર્થી ભથ્થા માટે અરજી કરી શકે છે જે તેમને નિર્વાહ ખર્ચમાં મદદરૂપ થશે અને વિધાર્થી લોન તેમને ફી અને અભ્યાસ સબંધી ખર્ચ ઉપાડવામાં મદદરૂપ થશે. લોન ભરપાઇ કરવાની હોઇ છે જ્યારે ભથ્થા ભરપાઇ કરવાના હોતા નથી.

2 thoughts on “ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરવા જતા પેહલા જાણવા જેવી બાબતો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s