અમેરિકા (USA) માં અભ્યાસ કરવા જતા પેહલા જાણવા જેવી બાબતો

ભારતિય શિક્ષણ વ્યવસ્થામાં વિદેશી યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓની ભૂમિકા ઉતરોતર વધતી જાય છે. વિવિધ દેશોની અનેક શિક્ષણ સંસ્થાઓ દ્વારા ભારતિય વિધાર્થીઓને લક્ષ્ય બનાવવાનું પ્રમાણ અનેક ગણું વધી વધી ગયેલ છે તેમ છતાં હજુ યુએસ તેનાં વૈશ્વિક કક્ષાનાં શિક્ષણનાં કારણે ભારતિય વિધાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ માટેનું માનિતું સ્થળ બની રહેલ છે (ખાસ કરીને આઇ.ટી, એન્જીનિયરીંગ, કોમ્પ્યુટર સાયન્સ, બિઝનેસ મેનેજમેન્ટ અને કળા ક્ષેત્રમાં). શૈક્ષણિક સત્ર ( 2006-2007)માં યુનાઇટેડ કિંગડમમાં કુલ 18000, ઓસ્ટ્રેલિયામાં 15600, અને કેનેડામાં 2400 વિધાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા ગયા હતા, જેની સાપેક્ષમાં યુએસમાં કુલ 24600 વિધાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલ.

ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા :-

ભારતની જેમ જ યુએસમાં પણ વિધાર્થીઓએ કોલેજમાં પ્રવેશ મેળવતાં પહેલાં પ્રાથમિક, માધ્યમિક,અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ કુલ બાર વર્ષનું શિક્ષણ મેળવેલ હોવું ફરજીયાત છે.   આ દેશમાં 3500થી વધુ કોલેજો અને યુનિવર્સિટીઓ છે. અહી ઉપસ્નાતકો (અંડર ગ્રેજ્યુએટ) માટેની શિક્ષણ સંસ્થાને કોલેજ કહેવાય છે, જયારે સ્નાતક ( ગ્રેજ્યુએટ) અને વ્યાવસાયિક શાળા / સંસ્થાઓનાં સમૂહ ને યુનિવર્સિટી કહેવાય છે. યુનિવર્સિટીએ સંશોધન પર વિશેષ ધ્યાન આપે છે જ્યારે કોલેજ એ ભણતર ને વધુ મહ્ત્વ આપે છે.

અમેરિકા એ પોતાની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાને બે વર્ગમાં વિભાજિત કરી છે :- સરકારી (પબ્લિક) વ્યવસ્થા 2. ખાનગી (પ્રાયવેટ) વ્યવસ્થા

 • સરકારી વ્યવસ્થા :-

સરકારી શાળાઓ / સંસ્થાઓને જ્યાં શાળા/સંસ્થા આવેલી હોય છે એ રાજય અને સ્થાનિક તંત્ર દ્વારા નાણાકિય સહાય પુરી પાડવામાં આવે છે. જે વિધાર્થીઓને સ્નાતક ડિગ્રી મેળવવી હોય છે તેઓ કમ્યુનિટી કોલેજ અથવા આર્ટસ ( એસોશિએટ ઇન આર્ટસ / વિજ્ઞાન (એસોશિએટ ઇન સાયન્સ )નાં ડિગ્રી અભ્યાસ ક્રમમાં જોડાય છે. ચાર વર્ષનાં અભ્યાસ ક્રમમાં પ્રથમ બે વર્ષ કોમન હોય છે.

 1. 2 વર્ષ કમ્યુનિટી કોલેજ અભ્યાસ ( એસોશિએટ ડિગ્રી આપે છે )
 2. 4 વર્ષ સ્ટેટ કોલેજ અભ્યાસ ( સ્નાતક ડિગ્રી)
 3. યુનિવર્સિટી સ્નાતક અભ્યાસ ( માસ્ટર્સ ડિગ્રી , પીએચડી અને ડોકટરેટ ડિગ્રી)
 4. અમૂક વ્યાવસાયિક અભ્યાસક્રમ માટેની શાળાઓ
 • ખાનગી વ્યવસ્થા :-

ખાનગી વ્યવસ્થામાં કોલેજો / શાળાઓ બિન સરકારી સંસ્થા કે લોકોની માલિકીની હોય છે. જેમાં સરકારી (પબ્લિક) શાળા / કોલેજો કરતાં ફી ખૂબ વધુ હોય છે.

 1. 2 વર્ષ કોલેજ અભ્યાસક્રમ
 2. 4 વર્ષ કોલેજ અભ્યાસક્રમ
 3. યુનિવર્સિટી સ્નાતક અભ્યાસક્રમ

શૈક્ષણિક સત્ર :-

મોટાભાગની સંસ્થાઓ તેઓનાં શૈક્ષણિક સત્રને બે ટર્મ / સેમેસ્ટરમાં વિભાજિત કરે છે, પરંતુ અમૂક ટ્રાયસેમેસ્ટર ( ત્રણ ટર્મ ) અને ક્વાર્ટર (ચાર ટર્મ)  સિસ્ટમને અનુસરે છે.  શૈક્ષણિક સત્ર ઓગસ્ટનાં અંતમાં અથવા તો સપ્ટેમબરનાં પ્રારંભમાં શરૂ થાય છે અને મે માસના અંતમાં અથવા તો જૂન નાં પ્રારંભમાં પુર્ણ થાય છે.

અભ્યાસ ક્રમો : –

અમૂક સંસ્થાઓ વ્યાવસાયિક, વ્યાપારિક, અને એન્જીનિયરીંગ શિક્ષણ પર વધુ ભાર આપે છે. જ્યારે અમૂક આર્ટસ વિષયો પર. અમૂક બધા વિષયોને એકજ છત્ર હેઠણ ભણાવે છે. અંનેક ચાર વર્ષનો કોર્ષ કરાવતી સંસ્થાઓ ( ઉપસ્નાતક- અંડર ગ્રેજ્યુએટ) આર્ટ્સનાં અભ્યાસ ક્રમો પણ કરાવે છે, જેમાં માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અને પ્રાકુત્રિક વિજ્ઞાનને આવરી લેવામાં આવે છે. જે કોલેજો વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસનાં પ્રથમ વર્ષમાં આર્ટસ વિષય ઓફર કરે છે તેમાં સમાજ, સાહિત્ય, અને સંવાદ પર વિસ્તારથી લક્ષ આપે છે. જે વિધાર્થીઓ ને કોઇ એક ચોક્કસ ક્ષેત્રમાં રૂચી ના હોય પણ અનેક ક્ષેત્રોમાં રૂચી હોય તેઓને  આર્ટસ વિષય વધુ પસંદ આવે છે. સ્વાભાવિક રીતે ઘણાં ભારતિય અને વિદેશી વિધાર્થીઓ આર્ટસ વિષય પસંદ કરતા નથી, જોકે આર્ટસ વિષય અમેરિકન શિક્ષણમાં એ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

આ ઉપરાંત અમૂક સંસ્થાઓ વિધાર્થીઓને તેઓનાં અભ્યાસ ક્રમ મુજબ સીધું શિક્ષણ આપવામાં આવે છે. આ અભ્યાસક્રમો ખૂબ સઘન હોય છે અને તેનો અભ્યાસ કરવા દ્રઢ પ્રતિબધ્ધતા જરૂરી છે. આ પ્રકારનાં અભ્યાસક્રમોથી બિઝનેસ , મેનેજમેન્ટ અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી શકાય છે.

શાળાઓ / શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી ;-

દરેક શાળાઓની પોતાની પ્રવેશ પ્રક્રિયા અને નિતી નિયમો હોય છે. અમૂક સામાન્ય નિતી નિયમોની ચર્ચા કરીએતો :- વ્યકતિગત માહિતી દર્શાવતું અરજીપત્રક (એપ્લીકેશન ફોર્મ) ભરવું, પ્રાપ્ત કરેલ શૈક્ષણિક સિધ્ધિઓની માહિતી, શિક્ષકોનાં અભિપ્રાયો, આર્થિક ક્ષમતાનાં પુરાવાઓ, ટોફેલમાં ( Test Of English as a Foreign Language TOEFL )  મેળવેલ  ગ્રેડ, અમૂક યુનિવર્સિટીઓ અન્ય પરિક્ષાઓનાં ગ્રેડ પણ માંગે છે, જેમકે સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ  ( Scholastic Aptitude TestSAT ) , લો સ્કુલ એડમિશન ટેસ્ટ ( Law School Admission TestLSAT ) અને અચિવમેન્ટ ટેસ્ટ ( Achievement Test AT ).

મહદઅંશે સ્નાતક વિધાર્થીઓને ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશન ( Graduation Record Examination GRE ) અને મિલર એનાલોજી ટેસ્ટ ( Miller Analogies TestMAT ) પરિક્ષા આપવાનું કહેવામાં આવે છે. જે વિધાર્થીઓ એમબીએ અને અન્ય બિઝનેશ સબંધી અભ્યાસ કરવા માંગે છે તેઓએ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ ( Graduate Management Admission TestGMAT ) આપવાની હોય છે.

અહી એ નોંધનીય છે કે વિધાર્થીઓ અમૂક કોલેજો માટે એક કોમન અરજીપત્રક દ્વારા અરજી કરી શકે છે. અહી કોલેજો કે યુનિવર્સિટીઓમાં અરજી કરવા માટે કોઇ મર્યાદા નથી એટલે કે વિધાર્થી ચાહે એટલી કોલેજોમાં કે યુનિવર્સિટીઓમાં અરજી કરી શકે છે, હાં પણ દરેક માટે અરજી કરવી જરૂરી છે. અમૂક સંસ્થાઓમાં સંસ્થા દ્વારા જ બનાવવામાં આવેલ અરજી પત્રક ભરવાનું હોય છે.

ચેતવણી :-

વિધાર્થીઓએ સંસ્થા પસંદ કરવામાં સાવચેત રહેવું જોઇએ. તે યથાર્થ અને માન્યતા પ્રાપ્ત હોવી જોઇએ. વાસ્તવમાં અમૂક અમેરીકન યુનિવર્સિટીઓ તેઓ દ્વારા આપવામાં આવતી ડીગ્રીની મહતા અને મૂલ્ય ચકાસવા સ્વતંત્ર એજન્સીઓને નિયુકત કરે છે. આ અજન્સીઓ યુનિવર્સિટીની લાયબ્રેરી, તેનો સ્ટાફ, સ્ટાફની ડીગ્રી વગેરેની ગુણવતા ચકાસે છે અને તેનાં આધારે યુનિવર્સિટીને નંબર / દરજ્જો (Ranking) આપે છે. આ પ્રકારની માન્યતા / દરજ્જો (Ranking) એક ગુણવતાસભર સંસ્થાની ખાતરી કરાવે છે છે.

વિઝા અંગે માહિતી :-

જે લોકો અમેરીકાનાં નાગરીક નથી અને અમેરીકામાં અભ્યાસ કરવાનું ઇચ્છે છે, તેઓ એફ-1 ( F-1) વિધાર્થી વિઝા ( નોન- ઇમિગ્રાન્ટ ) મેળવવાનું પસંદ કરશે. અમેરીકામાં અભ્યાસ કરવા જવાં માટે આ ઉપરાંત અન્ય પ્રકારની વિઝાઓ પણ ઉપલબ્ધ છે. અહી સંક્ષેપમાં અભ્યાસ માટેની વિઝાની માહિતી આપવામાં આવેલ છે.

એફ-1 (F-1) વિધાર્થી વિઝા ;-

બિન નિવાસી અમેરીકન વિધાર્થીઓ દ્વારા અમેરીકામાં અભ્યાસ કરવા હેતું સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી આ વિઝા છે. સામાન્યત: અમેરીકાની માન્યતા પ્રાપ્ત કોલેજો કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા અથવાતો  યુનિવર્સિટી અંગ્રેજી ભાષા શિખવા ઇચ્છૂક લોકો આ વિઝાનો ઉપયોગ કરતા હોય છે.

જે-1 (J-1) અથવા મુલાકાતી વિનિમય વિઝા :-

અમેરીકામાં મુલાકતી વિનિમય કાર્યક્રમ હેઠળ આવવા ઇચ્છૂક લોકો માટે આ વિઝા હોય છે.

જે (J) – વિઝા શૈક્ષણિક અને સાંસ્ક્રુતિ  વિનિમય કાર્યક્રમ માટે હોય છે.

એમ-1 (M-1) અથવા વિધાર્થી વિઝા :-

અમેરીકાની સંસ્થામાં બિન શૈક્ષણિક કે વ્યાવસાયિક તાલિમ માટે અમેરીકા આવવા ઇચ્છૂક લોકો માટે આ વિઝા હોય છે.

યુએસ રાજદૂતાવાસ કે એલચીની કચેરીમાં વિઝા માટે અરજી કરવા વિધાર્થીએ પ્રથમ તો યુએસની કોલેજ, યુનિવર્સિટી, રાજ્ય સરકાર કે પ્રાયોજિત સંસ્થા દ્વારા જારી કરવામાં આવેલ સેવિસ  (SEVIS – Student exchange Visitor Information System ) ( i-20 અથવાતો DS-2019)  ભરીને આપવાનું હોય છે. એકવાર બધા જરૂરી દસ્તાવેજી ઓપચારિકતાઓ પુર્ણ થયા બાદ તેઓને ચાહે અભ્યાસ શરૂ કરવાને હજુ ઘણાં મહિનાઓની વાર હોય છતાં તેઓ વિઝા માટે અરજી કરી શકે છે. વિઝા માટે વહેલાસર અગાઉથી અરજી કરી દેવી હિતાવહ છે, જેથી વિઝા મેળવવાની પ્રક્રિયા માટે પુરતો સમય મળી રહે.

નોંધ :-

અમેરીકાની એલચી કચેરી અમેરીકામાં વાસ્તવિક અભ્યાસ શરૂ થવાનાં અગાઉ નેવું (90) દિવસથી વધુંની વિઝા મંજૂરી આપતી નથી. જો વિધાર્થી પ્રથમ વાર જ અમેરીકામાં આવતો હોય અને અમેરીકામાં પ્રવેશ માટેની વિઝા પ્રાપ્ત થઇ ગઇ હોય તો પણ વિધાર્થી અભ્યાસ શરૂ થવાનાં ત્રીસ ( 30 ) દિવસથી વધુ પહેલાં અમેરીકામાં પ્રવેશ કરી શકતો નથી.

શિક્ષણ ફી અને શિષ્યવ્રુતી :-

સંસ્થા અને અભ્યાસક્રમ મુજબ શિક્ષણ ફી અલગ-અલગ હોય છે. સરેરાશ રૂ! 4 થી 15 લાખ સુધી હોય છે. સામાન્ય રીતે એમબીએ, એન્જીરીયરીંગ, દંત ચિકિત્સા, મેડિકલ વગેરે અભ્યાસક્ર્મોની ફી વધું હોય છે.

શિષ્યવ્રુતી અંગે વાત કરીએતો અમેરીકાન સરકાર દ્વારા પ્રાયોજિત ફ્લેગશિપ ઇન્ટરનેશનલ એજયુકેશનલ પ્રોગ્રામ, ફુલબ્રાઇટ પ્રોગ્રામ એ અમેરીકા અને અન્ય દેશો દ્વારા સ્નાતક વિધાર્થીઓ, વ્યાવસાયિકો, શિક્ષકો અને વહિવટકર્તાઓને ગ્રાંટ આપતો કાર્યક્રમ છે.

અહી ચાર સંસ્થાઓમાં ફી માફી છે પણ તેમાં પ્રવેશ ખૂબજ સ્પર્ધાત્મક ધોરણે મળે છે.

એ ચાર સંસ્થાઓ આ પ્રમાણે છે :-

 • ધ કોપર યુનિયન, ન્યુયોર્ક ( The Copper Union, in NYC )
 • ઓલિન કોલેજ માસાસ્યુએટ્સ ( Olin College, in Massachusetts )
 • ધ કર્ટિસ ઇંસ્ટિટ્યુટ ઓફ મ્યુઝિક, ફિલડેલ્ફિયા ( The Curtis Institute of Music, in Philadelphia )
 • ધ યેલ સ્કૂલ ઓફ મ્યુઝિક, ન્યુ હેવન ( યેલ યુનિવર્સિટીનો એક ભાગ) ( The Yale School of Music, in New Haven – Part of Yale University )

ધ કોપર યુનિયન ફક્ત આર્ટસ, એન્જીરીયરીંગ અને આર્કિટેકચર અભ્યાસક્રમ કરાવે છે. ઓલિન ફકત એન્જીરીયરીંગ. કર્ટિસ અને યેલ બંને સંગીતનો અભ્યાસક્રમ ચલાવે છે. સંસ્થા દ્વારા શિક્ષણ ફી ઉપરાંત અન્ય ફી પણ વસૂલવામાં આવે છે.

( શિષ્યવ્રુતી માહિતી સ્ત્રોત – ઇન્ટરનેટ )

સામાજિક જીવન અને મનોરંજનની પ્રવુતીઓ :-

કોલેજો અને યુનિવર્સિટિઓ ધરાવતા અમેરીકાનાં લગભગ તમામ શહેરો અને ગામમાં વિધાર્થીઓને ખરીદી, ખેલકૂદ, આનંદ-પ્રમોદ વગેરે..જેવી મનોરંજનની વિવિધ તકો પુરી પાડે છે. બેઝબોલ, અમેરીકન ફૂટબોલ, બાસ્કેટબોલ અને હોકી એ અમેરીકામાં સૌથી વધુ લોકપ્રિય રમતો છે. દુનિયામાં સૌથી વધું સફળ સિનેમા ઉધોગનો દાવો આ દેશ કરે છે અને અહી જો કોઇ શહેર અને ગામમાં કોલેજ અથવા યુનિવર્સિટિ હશે તો તે શહેરમાં ચોક્કસ સિનેમાહોલ હશે જ. અહી જીવનનિર્વાહ ખર્ચ વાર્ષિક ઓછામાં ઓછો રૂ1 4 લાખ આવી શકે છે. અમેરીકામાં તબીબી સારવાર ખૂબજ મોંઘી હોવાથી સ્વાસ્થય વિમો ઉતરાવ્યા બાદ જ અમેરીકામાં પ્રવેશ કરવો એ સલાહભર્યુ છે.